ટીકર / રાજસ્થાની રોટી / મસાલા રોટી / Tikkar / Rajasthani Roti / Spiced Roti / Spiced Flat Bread

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૪ રોટી

 

સામગ્રી :

મકાઇ નો લોટ ૧ કપ

ઘઉ નો લોટ ૧ કપ

ઘી ૨ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

ટમેટાં જીણા સમારેલા ૧

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

મરચાં જીણા સમારેલા ૨

મીઠું સ્વાદ મુજબ

સેકવા માટે ઘી

અટામણ માટે ઘઉ નો લોટ

 

રીત :

એક કથરોટમાં મકાઇ નો લોટ અને ઘઉ નો લોટ એકીસાથે લો.

 

એમાં ઘી ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

પછી, જીણી સમારેલી ડુંગળી, ટમેટાં, ધાણાભાજી, મરચાં, આ બધુ જ અડધી માત્રામાં ઉમેરો અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ જરા કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટમાંથી નાનો લુવો લઈ, બોલ બનાવી, જરા જાડી રોટલી વણી લો. રોટલી વણતા એની કિનારી તુટતી જશે, કોઈ વાંધો નહીં, એવી જ બનવી જોઈએ. વણવા દરમ્યાન જરૂર લાગે ત્યારે ઘઉના કોરા લોટમાં જબોળી, કોટ કરતાં રહો, વણવાનું સરળ રહેશે અને ચોટશે નહીં.

 

અડધી રોટલી વણાઈ જાય એટલે એની ઉપર, જીણી સમારેલી ડુંગળી, ટમેટાં, ધાણાભાજી અને મરચાં, આ બધુ થોડું થોડું છાંટો, હાથેથી હળવેથી દબાવો અને વણી લો. આ બધુ રોટલી ઉપર બરાબર ચોંટી જાય એ ખાસ જોવું.

 

આ રીતે બાંધેલા લોટમાંથી બધી રોટલી વણી લો.

 

એક પછી એક, બધી રોટલી શેલો ફ્રાય કરી લો. કરકરી બનાવવા માટે ધીમા તાપે, હળવે હળવે દબાવીને શેલો ફ્રાય કરો.

 

તાજે તાજી અને ગરમા ગરમ, તવા પરથી સીધી જ સર્વિંગ પ્લેટ માં પીરસો.

 

દહી અને / અથવા પસંદગીના અથાણાં સાથે પીરસો.

 

પસંદગીના કોઈ પણ સૉસ કે કેચપ સાથે પણ પીરસી શકાય.

 

દહી સાથે સૌથી વધારે સ્વાદિષ્ટ લાગશે.

 

સ્વાદિષ્ટ, રસીલી, મસાલેદાર, રાજસ્થાની વાનગી, ટીકર.

 

Prep.10 min.

Cooking time 10 min.

Yield 4 pcs.

Ingredients:

Maize Flour 1 cup

Whole Wheat Flour 1 cup

Ghee 2 tbspContinue Reading

દહી વારુ ગુવાર નું શાક / Dahi varu Guvar nu Shak / Curded Cluster Beans / Gavar Fali in Curd

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ગુવાર સમારેલો ૨૫૦ ગ્રામ

દહી ૧ કપ

મરચાં-લસણ ની પેસ્ટ ૨ ટેબલ સ્પૂન

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

પ્રેશર કૂકર માં તેલ ગરમ કરો. રાય, જીરું અને હિંગ ઉમેરો. તતડી જાય એટલે સમારેલો ગુવાર, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો. થોડી પાણી ઉમેરો અને ૧ સીટી જેટલું પ્રેશર કૂક કરો. કમ સે કમ ૧૦ મિનિટ સુધી પ્રેશર કૂકર ઠંડુ થવા દો.

 

એક પૅન માં તેલ ગરમ કરો. હિંગ, મરચાં-લસણ ની પેસ્ટ ઉમેરો. સાંતડાઇ જાય એટલે દહી , હળદર, લાલ મરચું, ધાણાજીરું અને મીઠું ઉમેરો.

 

બધા મસાલા બીજી વખત ઉમેરો છો એ ધ્યાનમાં રાખી ને મસાલા નું પ્રમાણ ઉમેરવું.

 

પ્રેશર કૂક કરેલું ગુવાર નું શાક ઉમેરો. મધ્યમ તાપે ૩-૪ મિનિટ માટે પકાવો.

 

જરૂર લાગે તો જ, થોડું પાણી ઉમેરો. પણ છેલ્લે જરા પણ પાણી રેવું જોઈએ નહીં.

 

રોટલી યા તો ભાત સાથે પીરસો.

 

ઘરે બેઠા પરંપરાગત રાજસ્થાની સ્વાદ ની મજા લો.

 

Prep.5 min.

Cooking time 15 min.

for 2 Persons

Ingredients:

Cluster Beans (Gavar)                                    250 gm

(Chopped the size of your choice)

Curd                                                                1 cupContinue Reading

વેનીલા ક્રીમ બ્રુલી / Vanilla Cream Brulee

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૪૦ મિનિટ

૪ સર્વિંગ

 

સામગ્રી :

તાજી મલાઈ ૧ કપ

કન્ડેન્સ મિલ્ક ૧ કપ

વેનીલા ૧ ટેબલ સ્પૂન

દુધ ૧/૨ કપ

કૉર્ન ફ્લૉર ૩ ટેબલ સ્પૂન

ખાંડ સ્વાદ મુજબ

 

રીત :

એક પૅન માં તાજી મલાઈ, કન્ડેન્સ મિલ્ક અને વેનીલા લો અને મધ્યમ તાપે ઉકાળવા મુકો.

 

ઉકળી જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો અને ઢાંકી દો.

 

૧૦ થી ૧૫ મિનિટ માટે રાખી મુકો.

 

પછી, એક બાઉલમાં કૉર્ન ફ્લૉર અને દુધ મિક્સ કરો. ગઠાં ના રહી જાય એ ખ્યાલ રાખવો.

 

આ કૉર્ન ફ્લૉર અને દુધ નું મિશ્રણ, મલાઈ ના મિશ્રણ સાથે મિક્સ કરી દો અને મધ્યમ તાપે ઉકાળો. ઉભરાય ના જાય એ માટે થોડી થોડી વારે ધીરે ધીરે હલાવતા રહો.

 

થોડું ઘાટુ થઈ જાય એટલે મોટા કપ કે બાઉલમાં લઈ લો.

 

હવે, ૨૦૦° પર ૨૦ મિનિટ માટે ઓવન માં સ્ટીમ કરી લો. બ્રુલી તૈયાર છે.

 

ઓવેનમાંથી બહાર કાઢી લીધા પછી, સામાન્ય તાપમાન થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, બ્રુલી ની સપાટી ઉપર ખાંડ છાંટી દો અને કિચન ટોર્ચ વડે કેરેમલાઇઝ કરી લો. ખાંડ બળીને કાળી ના થઈ જાય એ ખાસ કાળજી રાખો.

 

સામાન્ય તાપમાન વાળી, તાજી જ પીરસો.

 

ભોજન પુરૂ કરો, ફ્રેંચ સ્ટાઇલ.

 

Prep.5 min.

Cooking time 40 min.

Servings 4

Ingredients:

Fresh Cream 1 cup

Condensed Milk 1 cup

Vanilla 1 tbspContinue Reading

દાબેલી ડોસા / દાબેલી ઢોસા / Dabeli Dosa

 

તૈયારી માટે ૩૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૫ નંગ

 

સામગ્રી :

ઢોસા નું ખીરું ૧ કપ

માખણ ૧ ટી સ્પૂન

બટેટા બાફેલા અને છુંદેલા ૨

તેલ ૧ ટી સ્પૂન

લસણ ની ચટણી ૧ ટી સ્પૂન

દાબેલી મસાલો ૧ ટેબલ સ્પૂન

હળદર ચપટી

લાલ મરચું પાઉડર ચપટી

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

આમલી ની ચટણી ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

સૂકા નારિયળનું ખમણ / પાઉડર ૨ ટેબલ સ્પૂન

દાડમ ના દાણા ૨ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

મસાલા સીંગ ૨ ટેબલ સ્પૂન

ઢોસા પૅનફ્રાય કરવા માટે તેલ

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો. તાપ ધીમો કરો. લસણ ની ચટણી, દાબેલી મસાલો, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, આમલી ની ચટણી, મીઠું ઉમેરો ને ૧-૨ મિનિટ સુધી ધીરે ધીરે હલાવીને મીક્ષ કરો. બાફેલા અને છુંદેલા બટેટા ઉમેરો અને ફરી ૧-૨ મિનિટ સુધી હલાવીને મીક્ષ કરો. દાબેલી મિક્સચર તૈયાર છે. એક બાઉલમાં લઈ લો. ધાણાભાજી, નારિયળ, દાડમ ના દાણાં, જીણી સમારેલી ડુંગળી અને મસાલા સીંગ ઉમેરી બરાબર મીક્ષ કરી દો. એક બાજુ રાખી દો.

 

સપાટ નોન-સ્ટિક પૅન ગરમ કરો. ધીમો-મધ્યમ તાપ રાખો.

 

ગરમ થયેલા પૅન પર આશરે ૨ ટેબલ સ્પૂન જેટલું તેલ રેડો અને ફેલાવી દો. ઢોસાનું ખીરું રેડો.

 

પૅન ની સાઇઝ અને ઢોસા ફેરવવાની તમારી ફાવટ ધ્યાનમાં રાખી ૧ થી ૨ મોટા ચમચા જેટલું ખીરું રેડો.

 

તવેથા થી  ખીરાને પૅન પર ઝડપથી પાથરી દો.

 

પૅન પર પથરાયેલા ખીરાની કિનારી ફરતે ૧ થી ૨ ટેબલ સ્પૂન જેટલું તેલ રેડો.

 

પૅન પર પથરાયેલા ખીરાની ઉપર થોડું તેલ લગાવો.

 

ઢોસા ની સાઇઝ મુજબ ૧/૨ થી ૧ મોટા ચમચા જેટલું તૈયાર કરેલું દાબેલી મિક્સચર ઢોસા ની વચ્ચે મુકો. તવેથા થી ઢોસા ની સામસામે ની બે બાજુ ના છેડા વાળીને દાબેલી મિક્સચર ને રેપ્ કરી દો.

 

જો નરમ ઢોસા જોઈએ તો બહારની બાજુ આછી ગુલાબી અને કરકરા ઢોસા જોઈતા હોય તો એકદમ ગુલાબી થાય એવી શેકી લો.

 

પૅન પર થી સીધા જ ગરમા ગરમ અને તાજા જ પીરસો.

 

કેચપ કે ઘરે બનાવેલી કોઈ પણ ઢીલી ચટણી સાથે પીરસો.

 

ખટ્ટ મીઠા સ્વાદ ની ચટણી કે સૉસ, આમલી નો સૉસ કે આમલી ની ચટણી સાથે વધારે સ્વાદિષ્ટ લાગશે.

 

કચ્છી (ગુજરાતી) અને દક્ષિણ ભારતીય (તમિલ)

પરંપરાગત વાનગી ની મિલાવટવાળો અદભૂત સ્વાદ..

 

Prep.30 min.

Cooking time 15 min.

Yield 5 Dosa

Ingredients:

Batter for Dosa                                    1 cup

Butter                                                  1 ts

Potatoes boiled and crushed              2Continue Reading

error: Content is protected !!