ઝાલાવાડી તીખરી ચણા / Zalawadi Tikhari Chana / Zalawadi Hotty Grams

ઝાલાવાડી તીખરી ચણા / Zalawadi Tikhari Chana / Zalawadi Hotty Grams
 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

લીલા ચણા (જીંજરા) ૨૫૦ ગ્રામ

તેલ ૧/૪ કપ

લવિંગ ૫-૬

જીરું ૧ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૨

લસણ-મરચાં ની પેસ્ટ ૨ ટેબલ સ્પૂન

બીટ ખમણેલું ૧/૨ કપ

આદું ખમણેલો ૨ ટેબલ સ્પૂન

ટમેટાં છાલ કાઢી ખમણેલા ૩

મરચાં જીણા સમારેલા ૨-૩

છાસ ૧ કપ

બાદીયા પાઉડર ૧ ટેબલ સ્પૂન

ગરમ મસાલો ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી ૨ ટેબલ સ્પૂન

ડુંગળી ની રીંગ

 

રીત :

લીલા ચણા માં મીઠું ઉમેરી બાફી લો.

 

પછી એને અધકચરા પીસી લો અને એમાં છાસ સાથે મિક્સ કરી દો. એક બાજુ રાખી દો.

 

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં લવિંગ અને જીરું ઉમેરો.

 

તતડે એટલે જીણી સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી નરમ થઈ જાય ત્યા સુધી ધીરે ધીરે હલાવતા રહી, મધ્યમ તાપે પકાવો.

 

એમાં લસણ-મરચાં ની પેસ્ટ, ખમણેલું બીટ અને ખમણેલો આદું ઉમેરો. બધુ જ બરાબર પાકીને નરમ થઈ જાય ત્યા સુધી ધીરે ધીરે હલાવતા રહી, મધ્યમ તાપે પકાવો.

 

પછી, ખમણેલા ટમેટાં ઉમેરો અને થોડી થોડી વારે, ધીરે ધીરે હલાવતા રહી, મધ્યમ તાપે ૩ થી ૪ મિનિટ માટે પકાવો.

 

જીણા સમારેલા મરચાં ઉમેરો. બરાબર મિક્સ કરો અને હજી ૨ થી ૩ મિનિટ માટે પકાવો.

 

હવે, છાસ અને લીલા ચણા નું મિશ્રણ ઉમેરો. મધ્યમ તાપે ઉકાળો.

 

ઉકળવા લાગે એટલે બાદીયા પાઉડર, ગરમ મસાલો, મીઠું અને ધાણાભાજી ઉમેરો. બરાબર મિક્સ કરો અને હજી ૨ થી ૩ મિનિટ માટે મધ્યમ તાપે પકાવો.

 

પછી, એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ઉપર ડુંગળીની રીંગ ગોઠવી સજાવો.

 

રોટલા સાથે ગરમા ગરમ પીરસો.

 

શક્તિદાયક, જોરદાર ઝાલાવાડી ચણા. ઝાલાવાડી તીખરી ચણા.

 

Prep.20 min.

Cooking time 30 min.

for 4 Persons

Ingredients:

Green Chickpeas 250 gm

Oil ¼ cup

Clove buds 5-6

Cumin Seeds 1 tbsp

Onion finely chopped 2

Chilli-Garlic Paste 2 tbsp

Beetroot grated ½ cup

Ginger grated 2 tbsp

Tomato grated (no skin) 3

Green Chilli finely chopped 2-3

Buttermilk 1 cup

Star Anise Powder 1 tbsp

Garam Masala 1 tbsp

Salt to taste

Fresh Coriander Leaves 2 tbsp

Onion Rings for garnishing

 

Method:

Boil Green Chickpeas with Salt.

 

When boiled, partially crush and add Buttermilk. Keep a side.

 

Heat Oil in a pan. Add Clove buds and Cumin Seeds. When spluttered, add finely chopped Onion. Continue on medium flame while stirring until Onion softens.

 

Add Chilli-Garlic Paste, grated Beetroot and grated Ginger. Cook well until all the stuff in the pan becomes soft.

 

Add grated Tomato and continue cooking for 3-4 minutes on medium flame while stirring occasionally.

 

Add finely chopped Green Chilli. Mix well and cook for 2-3 minutes.

 

Add prepared mixture of Green Chickpeas and Buttermilk. Cook to boil on medium flame.

 

When almost boiled, add Star Anise Powder, Garam Masala, Salt and Fresh Coriander Leaves. Mix well and continue on medium flame for 2-3 minutes.

 

Remove the cooked stuff in a serving bowl.

 

Garnish with Onion Rings.

 

Serve Hot with Rotla.

 

Energise Your Body with Powerpacked Hotty Green Chickpeas…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!