સીઝલીંગ ચોકલેટ ઘુઘરા / Sizzling Chocolate Ghughra

સીઝલીંગ ચોકલેટ ઘુઘરા / Sizzling Chocolate Ghughra

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૦ ઘુઘરા

 

સામગ્રી:

લોટ માટે:

મેંદો ૧ ૧/૨ કપ

માખણ ૨ ટેબલ સ્પૂન

કોકો પાઉડર ૨ ટેબલ સ્પૂન

 

પુરણ માટે:

ચોકલેટ બિસ્કીટ ૧૦

અખરોટ ૧૦

ચોકલેટ ચીપ્સ

 

સૉસ માટે:

મિલ્ક ચોકલેટ ૧૦૦ ગ્રામ

માખણ ૧ ટેબલ સ્પૂન

 

તળવા માટે તેલ

 

રીત:

લોટ માટે:

એક બાઉલમાં ૧ કપ જેટલો મેંદો લો. એમાં, ૧ ટેબલ સ્પૂન જેટલું માખણ ઉમેરી, બરાબર મીક્ષ કરી દો. જરૂર મુજબ પાણી ઉમેરી, જરા કઠણ લોટ બાંધી લો. આ સફેદ લોટ તૈયાર થશે. એને બાજુ પર રાખી દો.

 

હવે, એક બાઉલમાં ૧/૨ કપ જેટલો મેંદો લો. એમાં, કોકો પાઉડર ઉમેરી, બરાબર મીક્ષ કરી દો. એમાં, ૧ ટેબલ સ્પૂન જેટલું માખણ ઉમેરી, બરાબર મીક્ષ કરી દો. જરૂર મુજબ પાણી ઉમેરી, જરા કઠણ લોટ બાંધી લો. આ ચોકલેટ ફ્લેવરનો લોટ તૈયાર થશે. એને બાજુ પર રાખી દો.

 

પુરણ માટે:

મીક્ષરની એક જારમાં ચોકલેટ બિસ્કીટ લઈ, ગ્રાઇંડ કરી, પાઉડર કરી લો. એને એક બાઉલમાં લઈ લો.

 

મીક્ષરની એક જારમાં અખરોટ લઈ, ગ્રાઇંડ કરી, કરકરો ભૂકો કરી લો. એને બિસ્કીટ ના પાઉડરમાં મીક્ષ કરી દો.

 

એમાં, ચોકોલેટ ચીપ્સ મીક્ષ કરી દો.

 

સૉસ માટે:

એક પૅનમાં મિલ્ક ચોકલેટ અને માખણ લો. એમાં થોડું પાણી ઉમેરી, મધ્યમ તાપ પર મુકો. એને હલાવતા રહી, મિલ્ક ચોકલેટ ઓગળી જાય એટલું ગરમ કરો.

 

ઘુઘરા બનાવવા માટે:

બાંધેલા સફેદ લોટને ૩ ભાગમાં વહેચી લઈ, ૩ રોટલી વણી લો.

 

ચોકલેટ ફ્લેવર ના લોટને ૩ ભાગમાં વહેચી લઈ, ૩ રોટલી વણી લો.

 

હવે, ૧ સફેદ રોટલી લઈ, એની ઉપર માખણ લગાવી દો. એની ઉપર, ચોકલેટ ફ્લેવર ની ૧ રોટલી મુકી, એની ઉપર માખણ લગાવી દો. ફરી એની ઉપર, ૧ સફેદ રોટલી મુકી, એની ઉપર માખણ લગાવી દો. આ રીતે બધી જ રોટલી ગોઠવી દો અને છેલ્લી રોટલી ઉપર પણ માખણ લગાવી, રોલ બનાવી લો.

 

હવે આ રોલ ના નાના-નાના ટુકડા કાપી લો.

 

દરેક ટુકડામાંથી નાની પુરી વણી લો.

 

પછી, દરેક પુરીમાં પુરણ ભરી, ઘુઘરા નો આકાર આપી દો અને છેડા ચોંટાડી દો.

 

સીઝલર પ્લેટ ને ગરમ કરવા મુકી દો.

 

એ દરમ્યાન બીજી બાજુ, તળવા માટે તેલ ગરમ કરો.

 

ગરમ તેલમાં બધા ઘુઘરા, આછા ગુલાબી તળી લો.

 

ગરમ સીઝલર પ્લેટ પર બધા ઘુઘરા ગોઠવી દો. એની ઉપર, તૈયાર કરેલો ચોકલેટ સૉસ રેડી દો.

 

સીઝલીંગ ચોકલેટ ઘુઘરા તરત જ પીરસી દો.

Preparation time 15 minutes

Cooking time 15 minutes

Yield 10 Ghughra

 

Ingredients:

For Dough:

Refined White Wheat Flour (Maida) 1 ½  cup

Butter 2 tbsp

Coco Powder 2 tbsp

 

For Stuffing:

Chocolate Biscuits 10

Walnut 10

Chocolate chips

 

For Sauce:

Milk Chocolate 100g

Butter 1 tbsp

 

Oil to deep fry

 

Method:

For Dough:

Take 1 cup of Refined White Wheat Flour in a bowl. Add 1 tbsp of Butter. Mix well. Add water as needed and knead semi stiff dough. This will be white dough. Take it a side.

 

Now, take ½ cup of Refined White Wheat Flour in a bowl. Add Coco Powder. Mix well. Add 1 tbsp of Butter. Mix well. Add water as needed and knead semi stiff dough. This will Chocolate flavoured  dough. Keep it a side.

 

For Stuffing:

Take Chocolate Biscuits in a jar of mixer. Grind it to fine powder. Remove in a bowl. Keep it a side.

 

Take Walnuts in a jar of mixer. Crush them to coarse powder. Remove from jar and mix with powder of Chocolate Biscuits.

 

Add Chocolate chips and mix well.

 

For Sauce:

Take Milk Chocolate and Butter in a pan. Add little water and put pan on medium flame. Heat it just to melt Chocolate while stirring.

 

For Assembling:

Divide white dough in 3 parts and roll 3 chapati.

 

Divide Chocolate flavoured dough in 3 part and roll 3 chapati.

 

Now, take 1 white chapati and apply butter on it. Then, put 1 Chocolate flavoured chapati on it and apply butter on it. Again, put 1 white chapati on it and apply butter on it. Repeat to make layers of all white and Chocolate flavoured chapati.

 

Apply Butter on the last chapati on the layers and fold to make a roll. Cut roll in small pieces.

 

From each piece, roll puri.

 

Then, fill prepared stuffing in each puri, fold and stick edges to give a shape of Ghughra.

 

Put sizzler plate to heat.

 

Meanwhile, on the other side, heat Oil to deep fry. Deep fry all prepared Ghughra in heated Oil to light brownish.

 

Arrange Ghughra on heated sizzler plate. Pour prepared Chocolate sauce on Ghughra on sizzler plate.

 

Serve Sizzling Chocolate Ghughra.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!