દાળ ના ફૅરરે / દાળ ના ઘુઘરા / સ્ટીમ્ડ ફૅરરે / Dal na Farre / Dal na Ghuhgra / Farre / Steamed Farre / Lentils Farre

દાળ ના ફૅરરે / દાળ ના ઘુઘરા / સ્ટીમ્ડ ફૅરરે / Dal na Farre / Dal na Ghuhgra / Farre / Steamed Farre / Lentils Farre

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૧૨-૧૫ નંગ

 

સામગ્રી :

લોટ માટે :

મેંદો ૧/૨ કપ

રવો / સુજી ૧/૪ કપ

ચોખા નો લોટ ૧/૨ કપ

તેલ ૧ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

મીઠુ સ્વાદ મુજબ

 

પુરણ માટે :

ચણા દાળ ૧ કપ

આદુ ખમણેલો ૧ ટી સ્પૂન

મરચા જીણા સમારેલા ૩

આમચુર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

ધાણાભાજી ૨ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

 

વઘાર માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

હીંગ ચપટી

મરચા જીણા સમારેલા ૧

લીમડો ૩-૪ પાન

તલ ૧ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

ખાંડ ૧/૨ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

 

સાથે પીરસવા માટે ચટણી અથવા કેચપ

 

રીત :

લોટ માટે :

એક કથરોટમાં મેંદો, રવો અને ચોખા નો લોટ લો. બરાબર મીક્ષ કરો.

 

તેલ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

સોડા-બાય-કાર્બ અને મીઠુ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

જરૂર મુજબ પાણી ઉમેરતા જઇ, જરા કઠણ લોટ બાંધી લો.

 

પુરણ માટે :

કમ સે કમ ૨ કલાક માટે ચણા દાળ પલાળી દો. પછી, પાણી કાઢી નાખો.

 

પછી, પલાળેલી ચણા દાળ, મીક્ષરની જારમાં લો.

 

એમા, ખમણેલો આદુ, સમારેલા મરચા, આમચુર, ગરમ મસાલો, ધાણાભાજી અને મીઠુ ઉમેરો. પાણી બિલકુલ નહી. કરકરું પીસી લો.

 

ફૅરરે / ગુજીયા / ઘુઘરા માટે :

બાંધેલા લોટમાંથી નાની નાની પુરીઓ વણી લો.

 

એક પુરી લો અને એની વચ્ચે ૧ થી ૨ ટેબલ સ્પૂન જેટલુ પુરણ મુકો. પછી, પુરીના છેડા વાળી લઈ, જરા પાણી નો ઉપયોગ કરી, છેડા ચોંટાડી, ઘુઘરા જેવો આકાર આપો.

 

આ રીતે બધા ઘુઘરા તૈયાર કરી લો.

 

એક સ્ટીમરમાં પાણી ગરમ કરવા મુકો.

 

સ્ટીમરની પ્લેટ પર. તૈયાર કરેલા ઘુઘરા અલગ અલગ ગોઠવી દો. એકબીજાની ઉપર ના મુકવા.

 

સ્ટીમરમાં પાણી ગરમ થાય એટલે ઘુઘરા ગોઠવેલી પ્લેટ, સ્ટીમરમાં મુકી, સ્ટીમ કરી લો.

 

સ્ટીમ થઈ જાય એટલે સ્ટીમરમાંથી બધા ઘુઘરા બહાર કાઢી અલગ અલગ રાખી દો.

 

વઘાર માટે :

એક પૅન માં ધીમા તાપે તેલ ગરમ કરો.

 

એમા રાય, જીરું, હીંગ, લીમડો, સમારેલા મરચા, તલ ઉમેરો.

 

તતડે એટલે સ્ટીમ કરેલા ઘુઘરા ઉમેરો.

 

હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, ખાંડ અને મીઠુ ઉમેરો. પુરણમાં પણ મીઠુ ઉમેરેલું છે, એ ખ્યાલ રાખીને વઘારમાં મીઠુ ઉમેરવું.

 

ઘુઘરા તુટી ના જાય એ કાળજી રાખી, ધીરે ધીરે ઉપર-નીચે ફેરવી, બરાબર મીક્ષ કરી લો. બળી ના જાય એ માટે ધીમા તાપે જ મીક્ષ કરો. ૨ થી ૩ મિનિટ લાગશે.

 

ચટણી અથવા કેચપ સાથે ગરમ ગરમ પીરસો.

 

સ્વાદીષ્ટ સ્ટીમ્ડ ફૅરરે.

Preparation time 10 minutes

Cooking time 20 minutes

Yield 12-15 pcs

 

Ingredients:

For Dough:

Refined White Wheat Flour ½ cup

Semolina ¼ cup

Rice Flour ½ cup

Oil 1 ts

Soda-bi-Carb pinch

Salt to taste

For Filling:

Skinned and Split Gram 1 cup

Ginger grated 1 ts

Green Chilli chopped small 3

Mango Powder 1 ts

Garam Masala 1 ts

Fresh Coriander Leaves 2 ts

Salt to taste

For Tempering:

Oil 1 tbsp

Mustard Seeds ½ ts

Cumin Seeds ½ ts

Asafoetida Powder Pinch

Green Chilli chopped small 1

Curry Leaves 3-4

Sesame Seeds 1 ts

Turmeric Powder ½ ts

Red Chilli Powder 1 ts

Garam Masala ½ ts

Sugar ½ ts

Salt to taste

For Serving:

Chutney or Ketchup

Method:

For Dough:

In a kneading bowl, take Refined White Wheat Flour, Semolina and Rice Flour. Mix well. Add Oil and mix well. Add Soda-bi-Card and Salt. Mix well. Add water as needed and knead semi stiff dough.

 

For Filling:

Soak Skinned and Split Gram for at least 2 hours. Strain it.

 

Take Skinned and Split Gram in wet grinding jar of your mixer. Add grated Ginger, chopped Green Chilli, Mango Powder, Garam Masala, Fresh Coriander Leaves and Salt. No water please. Grind to coarse texture.

 

For Farre:

Roll number of small flat breads (Puri) from dough. Put 1-2 tbsp of filling mixture in the middle of flat bread. Stick border to give Gujiya / Ghughra / Farre shape. Also, you can use Moulds. Repeat to mould all Farre.

 

Steam all Farre.

 

For Tempering:

Heat Oil in a pan on low flame. Add Mustard Seeds, Cumin Seeds, Asafoetida Powder, Curry Leaves, chopped Green Chilli and Sesame Seeds. When spluttered, add all Farre. Add Turmeric Powder, Red Chilli Powder, Garam Masala, Sugar and Salt. Take care adding Salt as is used in filling also. Turn over Farre slowly to mix with all spices taking care of not breaking them. Use low flame to avoid burning of spices and Farre. This may take 2-3 minutes only.

 

Serve Hot with any Home Made Chutney or Ketchup.

 

Enjoy Delicious Steamed Farre.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!