તૈયારી માટે 15 મિનિટ
રાંધવા માટે 10 મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી :
ઘી ૧ ટેબલ સ્પૂન
તમાલપત્ર ૨
રાય ૧ ટી સ્પૂન
જીરું ૧ ટી સ્પૂન
વરીયાળી ૧ ટી સ્પૂન
કલોંજી ૧/૨ ટી સ્પૂન
મેથી ૧ ટી સ્પૂન
હિંગ ચપટી
ડુંગળી સમારેલી ૧
મરચા સમારેલા ૧
આદું-લસણ ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન
હળદર ૧/૨ ટી સ્પૂન
ગરમ મસાલા ૧ ટી સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
છોલે ચણા બાફેલા ૧/૨ કપ
દહીં ૧/૨ કપ
લાલ મરચું ૧ ટી સ્પૂન
આચાર મસાલા ૧ ટેબલ સ્પૂન
આચાર ૧ ટેબલ સ્પૂન
ચોખા ૧ કપ
ફૂદીનો પીસેલો કરેલ ૧ ટેબલ સ્પૂન
રીત :
એક વાસણ માં ઘી ગરમ કરો. એમાં તમાલપત્ર, રાય, જીરું, હિંગ, મેથી,કલોંજી, વરીયાળી, ઉમેરો.
એમાં સમારેલ ડુંગળી, લીલા મરચા, આદું-લસણ ની પેસ્ટ ઉમેરો અને ધીમા તાપે બરાબર મીક્ષ કરો.
એમાં હળદર, ગરમ મસાલા, મીઠું બરાબર મીક્ષ કરો.
એમાં બાફેલા છોલે ચણા ઉમેરો અને ધીમા તાપે બરાબર મીક્ષ કરો.
એક નાની વાટકી માં દહીં લો. એમાં લાલ મરચું, આચાર મસાલા, આચાર મીક્ષ કરો અને આ મિશ્રણ ને છોલે ચણા સાથે મીક્ષ કરો.
એમાં ચોખા, પાણી અને પીસેલો ફૂદીનો ઉમેરી, ચોખા બરાબર બફાઈ જાય ત્યાં સુધી મધ્યમ તાપે પકાવી લો.
એની ઉપર આચાર મસાલા છાંટી, તાજા ને ગરમ પીરસો.
આચારી છોલે પુલાવ નો સ્વાદ માણો.
No Comments