તૈયારી માટે ૧૦ મિનિટ
બેકીંગ માટે ૩૦ મિનિટ
બનાવવા માટે ૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી :
પાઈનેપલ કોકોનટ ગ્રેવી માટે :
તાજુ નારીયળ સમારેલું ૧/૨ કપ
નારીયળ પાણી ૨ ટેબલ સ્પૂન
ડુંગળી સ્લાઇસ કાપેલી ૨
પાઈનેપલ જીણું સમારેલું ૧ કપ
લસણ ૫-૬ કળી
તજ નાના ટુકડા ૨
લવીંગ ૫-૬
બાદીયા ૨
મરી આખા ૫-૬
એલચો / મોટી એલચી ૧
મરચા ૧
મીઠુ સ્વાદ મુજબ
વઘાર માટે :
માખણ ૧ ટેબલ સ્પૂન
તેલ ૨ ટેબલ સ્પૂન
ક્રીમ ૩ ટેબલ સ્પૂન
ગરમ મસાલો ૧ ટી સ્પૂન
એલચી પાઉડર ચપટી
પનીર માટે :
પનીર ૧૦૦ ગ્રામ
માખણ ૨ ટેબલ સ્પૂન
મીઠુ સ્વાદ મુજબ
ગરમ મસાલો ૧ ટી સ્પૂન
મરી પાઉડર ૧ ટી સ્પૂન
સજાવટ માટે કાજુ ટુકડા
રીત :
પાઈનેપલ કોકોનટ ગ્રેવી માટે :
ઓવન પ્રી-હીટ કરી લો.
સમારેલું તાજુ નારીયળ, ડુંગળી, પાઈનેપલ, લસણ, તજ, લવીંગ, બાદીયા, આખા મરી, એલચો અને મરચા, આ બધુ જ એક ફોઈલ પેપર ઉપર એકીસાથે લઈ લો અને પ્રી-હીટ કરેલા ઓવનમાં ૧૫૦° પર ૩૦ મિનિટ માટે બૅક કરી લો.
પછી, બૅક કરેલી બધી સામગ્રી, મીક્ષરની જારમાં લઈ લો. એમા મીઠુ અને નારીયળ પાણી ઉમેરી, એકદમ પીસી લો.
વઘાર માટે :
એક પૅન માં માખણ અને તેલ સાથે જ ગરમ કરો.
એમા, બૅક કરીને પીસેલી સામગ્રી, કોકોનટ મીલ્ક, ક્રીમ, ગરમ મસાલો અને એલચી પાઉડર ઉમેરો.
થોડી થોડી વારે ધીરે ધીરે હલાવતા રહી, ૪ થી ૫ મિનિટ માટે મધ્યમ તાપે પકાવો.
પાઈનેપલ કોકોનટ ગ્રેવી તૈયાર છે.
પનીર માટે :
એક પૅન માં માખણ ગરમ કરો.
એમા પનીર, મીઠુ, ગરમ મસાલો, મરી પાઉડર ઉમેરો અને સાંતડો.
સાંતડાઈ જાય એટલે ૧ ૧/૨ કપ જેટલી પાઈનેપલ કોકોનટ ગ્રેવી ઉમેરો અને ૩ થી ૪ મિનિટ માટે પકાવતા બરાબર મીક્ષ કરો. જરૂર લાગે તો જ થોડું પાણી ઉમેરવું. અંતે, બિલકુલ પાણી રહેવું ના જોઈએ.
પછી, એક સર્વિંગ બાઉલમાં લઈ લો.
એની ઉપર કાજુ ટુકડા છાંટી, સજાવો.
રોટલી અથવા નાન સાથે ગરમ ગરમ પીરસો.
પનીરના લાજવાબ સ્વાદ ની લહેજત લો.
Preparation time 10 minutes
Baking time 30 minutes
Cooking time 15 minutes
For 2 Persons
Ingredients:
For Pineapple Coconut Gravy:
Fresh Coconut chopped ½ cup
Coconut Water 2 tbsp
Onion Slices of 2 onion
Pineapple chopped small pieces 1 cup
Garlic buds 5-6
Cinnamon 2 pcs
Clove Buds 5-6
Star Anise 2
Black Pepper granules 5-6
Big Cardamom 1
Green Chilli 1
Salt to taste
For Tempering:
Butter 1 tbsp
Oil 2 tbsp
Cream 3 tbsp
Garam Masala 1 ts
Cardamom Powder Pinch
For Paneer:
Cottage Cheese (Paneer) 100gm
Butter 2 tbsp
Salt to taste
Garam Masala 1 ts
Black Pepper Powder 1 ts
Cashew Nuts broken pieces for garnishing.
Method:
For Pineapple Coconut Gravy:
On a foil paper, take Fresh Coconut, Onion, Pineapple, Garlic, Cinnamon, Clove Buds, Star Anise, Black Pepper granules, Big Cardamom and Green Chilli. Bake for 30 minutes at 150° in pre-heated oven.
Remove baked ingredients in a wet grinding jar of your mixer. Add Salt and Coconut Water. Grind well.
For Tempering:
Heat Butter and Oil in a pan. Add ground mixture, Coconut Milk, Cream, Garam Masala and Cardamom Powder. Cook on medium flame for 4-5 minutes while stirring slowly and occasionally.
Pineapple Coconut Gravy is ready.
For Paneer:
Heat Butter in a pan. Add Cottage Cheese, Salt, Garam Masala and Black Pepper Powder. When sautéed, add 1 ½ cup of prepared Gravy. Cook for 3-4 minutes while mixing well. Add very little water only if needed.
Remove in a serving bowl.
Garnish with broken pieces of Cashew Nuts.
Serve Hot with Roti or Naan.
Enjoy Lajawab (Extra-Ordinary) Taste of Paneer…in Gravy…
No Comments