તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૧૦ મિનિટ
૫-૭ ઘુઘરા
સામગ્રી :
પડ માટે :
મેંદો ૧ કપ
તેલ ૨ ટેબલ સ્પૂન
માખણ ૧ ટેબલ સ્પૂન
ચોખા નો લોટ ૨ ટી સ્પૂન
અટામણ માટે મેંદો
પુરણ માટે :
ચવાણું ૨ કપ
ચણા દાળ બાફેલી ૨ ટેબલ સ્પૂન
ખાંડ ૩ ટેબલ સ્પૂન
સાઈટ્રિક એસિડ ૧/૪ ટી સ્પૂન
(ચવાણું માં ના હોય તો જ)
આદુ-મરચા ની પેસ્ટ ૨ ટેબલ સ્પૂન
ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન
લાલ મરચું પાઉડર ૧/૨ ટી સ્પૂન
ધાણાજીરું ૧ ટી સ્પૂન
મીઠુ સ્વાદ મુજબ
ડુંગળી જીણી સમારેલી ૧
ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન
સુકો મેવો (કાજુ, કિસમિસ વગેરે) ૧ ટેબલ સ્પૂન
તળવા માટે તેલ
રીત :
પડ માટે :
એક બાઉલમાં મેંદો લો. એમા તેલ ઉમેરો અને બરાબર મિક્સ કરો.
જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ, જરા કઠણ લોટ બાંધી લો. આશરે ૧૦ મિનિટ માટે બાંધેલો લોટ રાખી મુકો.
પુરણ માટે :
મીક્ષરની જારમાં ચવાણું લો. પીસી લો. એક પૅન માં લઈ લો.
એમા, બાફેલી ચણા દાળ અને ખાંડ ઉમેરો અને ખાંડ ઓગળી જાય ત્યા સુધી ધીમા તાપે ગરમ કરો.
પછી, એક બાઉલમાં લઈ લો અને ઠંડુ થવા રાખી મુકો.
પછી, એમા સાઈટ્રિક એસિડ, આદુ-મરચા ની પેસ્ટ, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, મીઠુ, જીણી સમારેલી ડુંગળી, ધાણાભાજી અને સુકો મેવો ઉમેરો. બરાબર મિક્સ કરી દો. એક બાજુ રાખી દો.
પડ બનાવવા માટે :
એક બાઉલમાં ચોખા અને માખણ લો. બરાબર મિક્સ કરી પેસ્ટ બનાવી લો. એક બાજુ રાખી દો.
મેંદા નો બાંધેલો લોટ ફરી ૫ મિનિટ માટે મસળો.
એમાંથી ૩ આછી રોટલી વણી લો.
હવે, એક રોટલી ઉપર ચોખાના લોટની બનાવેલી પેસ્ટ લગાવો અને એની ઉપર બીજી એક રોટલી મુકો.
એની ઉપર પણ ચોખાના લોટની પેસ્ટ લગાવો અને ઉપર બીજી એક રોટલી મુકો.
એની ઉપર પણ ચોખાના લોટની પેસ્ટ લગાવો. એને વાળીને રોલ બનાવી લો અને રોલના નાના ટુકડા કાપી લો.
હવે, દરેક ટુકડાને વણીને નાની પુરી બનાવી લો. સરળતાથી વણવા માટે અટામણ માટેના મેંદામાં રગદોળી, કોટ કરો.
ઘુઘરા બનાવવા માટે :
એક પુરી લો. પુરીની એક બાજુ પર (વચ્ચે નહીં) બનાવેલું પુરણ મુકો. પુરીને બીજી બાજુથી વાળી, પુરણ રેપ કરી, ઘુઘરાનો આકાર આપો અને ફોર્ક વડે સીલ કરી લો.
આ રીતે બધા ઘુઘરા તૈયાર કરી લો.
તળવા માટે ધીમા તાપે તેલ ગરમ કરો.
તૈયાર કરેલા બધા ઘુઘરા વારાફરતી ધીમા તાપે તળી લો. બન્ને બાજુ બરાબર તળવા માટે થોડી વારે બધા ઘુઘરા તેલમાં ફેરવો. આછા ગુલાબી થઈ જાય એવા તળો.
ગરમા ગરમ ચવાણું ઘુઘરા, ગરમા ગરમ મસાલા ચા સાથે પીરસો.
સુસ્તીભરી સવારે, ગરમા ગરમ મસાલા ચા સાથે ચવાણું ઘુઘરા મમળાવો.
Preparation time 10 minutes
Cooking time 10 minutes
Yield 5-7 Ghughra
Ingredients:
For Outer Layer:
Refined White Wheat Flour (Maida) 1 cup
Oil 2 tbsp
Butter 1 tbsp
Rice Flour 2 ts
Refined White Wheat Flour for rolling
For Stuffing:
Chavanu 2 cup
Skinned and Split Gram boiled 2 tbsp
Sugar 3 tbsp
Citric Acid (if not used in Chavanu) Pinch
Ginger-Chilli Paste 2 tbsp
Garam Masala ½ ts
Red Chilli Powder ½ ts
Coriander-Cumin Powder 1 ts
Salt to taste
Onion finely chopped 1
Fresh Coriander Leaves 1 tbsp
Dry Nuts (Cashew Nuts, Raisins) 1 tbsp
Oil to deep fry
Method:
For Outer Layer:
Take Refined White Wheat Flour in a bowl. Add Oil and mix well. Knead semi stiff dough adding water as needed. Leave it to rest for at least 10 minutes.
For Stuffing:
Take Chvanu in a dry grinding jar of mixer. Crush it. Take it in a pan.
Add boiled Skinned and Split Gram and Sugar. Cook it on low flame until Sugar gets melted. Remove it in a bowl. Leave it to cool off.
Add Citric Acid, Ginger-Chilli Paste, Garam Masala, Red Chilli Powder, Coriander-Cumin Powder, Saltm finely chopped Onion, Fresh Coriander Leaves and Dry nuts. Mix very well. Keep it a side.
Preparing Outer Layer:
Mix well Rice Flour and Butter. Mix well. Keep it a side.
Knead prepared dough for 5 minutes again.
Roll 3 thin Roti using prepared dough of Refined White Wheat Flour.
Apply Rice Flour-Butter mixture on 1 Roti. Put another Roti on it. Apply Rice Flour-Butter mixture. Put another Roti. Apply Rice Flour-Butter mixture. Fold to make a roll of it. Cut it in small pieces.
Roll small Puri (round shape) of each piece. Coat each piece with Dry Refined White Wheat Flour to roll easily.
For Assembling:
Take 1 small Puri. Put prepared stuffing on a side of Puri. Fold Puri to cover the stuffing to give Ghughra (Farre) shape. Seal using Fork.
Heat Oil to deep fry.
Deep fry all prepared Ghughra on low flame. Flip to deep fry both sides to light brownish.
Serve Hot Chavanu Ghughra with Hot Spiced Tea.
Make your lazy morning foodie with munching CHAVANU GHUGHRA…
No Comments