ઘેવર / Gheur

ઘેવર / Gheur

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

મેંદો ૧ કપ

છાસ ૧/૪ કપ

તાજા લીલા વટાણા પીસેલા ૧ ટેબલ સ્પૂન

આદુ-મરચા ની પેસ્ટ ૧ ટી સ્પૂન

અજમા ૧/૨ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

તળવા માટે તેલ

 

રીત :

એક બાઉલમાં મેંદો લો. એમા છાસ અને થોડું પાણી ઉમેરો. બરાબર ફીણી લો અને ઢીલું ખીરું તૈયાર કરી લો. ગઠાં ના રહી જાય એ ખાસ જોવું. આશરે ૨ કલાક માટે રાખી મુકો.

 

પછી, તૈયાર કરેલા ખીરામાં પીસેલા તાજા લીલા વટાણા, આદુ-મરચા ની પેસ્ટ, અજમા, મીઠુ અને ધાણાભાજી ઉમેરો. બરાબર મિક્સ કરો. એક બાજુ રાખી દો.

 

એક કડાઈમાં તળવા માટે મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

તેલ ગરમ થઈ જાય એટલે તાપ ધીમો કરી દો.

 

હાથના ૪ આંગળા સાથે રાખી, ચમચા ની જેમ એમા તૈયાર કરેલું ખીરું લઈ, ગરમ થયેલા તેલની સપાટી ઉપર ઝડપથી ફેલાવીને રેડી દો. ખીરું એકદમ ઢીલું હોવાથી, અનેક વખત આ રીતે લઈને ગરમ તેલમાં રેડવું પડશે.

 

નીચેની બાજુ બરાબર તળાય જાય એટલે તેલમાંથી કાઢી લઈ, એક સર્વિંગ પ્લેટ પર મુકી દો.

 

જી હાં, બન્ને બાજુ તળવાનું નથી.

 

તાજા અને ગરમા ગરમ ઘેવર પીરસો અને આપના માનમોંઘા મહેમાનની, કાશ્મીરી રીત પ્રમાણે મહેમાનગતી કરો.

 

કાશ્મીરની આ એક પરંપરાગત વાનગી છે. ખાસ કરીને, ઘરે પહેલી જ વખત આવતા મહેમાન, જેવા કે, પુત્રવધુ, જમાઈ, જ્યારે લગ્ન પછી પહેલી જ વખત ઘરે આવે, ત્યારે ખાસ, ઘેવર બનાવીને જમાડવામાં આવે છે.

 

પૃથ્વી પરના સ્વર્ગ, કાશ્મીર થી મળેલી સોગાદ, ઘેવર.

Preparation time 5 minutes

Cooking time 10 minutes

For 2 Persons

 

Ingredients:

Refined White Wheat Flour (Maida) 1 cup

Buttermilk ¼ cup

Fresh Green Peas crushed 1 tbsp

Ginger-Chilli Paste 1 ts

Carom Seeds ½ ts

Salt to taste

Fresh Coriander Leaves 1 tbsp

Oil to deep fry

 

Method:

Take Refined White Wheat Flour in a bowl. Add Buttermilk and little water. Whisk it well to prepare thin batter. Make sure not to leave lumps. Leave it to rest for 2 hours.

 

Add crushed Green Peas, Ginger-Chilli Paste, Carom Seeds, Salt and Fresh Coriander Leaves and mix well. Keep it a side.

 

Heat Oil in a deep fry pan. When Oil is heated, reduce to low flame, scoop prepared batter in hand and pour spreading over the surface of heated Oil. You will need to scoop batter many times as it is very thin. When bottom side is fried well, remove it from the pan and put it on a serving plate. Yes, we are not frying both sides.

 

Serve Hot and Fresh to Your Important Guests to Welcome like in Kashmir…with…GHEUR…

 

This is very traditional Kashmiri recipe. Gheur is served to welcome guests visiting home very first time. i.e. Daughter-in-Law, Son-in-Law visiting very first time after wedding, are welcomed with GHEUR…in Kashmir.

 

A Gifted Food from the Heaven on the Earth…The Kashmir…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!