ક્રીસ્પી કોઇન્સ / Crispy Coins

ક્રીસ્પી કોઇન્સ / Crispy Coins

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૧૦ નંગ આશરે

 

સામગ્રી :

ચોખા નો લોટ ૧ કપ

અડદ દાળ ૧ ટેબલ સ્પૂન

(સુકી સેકેલી, પીસેલો પાઉડર)

જીરું ૧/૨ ટી સ્પૂન

તલ ૧/૨ ટી સ્પૂન

હિંગ ચપટી

મીઠુ સ્વાદ મુજબ

માખણ ૧ ટેબલ સ્પૂન

તળવા માટે તેલ

 

રીત :

એક બાઉલમાં ચોખા નો લોટ લો.

 

એમા અડદ દાળ નો પાઉડર, જીરું, તલ, હિંગ અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

પછી, માખણ ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટમાંથી નાની નાની, આછી, ગોળ પુરીઓ, સીક્કા જેવી વણી લો.

 

એક કડાઈમાં તળવા માટે ધીમા તાપે તેલ ગરમ કરો.

 

બધી પૂરીઓ ધીમા તાપે તળી લો. બન્ને બાજુ બરાબર તળવા માટે થોડી વારે બધી પુરી તેલમાં ઉલટાવો.

 

તળાય જાય પછી ઠંડા થવા માટે થોડી વાર રાખી મુકો.

 

એરટાઇટ બરણીમાં ભરી લો અને ઈચ્છા મુજબ ગમે ત્યારે ઉપયોગમાં લો.

 

તમારા પ્રિય ટીવી કાર્યક્રમો જોતા જોતા આ કરકરા કોઇન્સ કકળાવો.

Preparation time 15 minutes

Cooking time 10 minutes

Yield 10 pcs approx

 

Ingredients:

Rice Flour 1 cup

Skinned and Split Black Gram 1 tbsp

(dry roasted and crushed to fine powder)

Cumin Seeds ½ ts

Sesame Seeds ½ ts

Asafoetida Powder Pinch

Salt to taste

Butter 1 tbsp

Oil to fry

 

Method:

Take Rice Flour in a bowl.

 

Add Skinned and Split Black Gram Powder, Cumin Seeds, Sesame Seeds, Asafoetida Powder and Salt. Mix well.

 

Add Butter and mix well.

 

Knead stiff dough adding little water slowly as needed.

 

Prepare number of small, thin round shape pieces.

 

Heat Oil to deep fry on low flame.

 

Deep fry both sides of prepared round pieces on low flame.

 

Leave them to cool off.

 

Store in an airtight container to use later whenever needed.

 

Enjoy your favourite TV shows while crunching Crunchy Coins…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!