તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૧૫ મિનિટ
૨૦-૨૫ લડ્ડુ
સામગ્રી :
દુધ નો માવો જાડો ખમણેલો ૨૫૦ ગ્રામ
ઘી ૧૫૦ ગ્રામ
કાજુ અને બદામ ૫૦ ગ્રામ
કાળી કિસમિસ ૫૦ ગ્રામ
દળેલી ખાંડ ૧૦૦ ગ્રામ
સુકુ નારિયળ ખમણ ૧૫૦ ગ્રામ
રીત :
એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો.
એમા ખમણેલો દુધ નો માવો ઉમેરો અને ધીરે ધીરે હલાવતા હલાવતા ધીમા તાપે સેકી લો. માવો સેકાઈને ગુલાબી થઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.
પછી એમા કાજુ, બદામ અને કાળી કિસમિસ ઉમેરો. બરાબર મિક્સ કરો.
ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.
પછી એમા દળેલી ખાંડ અને સુકુ નારિયળ ખમણ ઉમેરો. બરાબર મિક્સ કરો.
આ તૈયાર કરેલા મિશ્રણમાંથી ૨ થી ૩ ટેબલ સ્પૂન જેટલું લો અને બોલ બનાવી લો.
આ રીતે બધા બોલ બનાવી લો.
તાજે તાજા ચાખો અને બાકીના પછી ખાવા માટે રાખો. એરટાઇટ બરણીમાં ભરીને રાખી દો.
આપણાં સૌના લાડકવાયા કાનુડા ના ગામના, બ્રીજ ના લડ્ડુ. બ્રીજ લડ્ડુ.
Preparation time 10 minutes
Cooking time 15 minutes
Yield 20-25 Laddu
Ingredients:
Milk Khoya 250 gm
Ghee 150 gm
Cashew Nuts and Almonds 50 gm
Black Raisins 50 gm
Powder Sugar 100 gm
Dry Coconut grated 150 gm
Method:
Heat Ghee on low flame. Add Milk Khoya thick grate and roast on low flame while stirring slowly. When it becomes brownish, remove the pan from the flame. Add Cashew Nuts, Almonds and Black Raisins and mix well. Leave it to cool down. Add Sugar Powder and grated Dry Coconut. Mix very well.
Take 2-3 tbsp of prepared mixture and give ball shape. Make number of balls of the mixture.
Serve Fresh or store to enjoy later.
Enjoy The Laddu from Home Town of Our Loved…The Lord Krishna…Brij…
No Comments