મગ દાળ સુંડલ / Mung Dal Sundal

તૈયારી માટે ૨ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી:

મગ ની છડી દાળ પલાળેલી ૧ કપ

મીઠું સ્વાદ મુજબ

હળદર ૧ ટી સ્પૂન

તેલ (શક્ય હોય તો નારીયળ તેલ) ૧ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

અડદ દાળ ૧ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

સુકા લાલ મરચાં ૧

લીલા મરચાં સમારેલા ૨

લીમડો ૫ પાન

હીંગ ચપટી

તાજું નારીયળ ખમણેલું ૧/૪ કપ

સજાવટ માટે ધાણાભાજી

 

રીત:

એક પૅનમાં ૨ કપ પાણી લઈ, ઊંચા તાપે ઉકળવા મુકો.

 

પાણી ઉકળવા લાગે એટલે એમાં, મીઠું, હળદર અને પલાળેલી મગ ની છડી દાળ ઉમેરી, ૫૦% જેટલી બાફી લો.

 

પછી, ગરણી વડે ગાળી, પાણી અલગ કરી, બાફેલી દાળ એક બાજુ રાખી દો.

 

એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં, રાય, અડદ દાળ, જીરું, સુકા લાલ મરચાં, લીલા મરચાં, લીમડો અને હીંગ ઉમેરો. તતડે એટલે બાફેલી મગ ની છડી દાળ ઉમેરી, બરાબર મીક્ષ કરી દો. તાપ પરથી પૅન હટાવી લો.

 

ખમણેલું તાજું નારીયળ ઉમેરી, બરાબર મીક્ષ કરી, એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી ભભરાવી, સજાવી દો.

 

નવરાત્રી મહોત્સવ દરમ્યાન, મા દુર્ગાને પ્રસાદ ધરાવો.

Preparation time 2 minutes

Cooking time 5 minutes

For 2 persons

 

Ingredients:

Skinned Split Green Gram soaked 1 cup

Salt to taste

Turmeric Powder 1 ts

Oil (preferably Coconut Oil) 1 tbsp

Mustard Seeds ½ ts

Skinned Split Black Gram 1 ts

Cumin Seeds ½ ts

Dry Red Chilli 1

Green Chilli chopped 2

Curry Leaves 5

Asafoetida Pinch

Fresh Coconut grated ¼ cup

Fresh Coriander Leaves for garnishing

 

Method:

Take 2 cups of water in a pan and put on high flame to boil.

 

When water starts to boil, add Salt, Turmeric Powder and soaked Skinned Split Green Gram and boil partially.

 

Then, strain water and separate boiled lentils and keep a side.

 

Heat Oil in a pan. Add Mustard Seeds, Skinned Split Black Gram, Cumin Seeds, Dry Red Chilli, Green Chilli, Curry Leaves and Asafoetida. When spluttered, add boiled lentils and mix well. Remove from flame.

 

Add grated Fresh Coconut and mix well. Take in a serving bowl.

 

Sprinkle Fresh Coriander Leaves.

 

Offer to our beloved Maa Durga during Navratri Festival.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!