વેજીટેબલ કોદરી / Vegetable Kodri

 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

તેલ ૧ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

લીમડો ૮-૧૦ પાન

તજ નાનો ટુકડો ૧

લવિંગ ૪-૫

આદું-લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

કેપ્સિકમ સ્લાઇસ ૧ કેપ્સિકમ ની

ટમેટાં જીણા સમારેલા ૧

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

વરીયાળી નો પાઉડર ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

મિક્સ વેજીટેબલ અધકચરા બાફેલા ૧ બાઉલ

(બટેટા, ગાજર, ફુલકોબી, ફણસી, લીલા વટાણા વગેરે)

દહી ૨ ટેબલ સ્પૂન

કોદરી બાફેલી ૧ કપ

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

સાથે પીરસવા માટે રાયતું અથવા મસાલા દહી

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં જીરું, લીમડો, તજ, લવિંગ અને આદું-લસણ-મરચાં ની પેસ્ટ ઉમેરો અને સાંતડો.

 

સાંતડાઈ જાય એટલે જીણી સમારેલી ડુંગળી ઉમેરો અને સાંતડો.

 

પછી, કેપ્સિકમ સ્લાઇસ ઉમેરો અને સાંતડો.

 

હવે, જીણા સમારેલા ટમેટાં ઉમેરો અને મિક્સ કરો.

 

એમાં હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, વરીયાળી નો પાઉડર અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો અને મધ્યમ તાપે પકાવો.

 

ટમેટાં નરમ થઈ જાય એટલે દહી ઉમેરો. બરાબર મિક્સ કરો અને થોડી વાર પકાવો. પછી, અધકચરા બાફેલા મિક્સ વેજીટેબલ ઉમેરી, બરાબર મીક્ષ કરો.

 

પછી, બાફેલી કોદરી ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

ધીમા-મધ્યમ તાપે ૩ થી ૪ મિનિટ માટે પકાવો.

 

પછી, એક સર્વિંગ પ્લેટ પર લઈ લો.

 

ધાણાભાજી ભભરાવો.

 

રાયતા અથવા મસાલા દહી સાથે તાજી અને ગરમ પીરસો.

 

ભરપેટ ખાઓ, સંતુષ્ટ થાઓ, ડાયેટ જાળવો, તંદુરસ્તી બનાવો, કોદરી ખાઓ.

 

Prep.20 min.

Cooking time 10 min.

for 2 Persons

Ingredients:

Oil 1 ts

Cumin Seeds ½ ts

Curry Leaves 8-10

Cinnamon 1 pc

Clove buds 4-5

Ginger-Garlic-Chilli Paste 1 tbsp

Onion finely chopped 1

Capsicum chopped slices 1

Tomato finely chopped 1

Turmeric Powder ½ ts

Red Chilli Powder 1 ts

Garam Masala ½ ts

Fennel Seeds Powder 1 ts

Salt to taste

Mix Vegetable parboiled 1 bowl

(Potato, Carrot, Coli Flower, French Beans, Green Peas)

Curd 2 tbsp

Kodri (Foxtail Millet) boiled 1 cup

Fresh Coriander Leaves 1 tbsp

 

Raita (spiced curd) for serving

 

Method:

Heat Oil in a pan. Add Cumin Seeds, Curry Leaves, Cinnamon, Clove buds and Ginger-Garlic-Chilli Paste and sauté. Add finely chopped Onion and sauté. Add chopped slices of Capsicum and sauté. Add finely chopped Tomato and mix well. Add Turmeric Powder, Red Chilli Powder, Garam Masala, Fennel Seeds Powder and Salt. Mix well and cook on medium flame. When Tomato softens, add curd and cook for a while. Then, add parboiled Mix Vegetables and mix well. Add boiled Kodri and mix well. Continue cooking on low-medium flame for 3-4 minutes.

Take on a serving plate. Sprinkle Fresh Coriander Leaves.

 

Serve Fresh and Hot with Raita.

 

Fill Tummy and Feel Satisfied…

 

Eat Kodri and Maintain Diet…

હરીયાલી પોહા / હરીયાલી પૌવા / Hariyali Poha / Greenery Flattened Rice

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

પેસ્ટ માટે :

નારિયળ ખમણેલું ૧/૪ કપ

લીલા મરચાં ૨

ધાણાભાજી ૧/૨ કપ

લીંબુનો રસ ૨ ટેબલ સ્પૂન

ખાંડ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

વઘાર માટે :

તેલ ૧ ટી સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

અડદ દાળ ૧ ટી સ્પૂન

સૂકા લાલ મરચાં ૨

લીમડો ૮-૧૦

હિંગ ચપટી

 

પોહા / પૌવા ૧ કપ

 

દાડમ ના દાણા સજાવવા માટે

 

રીત :

એકદમ થોડું પાણી છાંટી પૌવા ભીના કરી લો. ફક્ત ભીના જ કરવા, પલાળવા નહી.

 

પેસ્ટ માટેની બધી સામગ્રી ગ્રાઈન્ડિંગ જારમાં લઈ, એકદમ પીસી, જીણી પેસ્ટ બનાવી લો.

 

ભીના કરેલા પૌવા અને બનાવેલી પેસ્ટ બરાબર મીક્ષ કરી લો. પૌવા છૂંદાય ના જાય એ કાળજી રાખવી.

 

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં રાય, અડદ દાળ, સૂકા લાલ મરચાં, લીમડો અને હિંગ ઉમેરો.

 

તતડે એટલે એમાં પેસ્ટ સાથે મીક્ષ કરેલા પૌવા ઉમેરો.

 

ધીમા તાપે પકાવતા હળવે હળવે બરાબર મીક્ષ કરી લો. પૌવા છૂંદાય ના જાય એ કાળજી રાખવી.

 

સર્વિંગ પ્લેટમાં લો.

 

દાડમ ના દાણા છાંટી સુશોભિત કરો.

 

તાજા અને ગરમ પીરસો.

 

હળવું અને સંતોષકારક ભોજન.. હરીયાલી પોહા..

 

Prep.10 min.

Cooking time 5 min.

for 2 Persons

Ingredients:

For Paste:

Fresh Coconut grated ¼ cup

Green Chilli 2

Fresh Coriander Leaves ½ cup

Lemon Juice 2 tbsp

Sugar 1 ts

Salt to taste

For Tempering:

Oil 1 ts

Mustard Seeds ½ ts

Skinned-Split Black Gram 1 ts

Dry Red Chilli 2

Curry Leaves 8-10

Asafoetida Powder Pinch

 

Poha (Flattened Rice) 1 cup

 

Pomegranate Granules for garnishing

 

Method:

Dampen Flattened Rice with little water.

 

Take all listed ingredients for Paste in a wet grinding jar of your mixer. Crush to fine paste.

 

Mix well dampened Flattened Rice and prepared Paste.

 

Heat Oil in a pan. Add Mustard Seeds, Skinned-Split Black Gram, Dry Red Chilli, Curry Leaves and Asafoetida Powder. When crackled, add Flattened Rice mixed with Paste. Mix well slowly while cooking on low flame. Take care of not mashing Flattened Rice.

 

Take it on a serving plate.

 

Sprinkle Pomegranate Granules to garnish.

 

Serve Fresh and Hot.

 

Make Your Meal Cool…with Hariyali Poha…

ઝાલાવાડી તીખરી ચણા / Zalawadi Tikhari Chana / Zalawadi Hotty Grams

 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

લીલા ચણા (જીંજરા) ૨૫૦ ગ્રામ

તેલ ૧/૪ કપ

લવિંગ ૫-૬

જીરું ૧ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૨

લસણ-મરચાં ની પેસ્ટ ૨ ટેબલ સ્પૂન

બીટ ખમણેલું ૧/૨ કપ

આદું ખમણેલો ૨ ટેબલ સ્પૂન

ટમેટાં છાલ કાઢી ખમણેલા ૩

મરચાં જીણા સમારેલા ૨-૩

છાસ ૧ કપ

બાદીયા પાઉડર ૧ ટેબલ સ્પૂન

ગરમ મસાલો ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી ૨ ટેબલ સ્પૂન

ડુંગળી ની રીંગ

 

રીત :

લીલા ચણા માં મીઠું ઉમેરી બાફી લો.

 

પછી એને અધકચરા પીસી લો અને એમાં છાસ સાથે મિક્સ કરી દો. એક બાજુ રાખી દો.

 

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં લવિંગ અને જીરું ઉમેરો.

 

તતડે એટલે જીણી સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી નરમ થઈ જાય ત્યા સુધી ધીરે ધીરે હલાવતા રહી, મધ્યમ તાપે પકાવો.

 

એમાં લસણ-મરચાં ની પેસ્ટ, ખમણેલું બીટ અને ખમણેલો આદું ઉમેરો. બધુ જ બરાબર પાકીને નરમ થઈ જાય ત્યા સુધી ધીરે ધીરે હલાવતા રહી, મધ્યમ તાપે પકાવો.

 

પછી, ખમણેલા ટમેટાં ઉમેરો અને થોડી થોડી વારે, ધીરે ધીરે હલાવતા રહી, મધ્યમ તાપે ૩ થી ૪ મિનિટ માટે પકાવો.

 

જીણા સમારેલા મરચાં ઉમેરો. બરાબર મિક્સ કરો અને હજી ૨ થી ૩ મિનિટ માટે પકાવો.

 

હવે, છાસ અને લીલા ચણા નું મિશ્રણ ઉમેરો. મધ્યમ તાપે ઉકાળો.

 

ઉકળવા લાગે એટલે બાદીયા પાઉડર, ગરમ મસાલો, મીઠું અને ધાણાભાજી ઉમેરો. બરાબર મિક્સ કરો અને હજી ૨ થી ૩ મિનિટ માટે મધ્યમ તાપે પકાવો.

 

પછી, એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ઉપર ડુંગળીની રીંગ ગોઠવી સજાવો.

 

રોટલા સાથે ગરમા ગરમ પીરસો.

 

શક્તિદાયક, જોરદાર ઝાલાવાડી ચણા. ઝાલાવાડી તીખરી ચણા.

 

Prep.20 min.

Cooking time 30 min.

for 4 Persons

Ingredients:

Green Chickpeas 250 gm

Oil ¼ cup

Clove buds 5-6

Cumin Seeds 1 tbsp

Onion finely chopped 2

Chilli-Garlic Paste 2 tbsp

Beetroot grated ½ cup

Ginger grated 2 tbsp

Tomato grated (no skin) 3

Green Chilli finely chopped 2-3

Buttermilk 1 cup

Star Anise Powder 1 tbsp

Garam Masala 1 tbsp

Salt to taste

Fresh Coriander Leaves 2 tbsp

Onion Rings for garnishing

 

Method:

Boil Green Chickpeas with Salt.

 

When boiled, partially crush and add Buttermilk. Keep a side.

 

Heat Oil in a pan. Add Clove buds and Cumin Seeds. When spluttered, add finely chopped Onion. Continue on medium flame while stirring until Onion softens.

 

Add Chilli-Garlic Paste, grated Beetroot and grated Ginger. Cook well until all the stuff in the pan becomes soft.

 

Add grated Tomato and continue cooking for 3-4 minutes on medium flame while stirring occasionally.

 

Add finely chopped Green Chilli. Mix well and cook for 2-3 minutes.

 

Add prepared mixture of Green Chickpeas and Buttermilk. Cook to boil on medium flame.

 

When almost boiled, add Star Anise Powder, Garam Masala, Salt and Fresh Coriander Leaves. Mix well and continue on medium flame for 2-3 minutes.

 

Remove the cooked stuff in a serving bowl.

 

Garnish with Onion Rings.

 

Serve Hot with Rotla.

 

Energise Your Body with Powerpacked Hotty Green Chickpeas…

વજ્જ્ / કાચો ઓરો રીંગણાં નો / Vaggs / Kacho Oro Ringna no

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

રીંગણાં સેકેલા છુંદેલા ૧

ગોળ ૧ ટેબલ સ્પૂન

આમલી નો પલ્પ ૨ ટેબલ સ્પૂન

તલ નો પાઉડર ૧ ટેબલ સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

વઘાર માટે :

તેલ ૨ ટેબલ સ્પૂન

જીરું ૧ ટેબલ સ્પૂન

સૂકા લાલ મરચાં ૨-૩

હિંગ ચપટી

 

ડુંગળી ની રીંગ અને ધાણાભાજી

 

રીત :

એક બાઉલમાં ગોળ, આમલી નો પલ્પ, તલ નો પાઉડર, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર અને મીઠું લો. બરાબર મિક્સ કરો.

 

એમાં સેકેલા અને છુંદેલા રીંગણાં, જીણી સમારેલી ડુંગળી અને ધાણાભાજી ઉમેરો. બરાબર મિક્સ કરો. એક બાજુ રાખી દો.

 

વઘાર માટે :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં જીરું, સૂકા લાલ મરચાં અને હિંગ ઉમેરો.

 

તતડે એટલે તાપ પરથી પૅન હટાવી લો અને તૈયાર કરેલા રીંગણાના મિશ્રણમાં આ વઘાર તરત જ ઉમેરી દો. બરાબર મિક્સ કરી લો.

 

ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

એની ઉપર ધાણાભાજી છાંટી, ડુંગળી ની રીંગ મુકી, સજાવો.

 

રોટલી અથવા બાજરીના રોટલા સાથે પીરસો.

 

શિયાળા ની કડકડતી ઠંડીમાં રીંગણાં ખાઓ, શરીરમાં ગરમી લાઓ.

 

Prep.15 min.

Cooking time 5 min.

for 2 Persons

Ingredients:

Eggplants 1

(grilled and mashed)

Jaggery 1 tbsp

Tamarind Pulp 2 tbsp

Sesame Seeds powder 1 tbsp

Garam Masala 1 ts

Onion chopped 1

Fresh Coriander Leaves 2 tbsp

Red Chilli Powder 1 ts

Salt to taste

For Tempering:

Oil 2 tbsp

Cumin Seeds 1 tbsp

Dry Red Chilli 2-3

Asafoetida Powder Pinch

 

Onion Rings and Fresh Coriander Leaves for garnishing.

 

Method:

Take in a bowl, Jaggery, Tamarind Pulp, Sesame Seeds Powder, Garam Masala, Red Chilli Powder and Salt. Mix well.

 

Add grilled and mashed Eggplants, chopped Onion and Fresh Coriander Leaves. Mix well. Keep a side.

 

For Tempering:

Heat Oil in a pan. Add Cumin Seeds, Dry Red Chilli and Asafoetida Powder. When spluttered, remove the pan from the flame and pour this tempering on prepared Eggplants mixture. Mix well slowly.

 

Leave it to cool down.

 

Garnish with Onion Rings and Fresh Coriander Leaves.

 

Serve with Roti or Millet Rotla…

 

Hit The Winter Cold with Heat of Eggplants…

 

error: Content is protected !!