ગીરમીત / Girmit

ગીરમીત / Girmit

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી:

મસાલા માટે:

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧/૪ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

લીમડો ૫ પાન

લીલા મરચાં સમારેલા ૨

ડુંગળી સમારેલી ૨

લસણ સમારેલું ૧ ટી સ્પૂન

આમલીનો પલ્પ ૧/૪ કપ

ગોળ ૧ ટેબલ સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

એસેમ્બલ:

મમરા ૨ કપ

દારીયા નો પાઉડર ૨ ટેબલ સ્પૂન

ડુંગળી સમારેલી ૨ ટેબલ સ્પૂન

ટમેટાં સમારેલા ૨ ટેબલ સ્પૂન

ચાટ મસાલા સ્વાદ મુજબ

સેવ ૨ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

તળેલા લીલા મરચાં

 

રીત:

મસાલા માટે:

એક પૅનમાં તેલ ગરમ કરો.

 

એમાં, રાય, જીરું, લીમડો, સમારેલા લીલા મરચાં, ડુંગળી, લસણ ઉમેરી, સાંતડી લો.

 

પછી એમાં, આમલીનો પલ્પ અને ગોળ ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

પછી, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, મીઠું ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

મસાલો તૈયાર છે.

 

અસેમ્બ્લિંગ માટે:

એક બાઉલમાં મમરા લો.

 

એમાં, તૈયાર કરેલો મસાલો ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

પછી એમાં, દારીયાનો પાઉડર, સમારેલી ડુંગળી, ટમેટાં અને ચાટ મસાલો ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

હવે, એને એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

સેવ અને ધાણાભાજી ભભરાવી, સજાવી દો.

 

તળેલા લીલા મરચાં સાથે તાજગીસભર સ્વાદ માટે તરત જ પીરસો.

Preparation time 5 minutes

Cooking time 5 minutes

For 2 persons

 

Ingredients:

For Masala:

Oil 1 tbsp

Mustard Seeds ¼ ts

Cumin Seeds ½ ts

Curry Leaves 5

Green Chilli chopped 2

Onion chopped 2

Garlic chopped 1 ts

Tamarind Pulp ¼ cup

Jaggery 1 tbsp

Turmeric Powder ½ ts

Red Chilli Powder 1 ts

Coriander-Cumin Powder ½ ts

Salt to taste

 

Assemble:

Puffed Rice (Mamra) 2 cup

Baked Salted Gram Powder 2 tbsp

Onion chopped 2 tbsp

Tomato chopped 2 tbsp

Chat Masala to taste

Vermicelli (Sev) 2 tbsp

Fresh Coriander Leaves 1 tbsp

 

Fried Green Chilli for serving

 

Method:

For Masala:

Heat Oil in a pan.

 

Add Mustard Seeds, Cumin Seeds, Curry Leaves, chopped Green Chilli, Onion, Garlic and sauté well.

 

When sautéed, add Tamarind Pulp and Jaggery. Mix well.

 

Add Turmeric Powder, Red Chilli Powder, Coriander-Cumin Powder, Salt and mix well.

 

Masala is ready.

 

For Assembling:

Take Puffed Rice in a bowl.

 

Add prepared Masala and mix well.

 

Add Baked Salted Gram Powder, chopped Onion, Tomato and Chat Masala. Mix well.

 

Take in a serving bowl.

 

Sprinkle Vermicelli and Fresh Coriander Leaves to garnish.

 

Serve with fried Green Chilli, immediately after assembling for fresh taste.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!