તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૨૦ મિનિટ
૧૨ સર્વિંગ
સામગ્રી :
રોટલી ૬
રાજમા બાફેલા ૧ કપ
માખણ ૨ ટેબલ સ્પૂન
ડુંગળી સમારેલી ૧
લસણ-મરચા ની પેસ્ટ ૨ ટેબલ સ્પૂન
મેક્સીકન સીઝનીંગ ૧ ટેબલ સ્પૂન
ટોમેટો કેચપ ૧ ટેબલ સ્પૂન
ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન
લીંબુ ૧/૨
મીઠુ સ્વાદ મુજબ
ચીઝ સ્લાઇસ પટ્ટી કાપેલી ૮-૧૦
કૉર્ન ફ્લૉર સ્લરી ૧/૨ કપ
બ્રેડ નો ભુકો
તળવા માટે તેલ
રીત :
એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો.
એમા ડુંગળી ઉમેરો અને સાંતડો.
લસણ-મરચા ની પેસ્ટ ઉમેર અને સાંતડો.
બાફેલા રાજમા અને મેક્સીકન સીઝનીંગ ઉમેરો. બરાબર મીક્ષ કરો.
ટોમેટો કેચપ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.
લીંબુ નો રસ, મીઠુ અને ધાણાભાજી ઉમેરો. બરાબર મીક્ષ કરો.
પછી, તાપ પરથી પૅન હટાવી લો અને એક બાજુ રાખી દો.
બધી રોટલીમાંથી લાંબી પટ્ટીઓ કાપી લો.
એક પછી એક, બધી પટ્ટી પર, તૈયાર કરેલું રાજમાનું મીશ્રણ લગાવી દો.
ચીઝ સ્લાઇસ ની એક પટ્ટી મુકી દો.
દરેક પટ્ટી ને અલગ અલગ વાળીને રોલ બનાવી લો.
દરેક રોલના બન્ને છેડા, કૉર્ન ફ્લૉર ની સ્લરીમાં જબોળી, બ્રેડ ના ભુકા માં રગદોળી, કોટ કરી લો.
એક પૅન માં તળવા માટે તેલ ગરમ કરો.
વારાફરતી, બધા રોલ આછા ગુલાબી કે આકરા, પસંદ મુજબ તળી લો.
તરત જ પીરસો.
ઓહ, થાકી ગયા છો..!! રોલ રોટી.. રોક અગેન.
Preparation time 10 minutes
Cooking time 20 minutes
Servings 12
Ingredients:
Roti 6
Kidney Beans boiled 1 cup
Butter 2 tbsp
Onion chopped 1
Chilli-Garlic Paste 2 tbsp
Mexican Seasoning 1 tbsp
Tomato Ketchup 1 tbsp
Fresh Coriander Leaves 1 tbsp
Lemon Juice of ½ lemon
Salt to taste
Cheese slice strip cut 8-10
Corn Flour Slurry ½ cup
Bread Crumbs
Oil to deep fry
Method:
Heat Butter in a pan on low flame. Add Onion. Sauté it. Add Chilli-Garlic Paste. Sauté it. Add boiled Kidney Beans and Mexican Seasoning. Mix well. Add Tomato Ketchup and mix well. Add Lemon Juice, Salt and Fresh Coriander Leaves. Mix well. Remove the pan from the flame and keep it a side.
Strip cut all Roti. Spread prepared Kidney Beans mixture on all Roti strips. Put one strip cut slice of Cheese on it. Roll each strip separately.
Dip both ends of each roll in Corn Flour Slurry and then, coat with Bread Crumbs.
Heat Oil to deep fry. Deep fry all Rolls to light brownish if you want soft or to dark brownish if you want little crispy.
Serve immediately.
Are You Tired…!!!…Roll the Roti..and…Rock again…
No Comments