ચીરટ્ટા પુટ્ટુ / Chiratta Puttu / Steamed Rice Ball

ચીરટ્ટા પુટ્ટુ / Chiratta Puttu / Steamed Rice Ball

તૈયારી માટે ૨ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ચોખા નો લોટ કરકરો ૧ કપ

તાજો નારિયળ પાઉડર ૨ ટેબલ સ્પૂન

દળેલી ખાંડ ૨ ટેબલ સ્પૂન

સુકુ નારિયળ ખમણ ૨ ટેબલ સ્પૂન

ઘી ૧ ટેબલ સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

કોપરું કાઢી લીધેલું ખાલી સુકુ નારિયળ (વાટકા જેવુ) મોલ્ડ તરીકે ઉપયોગમાં લેવા માટે

 

રીત :

એક નોન-સ્ટીક પૅન ધીમા તાપે ગરમ કરો. એની ઉપર ચોખા નો લોટ સેકી લો.

 

આછો ગુલાબી સેકાય જાય એટલે એમા ઘી, દળેલી ખાંડ અને ચપટી જેટલુ મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

થોડું પાણી (૧/૪ કપ થી પણ ઓછું) ઉમેરો અને બરાબર હલાવો.

 

સુકા નારિયળ ના વાટકામાં તાજો નારિયળ પાઉડર લો. એમા તૈયાર કરેલું ચોખાના લોટનું મિક્સચર ઉમેરો. અંદર કોઈ પરપોટા ના રહે એ માટે હળવેથી દબાવીને ગોઠવી લો.

 

એની ઉપર સુકુ નારિયળ ખમણ છાંટી દો.

 

બરાબર સ્ટીમ કરી લો. સ્ટીમ થઈ જાય એટલે ૩ થી ૪ મિનિટ માટે જરા ઠંડુ થવા માટે રાખી મુકો. પછી, સુકા સુકા નારિયળ ના વાટકામાંથી કાઢી લો.

 

પસંદગીના કોઈ રસદાર શાક સાથે પીરસો.

 

ભારતના નંબર ૧ પ્રવાસી રાજ્ય, કેરળ નો, એકદમ પૌષ્ટિક નાસ્તો.

Preparation time 2 minutes

Cooking time 10 minutes

For 2 Persons

 

Ingredients:

Rice Flour coarse 1 cup

Fresh Coconut powder 2 tbsp

Sugar Powder 2 tbsp

Dry Coconut grated 2 tbsp

Ghee 1 tbsp

Salt to taste

Dry Coconut Shell (bowl shaped) to use as a mould.

 

Method:

Pre-heat a non-stick pan on low flame. Roast Rice Flour on pre-heated pan.

 

When it is roasted to light pink, add Ghee, Sugar Powder and pinch full of Salt. Mix well.

 

Add little water (approx less than ¼ cup) and stir well.

 

Take Fresh Coconut Powder in Dry Coconut Shell. Add prepared Rice Flour mixture. Press it slowly to avoid any air bubble inside the mixture. Sprinkle grated Dry Coconut.

 

Steam it well. When steamed, leave it for 3-4 minutes. Unmould from Dry Coconut Shell.

 

Serve with a saucy curry of choice.

 

Very Healthy…One Of the Healthiest Breakfast…from the Best Destination in India…Kerala…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!