ચોકો પીનટ બાર / Choco Peanut Bar

ચોકો પીનટ બાર / Choco Peanut Bar

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૧૦ બાર આશરે

 

સામગ્રી :

ખાંડ ૧/૪ કપ

ખારી સીંગ નો કરકરો પાઉડર ૧ કપ

પીનટ બટર ૧ ટેબલ સ્પૂન

ક્રીમ ૨ ટી સ્પૂન

ચોકલેટ સ્લેબ ૫૦ ગ્રામ

ગ્રીસીંગ માટે ઘી

 

રીત :

એક પૅન માં ખાંડ લો.

 

પૅન માં ખાંડ ઢંકાય ફક્ત એટલું જ પાણી ઉમેરો.

 

ધીમા તાપે આ પૅન મુકો અને ૧ તાર ની ચાસણી તૈયાર કરી લો.

 

૧ તાર ની ચાસણી તૈયાર થઈ જાય એટલે તરત જ એમા ખારી સીંગ નો કરકરો પાઉડર, પીનટ બટર અને ક્રીમ ઉમેરો. ધીમા તાપે ધીરે ધીરે હલાવીને બરાબર મિક્સ કરો.

 

એક ડીશ પર ઘી લગાવી દો અને એક બાજુ રાખી દો.

 

મિક્સચર જરા કઠણ થઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો અને તરત જ ઘી લગાવેલી ડીશમાં આ મિક્સચર લઈ લો અને ડીશમાં સમથળ પાથરી દો.

 

પછી, તરત જ, મિક્સચર ગરમ જ હોય ત્યારે જ, એની ઉપર ખમણેલી ચોકલેટ છાંટી દો. આપોઆપ ચોકલેટ ઓગળી જશે.

 

કમ સે કમ ૧ કલાક માટે ફ્રીજમાં રાખી દો.

 

પસંદ મુજબ આકારના નાના નાના ટુકડા કાપી લો અને ઠંડા ઠંડા જ પીરસો.

 

યમ્મી યમ્મી ચોકલેટ્ટી ચોકો પીનટ બાર.

Preparation time 5 minutes

Cooking time 10 minutes

Yield 10 Bars approx.

 

Ingredients:

Sugar ¼ cup

Salted-Roasted Peanuts 1 cup

(crushed)

Peanut Butter 1 tbsp

Cream 2 ts

Chocolate slabs 50g

Ghee for greasing a dish

 

Method:

Take Sugar in a pan. Add water enough to cover Sugar in the pan. Put it on low flame and prepare 1 string syrup.

 

When 1 string syrup is ready, add crushed Salted-Roasted Peanuts, Peanut Butter and Cream. Continue stirring the mixture on low flame.

 

Grease a dish with Ghee and keep a side.

 

When mixture becomes bit thick, pour it in greased dish.

 

Immediately, sprinkle grated Chocolate over it, when it is still hot. Chocolate will get melted itself.

 

Keep it in refrigerator for approx 1 hour to set.

 

Cut it in small pieces of the shape of your choice and serve fridge cold.

 

Yum Yum with Yummy Yummy Chocolatty Choco Peanuts Bar…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!