પોહા ટીક્કી / Poha Tikki

પોહા ટીક્કી / Poha Tikki

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૧૦ સર્વિંગ

 

સામગ્રી :

બટેટા પૌવા / આલુ પોહા ૧ કપ

બટેટા બાફેલા છુંદેલા ૧

મરચા જીણા સમારેલા ૧

ધાણાભાજી સમારેલી ૧ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

પોહા નો ચેવડો ૧/૨ કપ

ચાટ મસાલો ૧/૨ ટી સ્પૂન

કેચપ ૧ ટેબલ સ્પૂન

શેલૉ ફ્રાય માટે તેલ

સાથે પીરસવા માટે ચટણી

 

રીત :

મીક્ષરની જારમાં બટેટા પૌવા લો અને પીસી લો. એક બાઉલમાં લઈ લો. એક બાજુ રાખી દો.

 

મીક્ષરની જારમાં પૌવા નો ચેવડો લો અને પીસી લો. એક બાઉલમાં લઈ લો. એક બાજુ રાખી દો.

 

હવે, પીસેલ બટેટા પૌવામાં બાફેલા છુંદેલ બટેટા, જીણા સમારેલા મરચા, ધાણાભાજી, ડુંગળી, ચાટ મસાલો અને કેચપ ઉમેરો. બરાબર મીક્ષ કરી લો.

 

પછી એમા, જરૂર મુજબ પીસેલો પોવા નો ચેવડો ઉમેરી, જરા કઠણ મિક્સચર તૈયાર કરી લો.

 

પછી, તૈયાર કરેલા મિક્સચરમાંથી એક નાનો લુવો લઈ, બોલ બનાવી, બે હથેળી વચ્ચે હળવેથી દબાવી ટીક્કી / ચપટો આકાર આપો અથવા પસંદ મુજબના આકારનું મોલ્ડ પણ વાપરી શકો.

 

આ રીતે બધી ટીક્કી તૈયાર કરી લો.

 

એક નોન-સ્ટીક પૅન માં તેલ મુકી, વારાફરતી બધી ટીક્કી બન્ને બાજુ આકરી શેલૉ ફ્રાય કરી લો.

 

પસંદની કોઈ પણ ચટણી સાથે તાજી અને ગરમા ગરમ પીરસો.

 

પોહા ટીક્કી ખાઈ, ટીક ટીક કરી, પેટમાં ભુખ જગાડો.

Preparation time 10 minutes

Cooking time 10 minutes

For 10 servings

 

Ingredients:

Batata Poha (Alu Poha) 1 cup

Potato boiled and mashed 1

Green Chilli fine chopped 1

Fresh Coriander Leaves chopped 1 tbsp

Onion fine chopped 1

Poha no Chewdo (Indian Salty Snack) ½ cup

Chat Masala ½ ts

Ketchup 1 tbsp

Oil to Shallow Fry

Chutney for serving

 

Method:

Crush Batata Poha (Alu Poha) in a grinder.

 

Crush Poha no Chewdo in a grinder.

 

Take in a mixing bowl, crushed Batata Poha.

 

Add boiled and Mashed Potato, fine chopped Green Chilli, Fresh Coriander Leaves, fine chopped Onion, Chat Masala and Ketchup. Mix well.

 

Add crushed Poha no Chewado as needed to prepare semi stiff lump.

 

Take a pinch of prepared lump. Make a ball and press lightly between two palms to give a Tikki shape. You can use mould of the shape of your choice.

 

Prepare number of Tikki.

 

Shallow fry all prepared Tikki both sided to brownish.

 

Serve Fresh and Hot with any homemade Chutney.

 

Tick Your Appetite with Tikki…POHA TIKKI…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!