કાજુ ની જલેબી / Kaju ni Jalebi

કાજુ ની જલેબી / Kaju ni Jalebi

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૧૦ જલેબી

 

સામગ્રી:

કાજુ ૨૫૦ ગ્રામ / ૨ કપ

દળેલી ખાંડ ૨૦૦ ગ્રામ

ઘી ૨ ટેબલ સ્પૂન

સજાવટ માટે ચાંદી નો વરખ અને કેસર પાઉડર

 

રીત:

કાજુને અંદાજીત ૫ કલાક માટે પલાળી રાખો.

 

પછી, પાણીમાંથી કાજુ કાઢી લઈ, મીક્ષરની જારમાં લઈ લો અને જીણી પેસ્ટ બનાવી લો. જરૂર જણાય તો જ થોડું પાણી ઉમેરવું, શક્ય હોય તો પાણી ઉમેર્યા વગર જ પેસ્ટ બનાવવી.

 

હવે, કાજુની પેસ્ટ ને એક પૅનમાં લો. એમાં, દળેલી ખાંડ ઉમરી, બરાબર મીક્ષ કરી દો.

 

પછી, પૅનને ધીમા તાપે મુકી, મીશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી સતત હલાવતા રહો.

 

પછી એમાં ઘી ઉમેરી, બરાબર મીક્ષ કરી, પૅનને તાપ પરથી હટાવી લો.

 

હવે, મિશ્રણને એક જાડા અને સ્વચ્છ પ્લાસ્ટિક પર લઈ, એકદમ મસળી લો.

 

કેસર પાઉડર ને પાણીમાં મીક્ષ કરી દો અને એક બાજુ રાખી દો.

 

પછી, થોડું મિશ્રણ પ્લાસ્ટિક પર લઈ, હથેળી વડે રોલ કરી, લાંબી સ્ટીક જેવો આકાર આપો. પછી, એને વાળીને જલેબી જેવો આકાર આપી દો. આ મુજબ બધા મીશ્રણમાંથી જેટલી બને એટલી જલેબી બનાવી લો.

 

બધી જલેબી ઉપર ચાંદીનો વરખ લગાવી દો અને કેસર પાઉડર મીક્ષ કરેલા પાણી વડે, જલેબી ઉપર, મનપસંદ ડીઝાઈન કરી સજાવો.

 

અસલી સ્વાદ માણવા માટે તાજે તાજી જ પીરસો.

Preparation time 20 minutes

Cooking time 10 minutes

Yield 10 pcs

 

Ingredients:

Cashew Nuts 250g / 2 cups

Powder Sugar 200g

Ghee 2 tbsp

Edible Silver Foil and Saffron Powder for garnishing

 

Method:

Soak Cashew Nuts for approx. 5 hours.

 

Then, remove Cashew Nuts from water and take in a jar of mixer. Grind it to fine paste. If it needs, than only add very little water, otherwise, most probably there will not be need of adding water.

 

Now, take Cashew Nuts paste in a pan and add Powder Sugar. Mix well.

 

Then, put pan on low flame. Stir continuously until mixture becomes thick.

 

Then, add Ghee and mix well and remove pan from flame.

 

Now, take mixture on a thick and clean plastic and knead it very well.

 

Mix Saffron Powder with water and keep it a side.

 

Then, take some mixture on plastic and using your palm, roll it to give a shape like long stick. Then, fold it to shape like Jalebi. Prepare number of Jalebi from mixture.

 

Put Edible Silver Foil on all Jalebi and make design of your choice on Jalebi using water mixed with Saffron Powder.

 

Serve Fresh for its best taste.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!