તૈયારી માટે 5 મિનિટ
બનાવવા માટે ૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી:
ચોખા પલાળેલા ૧/૪ કપ
દુધ ૧/૨ લિટર
ખાંડ ૧/૪ કપ
સીતાફળ પલ્પ ૧ કપ
રીત:
મીક્ષરની એક જારમાં પલાળેલા ચોખા લો.
જરૂર મુજબ થોડું દુધ ઉમેરી, એકદમ જીણું પીસી લો.
હવે, બાકીનું દુધ એક પૅનમાં લો.
એમાં, પીસેલા ચોખા ઉમેરી, ઊંચા તાપે ઉકાળો. ચોખા બરાબર પાકી જાય અને દુધ ઘાટુ થઈ જાય ત્યાં સુધી ઉકાળો. ઉભરાય ના જાય અને પૅન ના તળીયે ચોંટી ના જાય એ માટે જરૂર જણાય ત્યારે હલાવતા રહેવું.
પછી, ખાંડ ઉમેરી, થોડી વાર માટે ઉકાળો.
તાપ પરથી પૅન હટાવી લઈ, ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.
ઠંડુ થઈ જાય એટલે એમાં સીતાફળ નો પલ્પ ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.
કમ સે કમ ૧ કલાક માટે ફ્રીજમાં ઠંડુ થવા રાખી દો.
ઠંડુ ઠંડુ પીરસો.
Preparation time 5 minutes
Cooking time 20 minutes
For 2 Persons
Ingredients:
Rice soaked ¼ cup
Milk 500 ml
Sugar ¼ cup
Sitafal Pulp / Custard Apple Pulp 1 cup
Method:
Take soaked Rice in a jar of your mixer.
Add Milk as needed and crush to fine paste.
Now, take remaining Milk in a pan.
Add crushed Rice and boil it on high flame. Boil it until Rice is cooked well and Milk becomes thick. Stir when needed to prevent boil over and sticking at the bottom of pan.
Then, add Sugar and continue boiling for a while.
Remove pan from flame and leave it for few minutes to cool off.
When it is cooled off, add Custard Apple Pulp and mix very well.
Refrigerate for at least 1 hour.
Serve fridge cold.
No Comments