પનીર મખના બોલ્સ / Paneer Makhana Balls

પનીર મખના બોલ્સ / Paneer Makhana Balls

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૮ બોલ્સ

 

સામગ્રી:

મખના ૧/૨ કપ

પનીર ખમણેલું ૧/૨ કપ

બટેટા બાફીને છુંદેલા ૧

રાજગરા નો લોટ ૨ ટેબલ સ્પૂન

આદું-મરચાં ની પેસ્ટ ૧ ટી સ્પૂન

ફુદીનો સમારેલો ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તળવા માટે તેલ

સાથે પીરસવા માટે ફરાળી ચટણી

 

રીત:

મખનાને કોરા જ સેકી લો અને પછી પીસી લો.

 

હવે એમાં, બાકીની બધી જ સામગ્રી ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના બોલ્સ વાળી લો.

 

તળવા માટે તેલ ગરમ કરો.

 

પસંદ મુજબ નરમ કે કરકરા બનાવવા માટે બધા બોલ્સને આછા ગુલાબી કે આકરા તળી લો.

 

ફરાળી ચટણી સાથે, તાજા અને ગરમા ગરમ પીરસો.

 

પુનમ નું વ્રત કરતા હો અને પુનમ નો ઉપવાસ કે એકટાણું કરતા હો તો, આ ફરાળી વાનગી, પનીર મખના બોલ્સ આરોગીને શરદપૂર્ણિમા ની સ્વાદીષ્ટ ઉજવણી કરો.

Preparation time 10 minutes

Cooking time 15 minutes

Yield 8 Balls

 

Ingredients:

Makhana ½ cup

Cottage Cheese (Paneer) shredded ½ cup

Potato boiled and mashed 1

Amaranth Flour (Rajgra no lot) 2 tbsp

Ginger-Chilli Paste 1 ts

Fresh Mint Leaves chopped 1 tbsp

Fresh Coriander Leaves 1 tbsp

Black Pepper Powder ½ ts

Salt to taste

Oil to deep fry

Farali Chutney for serving

 

Method:

Dry Roast Makhana and then crush them.

 

Now, mix all other listed ingredients with roasted and crushed Makhana and mix very well.

 

Prepare number of balls of prepared mixture.

 

Heat Oil to deep fry.

 

Deep fry all prepared balls to light or dark brownish as choice of having soft or crunchy.

 

Serve fresh and hot with Farali Chutney.

 

Celebrate Sharad Poornima deliciously with this fasting dish, Paneer Makhana Balls, if you are fasting on full moon day.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!