પાણી પુરી ચકરી / Pani Puri Chakri

પાણી પુરી ચકરી / Pani Puri Chakri

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૧૫ ચકરી

 

સામગ્રી:

પેસ્ટ માટે:

લીલા મરચાં ૪

ફુદીનો ૧/૨ કપ

ધાણાભાજી ૧/૨ કપ

લીંબુ ૧/૨

સંચળ ૧ ટી સ્પૂન

જીરું પાઉડર ૧ ટી સ્પૂન

 

અન્ય સામગ્રી:

ચણા બાફેલા ૧/૨ કપ

બટેટા બાફેલા ૧

ચાટ મસાલો ૧ ટી સ્પૂન

બેસન ૧/૪ કપ

ચોખાનો લોટ ૧ કપ

માખણ ૧ ટેબલ સ્પૂન

તળવા માટે તેલ

 

રીત:

પેસ્ટ માટેની બધી જ સામગ્રી, મીક્ષરની એક જારમાં લઈ, એકદમ જીણું પીસી લો. પેસ્ટ તૈયાર. એક બાઉલમાં લઈ લો.

 

બાફેલા ચણા, મીક્ષરની એક જારમાં લઈ, જરા કરકરા પીસી લો અને તૈયાર કરેલી પેસ્ટ માં ઉમેરી દો.

 

બાફેલા બટેટા ને ખમણી, તૈયાર કરેલી પેસ્ટ માં ઉમેરી દો.

 

હવે એમાં, ચાટ મસાલો, બેસન, ચોખાનો લોટ, માખણ ઉમેરી, બરાબર મીક્ષ કરી દો. જરૂર પુરતુ જ એકદમ થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લો.

 

તૈયાર કરેલો લોટ, ચકરી માટેની યોગ્ય પ્લેટ સાથે કીચનપ્રેસમાં ભરી, તૈયાર રાખો.

 

તળવા માટે તેલ ગરમ કરો.

 

ગરમ થયેલા તેલમાં, કીચનપ્રેસ વડે, કડાઈની સાઇઝ મુજબ થોડી ચકરી પાડી લો.

 

બધી બાજુ બરાબર આકરી તળવા માટે જરૂર મુજબ એક કે બે વખત બધી ચકરીને તેલમાં ઉલટાવવી.

 

તળાય જાય એટલે ઠંડી થવા માટે બધી ચકરીને થોડી વાર રાખી મુકો.

 

એક એરટાઇટ બરણીમાં ભરી લો અને અનુકુળ સમયે પીરસો.

Preparation time 10 minutes

Cooking time 20 minutes

Yield 15 pcs

 

Ingredients:

For Paste:

Green Chilli 4

Fresh Mint Leaves ½ cup

Fresh Coriander Leaves ½ cup

Lemon ½

Black Salt 1 ts

Cumin Powder 1 ts

 

Other Ingredients:

Chickpeas boiled ½ cup

Potato boiled 1

Chat Masala 1 ts

Gram Flour ¼ cup

Rice Flour 1 cup

Butter 1 tbsp

Oil to deep fry

 

Method:

Take all listed ingredients for Paste in a jar of mixer and grind to fine paste. Then, take it in a bowl.

 

Take boiled Chickpeas in a jar of mixer and grind it to coarse paste. Then, add it in prepared paste.

 

Grate boiled Potato and add it in prepared paste.

 

Now, add Chat Masala, Gram Flour, Rice Flour, Butter and mix very well. Add water as needed and knead stiff dough.

 

Fill prepared mixture in Kitchen Press with appropriate plate for Chakri and keep it ready.

 

Heat Oil to deep fry.

 

Using Kitchen Press, fall number of Chakri in heated Oil.

 

Flip all Chakri once or twice in heated Oil to fry all sides dark brownish.

 

When fried, leave Chakri to cool off.

 

Serve fresh or store in an airtight container.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!