કેસરી ભાત / ઝરદા પુલાવ / Kesri Bhaat / Zarda Pulav

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી:

બાસમતી ચોખા ૧/૨ કપ

એલચી ૧

લવિંગ ૪

તજ ૧ ટુકડો

કેસર પાઉડર ચપટી

ઘી ૨ ટેબલ સ્પૂન

કાજુ, બદામ, પીસ્તા, કીસમીસ

ખાંડ ૧/૪ કપ

દુધ ૧/૪ કપ

માવો ૫૦ ગ્રામ

 

રીત:

બાસમતી ચોખા ૩૦ મિનિટ માટે પલાળી દો.

 

પછી એમાં, એલચી, લવિંગ, તજ, કેસર પાઉડર આ જરૂર મુજબ પાણી ઉમેરી, છુટા જ પકાવી લો. (પ્રેશર કૂકર માં નહી).

 

ચોખા ૭૦% જેટલા પાકી જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો અને ભાત ઓસાવી લો. (ગરણી વડે પાણી કાઢી નાખો).

 

હવે, એક પૅનમાં ઘી ગરમ કરો અને એમાં સુકો મેવો સાંતડી લો.

 

પછી એમાં, ભાત, ખાંડ અને દુધ ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

પછી, માવો ઉમેરી, બરાબર મીક્ષ કરી, ૫ થી ૧૦ મિનિટ માટે ધીમા તાપે, થોડી થોડી વારે હલાવતા રહી, પકાવો.

 

કેસરી ભાત / ઝરદા પુલાવ તૈયાર છે.

 

તાજો અને ગરમા ગરમ પીરસો.

Preparation time 5 minutes

Cooking time 20 minutes

For 4 Persons

 

Ingredients:

Basmati Rice ½ cup

Cardamom 1

Clove 4

Cinnamon 1 pc

Saffron Powder Pinch

Ghee 2 tbsp

Cashew Nuts, Almonds, Pistachio, Raisins

Sugar ¼ cup

Milk ¼ cup

Milk Khoya 50g

 

Method:

Soak Rice for 30 minutes.

 

Then, add Cardamom, Clove, Cinnamon, Saffron Powder, water as needed and cook in a pan (not in pressure cooker).

 

When Rice is cooked approx 70%, using strainer, drain water.

 

Now, heat Ghee in a pan. Add dry fruits and sauté.

 

Then, add cooked Rice, Sugar and Milk. Mix well.

 

Add Milk Khoya and mix well. Continue cooking for 5 to 10 minutes on low flame while mixing occasionally.

 

Kesri Bhat / Zarda Pulav is ready.

 

Serve Fresh and Hot.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!