તૈયારી માટે ૫ મિનિટ
બનાવવા માટે ૧૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી:
તેલ ૩ ટેબલ સ્પૂન
મેથી દાણા ૧/૨ ટી સ્પૂન
વરીયાળી ૧ ટી સ્પૂન
હીંગ ચપટી
લસણ ની પેસ્ટ ૧/૨ ટી સ્પૂન
ડુંગળી સમારેલી ૧
ટમેટાં સમારેલા ૧
ફુલકોબી મોટા ટુકડા ૨૫૦ ગ્રામ
દહી ૧/૪ કપ
મીઠું સ્વાદ મુજબ
હળદર ૧/૨ ટી સ્પૂન
ધાણાજીરું ૧ ટી સ્પૂન
આચાર મસાલા ૨ ટેબલ સ્પૂન
લીલા મરચાં કાપા પાડેલા ૨
લીંબુ નો રસ ૧ ટી સ્પૂન
ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન
રીત:
એક પાનમાં તેલ ગરમ કરો.
એમાં, મેથી દાણા, વરીયાળી, હીંગ, લસણ ની પેસ્ટ, સમારેલી ડુંગળી અને મીઠું ઉમેરી, બરાબર મીક્ષ કરી, સાંતડી લો.
પછી એમાં, સમારેલા ટમેટાં ઉમેરી, સાંતડી લો.
ટમેટાં નરમ થઈ જાય એટલે, ફુલકોબીના મોટા ટુકડા, દહી અને હળદર ઉમેરી, બરાબર મીક્ષ કરી, ઢાંકણ વડે પૅન ઢાંકી, ફુલકોબી બરાબર પાકી જાય ત્યાં સુધી પકાવો.
હવે, ધાણાજીરું, આચાર મસાલા અને કાપા પાડેલા લીલા મરચાં ઉમેરી, બરાબર મીક્ષ કરી, થોડી વાર માટે પકાવો.
પછી, તાપ પરથી પૅન હટાવી લો.
લીંબુનો રસ ઉમેરી, બરાબર મીક્ષ કરી, એક સર્વિંગ બાઉલમાં લઈ લો.
ધાણાભાજી ભભરાવી, સજાવી દો.
પસંદ મુજબ રોટી, પરાઠા અથવા નાન સાથે પીરસો.
Preparation time 5 minutes
Cooking time 10 minutes
For 2 persons
Ingredients:
Oil 3 tbsp
Fenugreek granules ½ ts
Fennel Seeds 1 ts
Asafoetida Pinch
Garlic Paste ½ ts
Onion chopped 1
Tomato chopped 1
Cauliflower big pcs 250g
Curd ¼ cup
Salt to taste
Turmeric Powder ½ ts
Coriander-Cumin Powder 1 ts
Pickle Masala 2 tbsp
Green Chilli with slit 2
Lemon Juice 1 ts
Fresh Coriander Leaves 1 tbsp
Method:
Heat Oil in a pan.
Add Fenugreen granules, Fennel Seeds, Asafoetida, Garlic Paste, chopped Onion and Salt. Mix well and sauté.
Add chopped Tomato and sauté.
When Tomato soften, add big pieces of Cauliflower, Curd and Turmeric Powder. Mix well. Cover the pan with a lid and leave it until Cauliflower is cooked well.
Now, add Coriander-Cumin Powder, Pickle Masala and Green Chilli. Mix well and continue cooking for a while.
Remove the pan from flame.
Add Lemon Juice and mix well. Remove in a serving bowl.
Sprinkle Fresh Coriander Leaves to garnish.
Serve with Roti, Paratha or Naan of choice.
No Comments