મટર કા નીમોના / Matar ka Nimona / Green Peas Gravy

મટર કા નીમોના / Matar ka Nimona / Green Peas Gravy

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

તાજા લીલા વટાણા ૧ કપ

આદુ નાનો ટુકડો ૧

મરચા ૨

લસણ ૫ કળી

ડુંગળી મોટા ટુકડા સમારેલી ૧

ધાણાભાજી ૨ ટેબલ સ્પૂન

રાઈ નું તેલ ૨ ટેબલ સ્પૂન

બટેટા છાલ કાઢી મોટા ટુકડા કાપેલા ૧

તમાલપત્ર ૧

લવીંગ ૩-૪

હીંગ ૧/૨ ટી સ્પૂન

ટમેટા જીણા સમારેલા ૧

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧/૨ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૪ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

સજાવટ માટે ધાણાભાજી

 

રીત :

મીક્ષરની જારમાં આદુ, મરચા, લસણ, ડુંગળી, ધાણાભાજી લો અને એકદમ જીણું પીસી, પેસ્ટ બનાવી લો. એક બાઉલમાં લઈ લો.

 

મીક્ષરની જારમાં તાજા લીલા વટાણા લો અને પીસી લો.

 

એક પૅન માં રાઈ નું તેલ ગરમ કરો.

 

એમા બટેટાના સમારેલા મોટા ટુકડા ઉમેરો અને થોડી થોડી વારે હલાવી, સાંતડી લો. સાંતડાઈ જાય એટલે એક બાઉલમાં લઈ લો અને એક બાજુ રાખી દો.

 

બટેટા કાઢી લીધા પછી, એ જ પૅન માં, એ જ રાઈ નું તેલ ફરી ગરમ કરો.

 

એમા તમાલપત્ર, લવીંગ, જીરું અને હીંગ ઉમેરો.

 

તતડે એટલે તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો અને સાંતડો.

 

જીણા સમારેલા ટમેટા ઉમેરો અને સાંતડો.

 

હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠુ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

પીસેલા તાજા લીલા વટાણા ઉમેરો અને સાંતડો.

 

પછી, ૧/૨ કપ જેટલુ પાણી ઉમેરો અને ઘાટુ થઈ જાય ત્યા સુધી ધીમા-મધ્યમ તાપે પકાવો.

 

એમાં, સાંતડેલા બટેટા ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

પછી એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી છાંટી, સજાવો.

 

ભાત સાથે ગરમ ગરમ પીરસો.

 

ભારતના સૌથી મોટા રાજ્ય, U.P., ઉત્તર પ્રદેશ ની સ્ટાઇલથી બનાવેલું, લીલા વટાણા નું શાક, મટર કા નીમોના.

Preparation time 10 minutes

Cooking time 15 minutes

For 2 Persons

 

Ingredients:

Fresh Green Peas 1 cup

Ginger 1 small piece

Green Chilli 2

Garlic buds 5

Onion chopped big pieces 1

Fresh Coriander Leaves 2 tbsp

Mustard Oil 2 tbsp

Potato peeled and chopped cubes 1

Cinnamon Leaf 1

Clove buds 3-4

Cumin Seeds ½ ts

Asafoetida Powder Pinch

Tomato finely chopped 1

Turmeric Powder ½ ts

Red Chilli Powder ½ ts

Coriander-Cumin Powder 1 ts

Garam Masala ¼ ts

Salt to taste

 

Fresh Coriander Leaves for garnishing

 

Method:

In wet grinding jar of your mixer, take Ginger, Green Chilli, Garlic, Onion and Fresh Coriander Leaves and crush to fine paste. Remove in a bowl.

 

In wet grinding jar of your mixer, take Fresh Green Peas. Just crush it.

 

Heat Mustard Oil in a pan. Add Potato cubes and pan fry well while stirring occasionally. When fried, remove Potato cubes in a bowl and keep a side.

 

After removing Potato cubes, heat the same Mustard oil again in the same pan. Add, Cinnamon Leaf, Clove buds, Cumin Seeds and Asafoetida Powder. When spluttered, add prepared Onion paste and sauté. Add finely chopped Tomato and sauté. Add Turmeric Powder, Red Chilli Powder, Coriander-Cumin Powder, Garam Masala and Salt. Mix well. Add crushed Green Peas and sauté. Add approx ½ cup of water and cook on low-medium flame until it thickens. Add sautéed Potato and mix well.

 

Take it in a serving bowl.

 

Garnish with Fresh Coriander Leave.

 

Serve Hot with Rice.

 

Enjoy Evergreen Green Peas Curry…Comes from the Largest State of India…Uttar Pradesh…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!