ગગન ગાંઠીયા / Gagan Gathiya

ગગન ગાંઠીયા / Gagan Gathiya

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૦ નંગ

 

સામગ્રી:

મેંદો ૧ કપ

રવો ૧/૪ કપ

ઘી ૧/૪ કપ

ખાંડ ૧/૨ કપ

તળવા માટે ઘી

 

રીત:

મેંદો અને રવો એકીસાથે એક કથરોટમાં લઈ લો.

 

એમાં, ઘી ઉમેરી, બરાબર મીક્ષ કરી, થોડું પાણી ઉમેરી, કઠણ લોટ બાંધી લો. બહુ મસળવો નહી.

 

હવે, બાંધેલા લોટમાંથી થોડો લોટ લઈ, હથેળી વડે પાતળા મુઠીયા જેવો આકાર આપો. આ રીતે બાંધેલા લોટમાંથી મુઠીયા વાળી લો.

 

પછી, તળવા માટે મધ્યમ તાપે ઘી ગરમ કરો.

 

ગરમ ઘી માં મુઠીયા તળવા માટે ઉમેરો. તળવા દરમ્યાન ગાંઠીયા (મુઠીયા) હલાવવા કે ઉથલાવવા નહી પરંતુ થોડી થોડી વારે પૅન હલાવીને પૅનમાં ગાંઠીયા ફેરવતા રહો જેથી ગાંઠીયા બધી બાજુ બરાબર તળાય. ગાંઠીયા ગુલાબી જેવા થાય એટલે પૅનમાંથી કાઢી લઈ એક બાજુ રાખી દો.

 

હવે, એક પૅનમાં ખાંડ લઈ, ખાંડ ઢંકાય એટલું જ પાણી ઉમેરી, મધ્યમ તાપે પૅન મુકો. ધીમે ધીમે સતત હલાવતા રહી, ૨ તાર ની ચાસણી તૈયાર કરી લો. ચાસણી તૈયાર થઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.

 

હવે, તળેલા ગાંઠીયાને આ ચાસણીમાં નાખી, હળવે હળવે હલાવી, બધા ગાંઠીયા, ચાસણીથી બરાબર કોટ કરી લો. ગાંઠીયા ભાંગી ના જાય એ ખ્યાલ રાખવો.

 

કોટ કરેલા બધા ગાંઠીયા ચાસણીમાંથી કાઢી લઈ, એક પ્લેટ પર છુટા છુટા ગોઠવી દો જેથી ચાસણી સુકાતા એકબીજા સાથે ચોંટી ના જાય.

 

બધા ગાંઠીયા પર ચાસણી સુકાય જાય એટલે ગગન ગાંઠીયા તૈયાર.

 

તાજે તાજા પીરસો અથવા એરટાઇટ બરણીમાં ભરી દો.

Preparation time 10 minutes

Cooking time 15 minutes

10 pcs

 

Ingredients:

Refined White Wheat Flour (Maida) 1 cup

Semolina ¼ cup

Ghee ¼ cup

Sugar ½ cup

Ghee to deep fry

 

Method:

Take Refined White Wheat Flour and Semolina in a kneading bowl.

 

Add Ghee and mix very well. Add little water and knead stiff dough. No need to knead much.

 

Now, take a pinch of prepared dough and take it in the middle of your palm and give a small fist roll shape. Prepare number of fist roll.

 

Heat Ghee to deep fry on medium flame.

 

Put prepared fist rolls in heated Ghee to deep fry. Please, don’t shake or flip while deep frying but frequently, shake deep frying pan slowly to deep fry Gathiya all around very well. When they become light pinkish, remove Gathiya from pan and keep a side.

 

Now, take Sugar in a pan. Add water enough only to cover Sugar in pan and put pan on medium flame. Stir it continuously and slowly and prepare 2 string syrup. When syrup is ready, remove pan from flame.

 

Now, add prepared Gathiya in syrup and slowly shake them in syrup to coat them all around very well. Take care of not breaking or crushing Gathiya while coating.

 

Remove all coated Gathiya from syrup and arrange them on a plate separate from each other to prevent sticking due to drying syrup.

 

When coating is dried well on all Gathiya, Gagan Gathiya is ready.

 

Serve fresh or store in an airtight container.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!