તૈયારી માટે ૨૦ મિનિટ
બનાવવા માટે ૨૦ મિનિટ
૫ સર્વિંગ
સામગ્રી :
તેલ ૧ ટેબલ સ્પૂન
ડુંગળી જીણી સમારેલી ૧
લસણ-મરચા ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન
મેક્સીકન સીઝનિંગ ૨ ટી સ્પૂન
મીઠુ સ્વાદ મુજબ
રાજમા બાફેલા છુંદેલા ૧ કપ
બટેટા બાફેલા છુંદેલા ૧
કેચપ ૧ ટેબલ સ્પૂન
લાલ મરચું પાઉડર
બ્રેડ નો ભુકો જરૂર મુજબ
શેલૉ ફ્રાય માટે તેલ
ખીરા કાકડી ૫
ચીઝ સ્પ્રેડ
ખમણેલી કોબી, કેપ્સિકમ, ગાજર, મેયોનેઝ, કેચપ
(કૉલેસ્લો સલાડ બનાવવા માટે બધુ મીક્ષ કરી દો)
મસ્ટર્ડ સૉસ
ટમેટા ની સ્લાઇસ
ડુંગળી ની સ્લાઇસ
ચીઝ સ્લાઇસ
રીત :
મેક્સીકન ટીક્કી માટે :
એક પૅન માં ધીમા તાપે તેલ ગરમ કરો.
એમા, જીણી સમારેલી ડુંગળી, લસણ-મરચા ની પેસ્ટ, મેક્સીકન સીઝનિંગ અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો અને સાંતડો.
સાંતડાઈ જાય એટલે એક બાઉલમાં લઈ લો.
એમા, બાફેલા અને છુંદેલા રાજમા અને બટેટા, લાલ મરચું પાઉડર અને કેચપ ઉમેરો. બરાબર મિક્સ કરો.
જરૂર મુજબ બ્રેડ નો ભુકો મિક્સ કરી, કઠણ મિક્સચર તૈયાર કરો.
તૈયાર કરેલા મિક્સચરમાંથી સ્ટીક જેવા નાના નાના રોલ બનાવી લો. એક બાજુ રાખી દો.
બધા રોલ શેલૉ ફ્રાય કરી લો.
સેન્ડવિચ બનાવવા માટે :
ખીરા કાકડી ને ઊભી કાપી બે ટુકડામાં કાપી લો.
બન્ને ટુકડાની વચ્ચેથી બી વારો ભાગ ચપ્પુ વડે કાઢી નાખો.
હવે, એક ટુકડાની અંદરના ભાગે ચીઝ સ્પ્રેડ લગાવી દો.
પછી એમા થોડું કૉલેસ્લો સલાડ ભરી દો.
એની ઉપર શેલૉ ફ્રાય કરેલો એક રોલ મુકો.
એની ઉપર થોડો મસ્ટર્ડ સૉસ છાંટી દો.
પછી, થોડો કેચપ છાંટી દો.
એની ઉપર ટમેટા ની એક સ્લાઇસ, ડુંગળી ની એક સ્લાઇસ અને એક ચીઝ સ્લાઇસ ગોઠવી દો.
હવે, એ જ ખીરા કાકડીનો બીજો ટુકડો એની ઉપર મુકી દો.
ખીરા કાકડીના બન્ને ટુકડાઓને જોડવા માટે ટૂથપીક ખોસી દો.
કાકડીનો તાજગીસભર સ્વાદ માણવા માટે તરત જ પીરસો.
ઉનાળાની ગરમીમાં કાકડીનો ઉપયોગ ખુબ જ હિતાવહ છે. તો ગરમીમાં ઉપકારક એવી આ કાકડીનો ઉપયોગ કરી કુકુંબર સબ સેન્ડવિચ બનાવો અને અચુકપણે કાકડી ખાઓ.
Preparation time 20 minutes
Cooking time 20 minutes
Servings 5
Ingredients:
Oil 1 tbsp
Onion fine chopped 1
Chilli-Garlic Paste 1 tbsp
Mexican Seasoning 2 ts
Salt to taste
Kidney Beans boiled and mashed 1 cup
Potato boiled and mashed 1
Ketchup 1 tbsp
Red Chilli Powder
Bread Crumbs as needed
Oil to shallow fry
Cucumber (Kheera Kakdi) 5
Cheese Spread
Shredded Cabbage, Capsicum, Carrot, Mayonnaise, Ketchup
(Mix all to prepare Coleslaw Salad)
Mustard Sauce
Tamato Slices
Onion Slices
Cheese Slices
Method:
For Mexican Tikki:
Heat Oil in a pan on low flame.
Add fine chopped Onion, Chilli-Garlic Paste, Mexican Seasoning and Salt. Mix well while sautéing
When sautéed, remove it in a mixing bowl.
Add boiled and mashed Kidney Beans, Potato, Red Chilli Powder and Ketchup. Mix well.
Add Bread Crumbs as needed to make it stiff. Mix well.
Of prepared mixture, make number of small rolls to stuff inner side of Cucumber.
Shallow fry all prepared rolls.
Assembling Sandwich:
Cut Cucumber vertically in two pieces.
Remove seeds from all pieces of Cucumber.
Apply Cheese Spread on inner side of a piece of Cucumber.
Put Coleslaw Salad to stuff it somehow.
Put one shallow fried roll on it.
Drizzle Mustard Sauce over it.
Drizzle Ketchup over it.
Put one Tomato Slice, Onion Slice and Cheese Slice.
Cover it with another piece of the same Cucumber.
Prick a toothpick to join pieces of cucumber.
Serve immediately to enjoy the real fresh taste of Cucumber.
Cucumber is too good to eat in Hot Summer…
Use it to make it Cucumber Sub Sandwich…
And make it irresistible…
No Comments