તૈયારી માટે ૫ મિનિટ
બનાવવા માટે ૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી :
તેલ ૨ ટેબલ સ્પૂન
રાય ૧ ટી સ્પૂન
જીરું ૧/૨ ટી સ્પૂન
હિંગ ચપટી
મોગરી સમારેલી ૧૦૦ ગ્રામ
હળદર ૧/૨ ટી સ્પૂન
લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન
ધાણાજીરું ૧ ટી સ્પૂન
મીઠુ સ્વાદ મુજબ
ખાટી છાસ અથવા ખાટું દહી ૧/૨ કપ
બેસન ૧/૪ કપ
રીત :
એક બાઉલમાં ખાટી છાસ અથવા ખાટું દહી લો.
એમા બેસન ઉમેરો અને બરાબર મિક્સ કરી દો. જરૂર લાગે તો બ્લેંડર ફેરવી દો. કોઈ ગઠાં ના રહી જાય એ ખાસ જોવું. એક બાજુ રાખી દો.
એક પૅન માં તેલ ગરમ કરો.
એમા રાય, જીરું અને હિંગ ઉમેરો.
તતડે એટલે સમારેલી મોગરી ઉમેરો અને સાંતડો.
સાંતડાઈ જાય એટલે હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો અને ૩ થી ૪ મિનિટ માટે મધ્યમ તાપે પકાવો.
હવે, છાસ અથવા દહી નું મિશ્રણ ઉમેરો. મિક્સ કરો અને બરાબર પકાવો.
મોગરીના અસલી તમતમતા સ્વાદનો ચટકો, દહી/છાસ ની તાજી ખટાશ સાથે માણવા, તાજે તાજુ જ અને ગરમા ગરમ જ પીરસો.
Preparation time 5 minutes
Cooking time 15 minutes
For 2 Persons
Ingredients:
Oil 2 tbsp
Mustard Seeds 1 ts
Cumin Seeds ½ ts
Asafoetida Powder Pinch
Mogri (Radish Pods) chopped 100 gm
Turmeric Powder ½ ts
Red Chilli Powder 1 ts
Coriander-Cumin Powder 1 ts
Salt to taste
Butter Milk or Curd (sour tasted) ½ cup
Gram Flour ¼ cup
Method:
Take sour tasted Buttermilk or Curd in a bowl. Mix Gram Flour and mix well. Use blender or whisker if needed. Please don’t leave any lump of Gram Flour. Keep it a side.
Heat Oil in a pan. Add Mustard Seeds, Cumin Seeds and Asafoetida Powder. When spluttered, add chopped Radish Pods and sauté. Add Turmeric Powder, Red Chilli Powder, Coriander-Cumin Powder and Salt. Mix well and cook on medium flame for 3-4 minutes.
Add prepared mixture of Buttermilk/Curd. Mix and cook very well.
Serve Fresh and Hot to Have Real Sour and Peppery Taste of…SOUR MOGRI…
No Comments