તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૨૦ મિનિટ
૧૦ અડદિયા
સામગ્રી:
અડદ નો કરકરો લોટ ૧ કપ
દુધ ૨ ટેબલ સ્પૂન
ઘી ૧ કપ
ગુંદકણી ૧/૪ કપ
ખાંડ ૩/૪ કપ
સુંઠ પાઉડર ૧ ટેબલ સ્પૂન
એલચી પાઉડર ૧ ટી સ્પૂન
કાજુ બદામ ના ટુકડા ૧/૪ કપ
રીત:
મીક્ષર ની એક જારમાં ખાંડ લઈ, અધકચરી પીસી લઈ, એક બાજુ રાખી દો.
એક બાઉલમાં અડદનો કરકરો લોટ લો.
એક પૅનમાં દુધ લઈ, એમાં, ૨ ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી, હુંફાળું ગરમ કરી, તરત જ અડદ ના લોટમાં ઉમેરી, બરાબર મીક્ષ કરી, એક બાઉલમાં દબાવીને ભરી, ધાબો આપો. અંદાજીત ૩૦ મિનિટ માટે ધાબો આપી રાખો.
પછી, બાઉલમાંથી ધાબો આપેલો લોટ કાઢી લઈ, ચારણી વડે ચારી લઈ, એક બાજુ રાખી દો.
એક પૅનમાં ઘી ગરમ કરી, એમાં ચારેલો લોટ આછો ગુલાબી થઈ જાય એવો સેકી લો.
પછી એમાં, ગુંદકણી ઉમેરી, સેકવાનું ચાલુ રાખો.
ગુંદકણી બરાબર સેકાય જાય એટલે કાજુ બદામ ના ટુકડા, એલચી પાઉડર અને સુંઠ પાઉડર ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.
તાપ પરથી પૅન હટાવી, મીશ્રણને ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.
પછી એમાં ખાંડ ઉમેરી, બરાબર મીક્ષ કરી, અડદિયા વાળી લો.
એક એરટાઇટ બરણીમાં ભરી દો.
Preparation time 10 minutes
Cooking time 20 minutes
Yield 10 pcs.
Ingredients:
Coarse flour of skinned split Black Gram 1 cup
Milk 2 tbsp
Ghee 1 cup
Edible Gum coarse ¼ cup
Sugar ¾ cup
Dried Ginger Powder 1 tbsp
Cardamom Powder 1 ts
Cashew Nut and Almond pieces ¼ cup
Method:
Take Sugar in a jar of mixer and crush partially. Keep it aside.
Take coarse flour of skinned split Black Gram in a bowl.
Take Milk in a pan. Add 2 tbsp of Ghee and lukewarm. Then, immediately add in flour and mix very well. Then, fill this flour in a bowl tightly pressing it very well. Leave it for approx. 30 minutes.
Then, remove flour from bowl and sieve it and keep aside.
Heat remaining Ghee in a pan and roast sieved flour until it becomes light brownish.
Then, add Edible Gum and continue roasting.
When Edible Gum is roasted well, add pieces of Cashew Nuts and Almond, Cardamom Powder and Dried Ginger Powder. Mix very well.
Remove pan from flame and leave mixture for a while to cool off.
Then, add partially crushed Sugar in mixture, mix very well and shape up number of Adadiya from mixture.
Store in an airtight container.
No Comments