તૈયારી માટે ૧૫ મિનિટ
બનાવવા માટે ૧૫ મિનિટ
૪ વ્યક્તિ માટે
સામગ્રી:
રગળા માટે:
સુકા સફેદ વટાણા પલાળેલા ૧ કપ
હળદર ૧ ટી સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
બાફેલા બટેટા જીણા સમારેલા / છુંદેલા ૧
પેટીસ માટે:
બાફેલા બટેટા છુંદેલા ૨
મીઠું સ્વાદ મુજબ
તપકીર ૧ ટેબલ સ્પૂન
તેલ ૧ ટી સ્પૂન
જીરું ૧/૨ ટી સ્પૂન
સેકવા માટે તેલ
લીલી ચટણી માટે:
ફુદીનો ૧ કપ
ધાણાભાજી ૧ કપ
લીલા મરચાં ૪
આદું ૧ ટુકડો
જીરું ૧ ટી સ્પૂન
ખાંડ ૧ ટી સ્પૂન
લીંબુ નો રસ ૧ ટેબલ સ્પૂન
સંચળ ૧ ટી સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
બરફ ના ટુકડા ૪
પીરસવા માટે:
લસણ ની ચટણી
ખજુર-આમલી ની મીઠી ચટણી
ડુંગળી જીણી સમારેલી
કાચી કેરી જીણી સમારેલી
મસાલા સીંગ
સેવ
ધાણાભાજી
રીત:
રગળા માટે:
એક પ્રેશર કૂકર માં પલાળેલા સુકા સફેદ વટાણા લો.
એમાં, મીઠું, હળદર અને પુરતુ પાણી ઉમેરો.
૩ સીટી જેટલું પ્રેશર કૂક કરી લો.
પછી, પ્રેશર કૂક કરેલા વટાણા પાણી સહિત એક પૅનમાં લઈ લો.
એમાં, જીણા સમારેલા અથવા છુંદેલા બાફેલા બટેટા અને જરૂર મુજબ પાણી ઉમેરો.
મીશ્રણ થોડું ઘાટુ થઈ જાય ત્યાં સુધી ઉંચા તાપે ઉકાળી લો.
પેટીસ માટે:
બાફીને છુંદેલા બટેટા એક બાઉલમાં લો.
એમાં, મીઠું અને તપકીર ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.
એક પૅનમાં તેલ ગરમ કરી, ગરમ તેલમાં જીરું ઉમેરી, તતડે એટલે તરત જ એ વઘાર બટેટા ના મીશ્રણ માં ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.
આ મીશ્રણમાંથી, આંગળા અને હથેળી વડે જાડી અને નાની નાની ગોળાકાર પેટીસ તૈયાર કરી લો.
હવે, એક તવા અથવા પૅન પર થોડું તેલ લગાવી, ગરમ કરી લો.
એક પછી એક, બધી પેટીસ, ગરમ થયેલા તવા કે પૅન પર સેકી લો. ઉલટાવીને બન્ને બાજુ બરાબર સેકી લો.
લીલી ચટણી માટે:
લીલી ચટણી માટેની બધી જ સામગ્રી, મીક્ષરની જારમાં લઈ લો અને એકદમ જીણું પીસી લો.
લીલી ચટણી તૈયાર છે.
પીરસવા માટે:
સૌપ્રથમ, એક સર્વિંગ બાઉલમાં થોડી પેટીસ ગોઠવી દો. દરેક પેટીસ બાજુ બાજુમાં અલગ અલગ ગોઠવવી. ઉપર ઉપર ના ગોઠવવી.
સર્વિંગ બાઉલમાં પેટીસ ઢંકાય જાય એટલો રગળો રેડો.
એની ઉપર, લીલી ચટણી, લસણ ની ચટણી, ખજુર-આમલી ની મીઠી ચટણી, જીણી સમારેલી ડુંગળી, જીણી સમારેલી કાચી કેરી, મસાલા સીંગ, સેવ અને ધાણાભાજી ભભરાવી દો.
હવે ગરમા ગરમ પીરસો આ રસદાર, આકર્ષક અને મોઢામાં પાણી આવી જાય એવી વાનગી.. રગળા પેટીસ.
Preparation time 15 minutes
Cooking time 15 minutes
For 4 Persons
Ingredients:
For Ragda:
Dry White Peas soaked 1 cup
Turmeric Powder 1 ts
Salt to taste
Boiled Potato finely chopped or mashed 1
For Patis:
Potato boiled and mashed 2
Salt to taste
Arrowroot Powder (Tapkir) 1 tbsp
Oil 1 ts
Cumin Seeds ½ ts
Oil to shallow fry
For Green Chutney:
Fresh Mint Leaves 1 cup
Fresh Coriander Leaves 1 cup
Green Chilli 4
Ginger 1 pc
Cumin Seeds 1 ts
Sugar 1 ts
Lemon Juice 1 tbsp
Black Salt 1 ts
Salt to taste
Ice cubes 4
For Serving:
Garlic Chutney
Date-Tamarind Sweet Chutney
Onion finely chopped
Raw Mango finely chopped
Spiced Roasted Peanuts
Vermicelli
Fresh Coriander Leaves
Method:
For Ragda:
Take soaked Dry White Peas in a pressure cooker.
Add Salt, Turmeric Powder and enough water.
Pressure cook to 3 whistles.
Then, take pressure cooked Peas with water in pressure cooker, in a pan.
Add finely chopped or mashed Boiled Potato and water as needed.
Put the pan on high flame and boil very well until mixture becomes little thick.
For Patis:
Take Boiled and Mashed Potato in a bowl.
Add Salt and Arrowroot Powder and mix well.
Heat Oil in a pan. Add Cummin Seeds in heated Oil. When crackled, add this tempering in Potato mixture. Mix very well.
Using fingers and palms, prepare number of thick and small round shaped Patis.
Now, grease flat pan or fry pan with Oil and heat it up.
One by one, shallow fry all Patis on heated flat pan or fry pan. Flip to shallow fry both sides well.
For Green Chutney:
Take all listed ingredients for Green Chutney in a wet grinding jar of mixer.
Grind it to fine paste. Green Chutney is ready.
For Assembling:
First of all, arrange few Patis in a serving bowl. Keep each Patis separate side by side. Don’t make heap of Patis.
Pour prepared Ragda enough to cover Patis in serving bowl.
Sprinkle Green Chutney, Garlic Chutney, Date-Tamarind Sweet Chutnry, finely chopped Onion, finely chopped Green small Mango, Spiced Roasted Peanuts, Vermicelli and Fresh Coriander Leaves.
Now, serve this yummy, eye catching and mouthwatering dish…Ragda Patis.
No Comments