ફલાફલ અને હમસ / Falafal and Hummus

ફલાફલ અને હમસ / Falafal and Hummus

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી:

હમસ માટે:

તાહીની પેસ્ટ

(તલ ૧/૪ કપ, લસણ ૨ ટેબલ સ્પૂન, તલ નું તેલ ૨ ટેબલ સ્પૂન, આ બધુ એકી સાથે પીસી લો, તાહીની પેસ્ટ તૈયાર)

કાબુલી ચણા બાફેલા ૧/૨ કપ

દહી ૨ ટેબલ સ્પૂન

તલ નું તેલ ૧ ટી સ્પૂન

મીઠું ચપટી

 

ફલાફલ માટે:

ડુંગળી ૧

ફુદીનો ૨ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૨ ટેબલ સ્પૂન

કાબુલી ચણા પલાળેલા ૧/૨ કપ

મીઠું સ્વાદ મુજબ

કૉર્ન ફ્લેક્સ નો પાઉડર ૨ ટેબલ સ્પૂન

જીરું પાઉડર ૧/૨ ટી સ્પૂન

તળવા માટે તેલ

 

રીત:

હમસ માટે:

તાહીની પેસ્ટ (ફલાફલ માં મીક્ષ કરવા માટે ૨ ટેબલ સ્પૂન જેટલી રાખી, બાકીની બધી જ), બાફેલા કાબુલી ચણા, દહી, મીઠું અને ૧/૨ ટી સ્પૂન જેટલું તલનું તેલ, આ બધુ એક મીક્ષર ની જારમાં લઈ, એકદમ જીણું પીસી લો. જરૂર લાગે તો થોડું વધારે તલનું તેલ ઉમેરવું.

 

હમસ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

ફલાફલ માટે:

એક ચોપરમાં, ડુંગળી, ફુદીનો અને ધાણાભાજી લઈ, બરાબર પીસી લઈ, એક બાઉલમાં લઈ લો.

 

હવે, ચોપરમાં, પલાળેલા કાબુલી ચણા લઈ, બરાબર પીસી લઈ, પીસેલી ડુંગળી વગેરે વાળા બાઉલમાં જ લઈ લો.

 

હવે એમાં, જીરું પાઉડર, મીઠું અને ૨ ટેબલ સ્પૂન જેટલી તાહીની પેસ્ટ બરાબર મીક્ષ કરી દો.

 

પછી, કૉર્ન ફ્લેક્સ નો પાઉડર મીક્ષ કરી દો.

 

હવે, તૈયાર કરેલા મીશ્રણમાંથી નાની નાની ટીક્કી વાળી લો.

 

એક પૅનમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

મધ્યમ તાપે, બધી ટીક્કી, કરકરી થઈ જાય એવી તળી લો.

 

હમસ સાથે તાજી અને ગરમા ગરમ પીરસો.

Preparation time 20 minutes

Cooking time 20 minutes

For 4 Persons

 

Ingredients:

For Hummus:

Tahini Paste

(Sesame Seeds ¼ cup, Garlic 2 tbsp, Sesame Seeds Oil 2 tbsp, crush all these to prepare Tahini Paste)

Kabuli Chana (White Chickpeas) boiled ½ cup

Curd 2 tbsp

Sesame Seeds Oil 1 ts

Salt Pinch

 

For Falafal:

Onion 1

Fresh Mint Leaves 2 tbsp

Fresh Coriander Leaves 2 tbsp

Kabuli Chana (White Chickpeas) soaked ½ cup

Salt to taste

Corn Flakes Powder 2 tbsp

Cumin Powder 1./2 ts

Oil to fry

 

Method:

For Hummus:

Take in a jar of mixer, Tahini Paste (keep only 2 tbsp of Tahini Paste to mix with Falafal), Boiled Kabuli Chana, Curd, Salt and ½ ts of Sesame Seeds Oil and fine crush. If needed add little more Sesame Seeds Oil.

 

Hummus is ready. Keep it a side.

 

For Falafal:

Take in a chopper, Onion, Fresh Mint Leaves and Fresh Coriander Leaves, crush well. Take in a bowl.

 

Now in a chopper, take soaked Kabuli Chana, crush well. Take in the same bowl with crushed Onion etc.

 

Now, Add Cumin Powder, Salt, 2 tbsp of Tahini Paste and mix well.

 

Add Corn Flakes Powder and mix well.

 

Now, prepare number of tikki of prepared mixture.

 

Heat Oil in a pan.

 

Deep fry all tikki on medium flame to dark brownish to make them crispy.

 

Serve Fresh and Hot with Hummus.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!