તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી:
મોટી પાલક ના પાન ૧૦
તળવા માટે તેલ
ખીરું બનાવવા માટે:
બેસન ૧/૨ કપ
હળદર ૧/૨ ટી સ્પૂન
લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન
ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન
આમલીનો પલ્પ ૨ ટેબલ સ્પૂન
સોડા-બાય-કાર્બ ચપટી
મીઠું સ્વાદ મુજબ
ચાટ માટે:
લીલી ચટણી
મીઠી ચટણી
લસણ ની ચટણી
દાડમ
સેવ
તળેલા ખારા સીંગદાણા
દહી
ડુંગળી બારીક સમારેલી
ધાણાભાજી
રીત:
ખીરું બનાવવા માટે:
એક બાઉલમાં બેસન લો.
એમાં, ખીરું બનાવવા માટેની બધી જ સામગ્રી ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.
થોડું પાણી ઉમેરી, ઘાટું ખીરું તૈયાર કરી લો.
હવે, મોટી પાલકનું એક પાન લઈ, એની ઉપર, થોડું ખીરું લગાવી દો અને પાનનો રોલ વાળી લો.
આ રીતે મોટી પાલકના બધા જ પાનના રોલ વાળી લો.
પછી, બધા જ રોલને સ્ટીમ કરી લો.
સ્ટીમ કરેલા બધા જ રોલના નાના-નાના ટુકડા કાપી લો.
તળવા માટે તેલ ગરમ કરો અને બધા ટુકડા તળી લો. પાલક પાતરા તૈયાર છે.
પછી, પાલક પાતરા ના બધા જ ટુકડા, એક સર્વિંગ પ્લેટ પર ગોઠવી દો.
એના ઉપર, એક પછી એક, લીલી ચટણી, મીઠી ચટણી અને લસણ ની ચટણી રેડી દો.
એની ઉપર, દાડમ, સેવ અને તળેલા ખારા સીંગદાણા ભભરાવી દો.
એની ઉપર થોડું દહી રેડી દો.
બારીક સમારેલી ડુંગળી અને ધાણાભાજી ભભરાવી સજાવી દો.
પાલક પાતરા ચાટ તૈયાર છે.
તાજે તાજું જ પીરસો.
Preparation time 10 minutes
Cooking time 20 minutes
For 2 persons
Ingredients:
Big Spinach Leaves 10
Oil to fry
For Batter:
Gram Flour ½ cup
Turmeric Powder ½ ts
Red Chilli Powder 1 ts
Garam Masala ½ ts
Tamarind Pulp 2 tbsp
Soda-bi-Carb Pinch
Salt to taste
For Chat:
Green Chutney
Sweet Chutney
Garlic Chutney
Pomegranate
Vermicelli (Sev)
Fried Salted Peanuts
Curd
Onion finely chopped
Fresh Coriander Leaves
Method:
For Batter:
Take Gram Flour in a bowl.
Add other listed ingredients for Batter and mix well.
Add little water to prepare thick batter.
Now, take 1 Spinach Leaf and apply prepared Batter on it. Then, roll it.
Repeat to prepared rolls of all Spinach Leaves.
Then, steam all prepared rolls.
Cut all steamed rolls in small pieces.
Heat Oil to fry and fry all pieces. Palak Patra is ready.
Then, arrange pieces of Palak Patra on a serving plate.
On it, one by one, pour Green Chutney, Sweet Chutney and Garlic Chutney.
Sprinkle Pomegranate, Vermicelli and Fried Salted Peanuts.
Pour Curd on it.
Sprinkle finely chopped Onion and Fresh Coriander Leaves.
Palak Patra Chat is ready.
Serve it fresh.
No Comments