તૈયારી માટે ૨ મિનિટ
બનાવવા માટે ૧૦ મિનિટ
૯ ટુકડા
સામગ્રી:
ઘી ૧/૨ કપ
બેસન ૧ કપ
મીલ્ક પાઉડર ૧/૨ કપ
કન્ડેન્સ્ડ મીલ્ક ૧/૨ કપ
દળેલી ખાંડ ૨ ટેબલ સ્પૂન
એલચી પાઉડર ૧ ટી સ્પૂન
ગ્રીસીંગ માટે ઘી
સજાવટ માટે પીસ્તા ના ટુકડા
રીત:
એક પ્લેટ પર ઘી લગાવી ને રાખી દો. પછીથી ઉપયોગમાં લઈશું.
એક પૅનમાં ઘી લો અને પૅનને ધીમા તાપે મુકો.
ઘી ઓગળી જાય એટલે એમાં બેસન ઉમેરી, સતત હલાવતા રહી, સેકી લો. ખાસ ખ્યાલ રાખો કે બેસન નો રંગ બદલે નહી અને બેસન કાચું પણ ના રહે.
બેસન બરાબર સેકાઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.
પછી એમાં, મીલ્ક પાઉડર, કન્ડેન્સ્ડ મીલ્ક, દળેલી ખાંડ અને એલચી પાઉડર ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.
હવે, ફરી પૅન ને ધીમા તાપે મુકી, સતત હલાવતા રહી, મીશ્રણ થોડું ગરમ કરી લો. મીશ્રણ ઘટ્ટ થઈ જશે.
પછી, ઘી લગાવીને રાખેલી પ્લેટમાં મીશ્રણ સમથળ પાથરી દો.
પીસ્તાના ટુકડા ભભરાવી સજાવી દો.
ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.
પછી, પસંદ મુજબ સાઇઝ અને આકારના ટુકડા કાપી લો.
બેસન બરફી તૈયાર.
Preparation time 2 minutes
Cooking time 10 minutes
Yield 9 pcs
Ingredients:
Ghee ½ cup
Gram Flour 1 cup
Milk Powder ½ cup
Condensed Milk ½ cup
Powder Sugar 2 tbsp
Cardamom Powder 1 ts
Ghee for greasing
Pista pcs for garsnishing
Metdhod:
Grease a plate with Ghee and keep it a side to use later.
Take Ghee in a pan and put it on low flame.
When Ghee gets melted, add Gram Flour and roast it while stirring continuously. Make sure that colour of Gram Flour does not change as well should be cooked well.
Whem Gram Flour is roasted well, remove pan from flame.
Then, add Milk Powder, Condensed Milk, Powder Sugar and Cardamom Powder. Mix well.
Now, put pan again on low flame and heat up the mixture little while stirring it continuously. Mixture will become thick.
Then, spread mixture on a greased plate and level the surface using spatula.
Sprinkle pieces of Pista for garnishing.
Leave it to cool off.
Then, cut pieces of size and shape of choice.
Besan Barfi is ready.
No Comments