તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૧૦ મિનિટ
૫ રોટી અંદાજીત
સામગ્રી :
બેસન ૧ કપ
ઘઉ નો લોટ ૧/૪ કપ
ડુંગળી જીણી સમારેલી ૧
મરચા જીણા સમારેલા ૧
ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન
લીમડો સમારેલો ૮-૧૦ પાન
ફુદીનો સમારેલો ૧ ટેબલ સ્પૂન
હળદર ૧/૨ ટી સ્પૂન
લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન
દાડમ નો પાઉડર ૧ ટી સ્પૂન
તેલ ૧ ટેબલ સ્પૂન
મીઠુ સ્વાદ મુજબ
ઘી ૧ ટેબલ સ્પૂન
રીત :
એક કથરોટમાં બેસન અને ઘઉ નો લોટ લો. મિક્સ કરો.
એમા તેલ ઉમેરો અને બરાબર મિક્સ કરો.
જીણી સમારેલી ડુંગળી, મરચા, ધાણાભાજી, લીમડો, ફુદીનો ઉમેરો અને બરાબર મિક્સ કરો.
હળદર, લાલ મરચું પાઉડર, મીઠુ અને દાડમ નો પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરો.
જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી, જરા નરમ લોટ બાંધી લો.
બાંધેલા લોટમાંથી નાની રોટલીઓ વણી લો.
એક તવો ગરમ કરો.
એક પછી એક, બધી રોટલીઓ ગરમ તવા પર સેકી લો. જરૂર મુજબ, તવા પર રોટલી ઉલટાવી, બન્ને બાજુ બરાબર સેકી લો.
બન્ને બાજુ બરાબર સેકાય જાય એટલે એક પ્લેટ પર રોટલી લઈ, દરેક રોટલી ઉપર થોડું ઘી લગાવી દો.
તાજે તાજી અને ગરમા ગરમ પીરસો.
કોઈ દાળ શાક ની જરૂર જ નહી. ઓલ-ઇન-વન ભોજન, પંજાબી રોટી, મીસ્સી રોટી.
Preparation time 10 minutes
Cooking time 10 minutes
Yield 5 Roti approx.
Ingredients:
Gram Flour 1 cup
Whole Wheat Flour ¼ cup
Onion finely chopped 1
Green Chilli finely chopped 1
Fresh Coriander Leaves 1 tbsp
Curry Leaves chopped 8-10
Fresh Mint Leaves chopped 1 tbsp
Turmeric Powder ½ ts
Red Chilli Powder 1 ts
Pomegranate Powder 1 ts
Oil 1 tbsp
Salt to taste
Ghee 1 tbsp
Method:
Take Gram Flour and Whole Wheat Flour in a kneading bowl. Mix well. Add Oil and mix well.
Add finely chopped Onion, Green Chilli, Fresh Coriander Leaves, Curry Leaves, Fresh Mint Leaves and mix well.
Add Turmeric Powder, Red Chilli Powder, Salt and Pomegranate Powder. Mix well.
Knead semi soft dough adding little water slowly as needed.
Roll number of Roti (small round flatbreads) of prepared dough.
Roast all rolled Roti one by one on pre-heated flat roasting plate. Turn over when needed to roast both sides. When roasted on both sides well, remove from the roasting plate.
Apply little Ghee on each roasted Roti.
Serve Fresh and Hot.
Enjoy Punjabi Roti…Missi Roti…
It is All-in-One Meal…No need of Sauce or Curry…
No Comments