મલ્ટી ગ્રેઇન મસાલા ભાખરી / Multigrain Masala Bhakhri / Multigrain Spiced Bhakri

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૭ ભાખરી

 

સામગ્રી :

ઘઉ નો લોટ ૧/૨ કપ

બાજરી નો લોટ ૧/૪ કપ

જુવાર નો લોટ ૧/૪ કપ

મકાઇ નો લોટ ૧/૪ કપ

ચણા નો લોટ ૧/૪ કપ

રવો / સૂજી ૧/૪ કપ

મેથી ની ભાજી ૧/૨ કપ

તલ ૧ ટેબલ સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર  ૧/૨ ટી સ્પૂન

મીઠું ૧ ટી સ્પૂન

આદુ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ઘી ૧ ટેબલ સ્પૂન

તેલ ૨ ટેબલ સ્પૂન

દહી ૨ ટેબલ સ્પૂન

 

રીત :

એક કથરોટમાં એકીસાથે, ઘઉ નો લોટ, બાજરી નો લોટ, જુવાર નો લોટ, મકાઇ નો લોટ, ચણા નો લોટ અને રવો લો. બરાબર મીક્ષ કરો.

 

એમાં મેથી ની ભાજી, તલ, હળદર, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

આદુ-મરચાં ની પેસ્ટ, ઘી, તેલ અને દહી ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ધીરે ધીરે ઉમેરતા જઇ એકદમ કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટમાંથી મધ્યમ સાઇઝના બોલ બનાવો અને જાડી ગોળ રોટલી વણી લો. રોટલીના કિનારીઓ કાપા વારી થશે.

 

 

ધીમા-મધ્યમ તાપે એક તવો ગરમ કરી, એના પર બરાબર સેકી લો.

 

આ રીતે બધી ભાખરી બનાવી લો.

 

પસંદ પ્રમાણે દહી કે રાયતા સાથે ગરમ પીરસો.

 

સાદી અને સ્વાદિષ્ટ ભાખરી નાસ્તામાં કે સાંજના ભોજનમાં આરોગો.

 

નિશાળે જતાં બાળકોના લંચબોક્સમાં પણ મુકી શકાય.

 

Prep.5 min.

Cooking time 15 min.

Yield 7 pcs.

Ingredients:

Wheat Flour ½ cup

Millet Flour ¼ cupContinue Reading

ચીઝ-લિંગ ભેળ / Cheese-ling Bhel

 

તૈયારી માટે ૧૦ મિનિટ

૧ પ્લેટ

 

સામગ્રી :

લીલી ડુંગળી સમારેલી ૧

(થોડા પાન પણ સમારવા)

કેપ્સિકમ સમારેલા ૧/૨

ઓલિવ સમારેલા ૫

હેલોપીનો સમારેલા ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

ફૂદીનો ૧/૨ ટી સ્પૂન

ચાટ મસાલો ૧ ટી સ્પૂન

ટમેટાં સમારેલા ૧

ટોમેટો કેચપ ૧ ટેબલ સ્પૂન

ચીઝ ક્યૂબ ૨

ચીઝલિંગ બિસ્કીટ ૧/૨ કપ

ધાણાભાજી અને દાડમ ના દાણા સજાવટ માટે

 

રીત :

એક બાઉલમાં સમારેલી લીલી ડુંગળી લો.

 

સમારેલા કેપ્સિકમ, ઓલીવ, હેલોપીનો, ધાણાભાજી, ફૂદીનો, ચાટ મસાલો ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

ટોમેટો કેચપ અને સમારેલા ટમેટાં ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

ચીઝ ક્યૂબ મીક્ષ કરો.

 

ચીઝલિંગ બિસ્કીટ મીક્ષ કરો.

 

તૈયાર કરેલું મિક્સચર એક સર્વિંગ બાઉલમાં લો.

 

થોડી ધાણાભાજી અને દાડમ ના દાણા છાંટી સુશોભિત કરો.

 

દરેક સામગ્રીના તાજા સ્વાદ ની મોજ માણવા મીક્ષ કરીને તરત જ પીરસો.

 

શું..??? તમે ભેળના જબરા શોખીન છો..???

 

શું..??? તમે તમતમતા સ્વાદના જબરા શોખીન છો..???

 

તો.. આ રહી.. ફક્ત ને ફક્ત.. તમારા જ માટે.. ચીઝ-લિંગ ભેળ..

 

Prep.10 min.

Qty. 1 Plate

Ingredients:

Spring Onion copped              1

(include some leaves)Continue Reading

પોમગ્રેનેડ પીયુશ / Pomegranade Piyush

 

તૈયારી માટે ૫ મિનિટ

૩ સર્વિંગ

 

સામગ્રી :

શ્રીખંડ ૨ કપ

(પ્લેન શ્રીખંડ હોય તો એ જ લેવું)

છાસ ૩ કપ

ગ્રેનાડાઈન સીરપ ૨ ટેબલ સ્પૂન

દાડમ ના દાણા ૩ ટેબલ સ્પૂન

 

રીત :

એક બાઉલમાં શ્રીખંડ અને છાસ એકીસાથે લો. એને એકદમ ફીણી લો. પછી એને મીક્ષરની જારમાં લઈ લો.

 

એમાં ગ્રેનાડાઈન સીરપ ઉમેરો.

 

૩૦ થી ૪૦ સેકંડ માટે હાઇ સ્પીડ પર મીક્ષર ચલાવી, બરાબર મિક્સ કરી લો. જરૂર લાગે તો થોડી વધારે વાર માટે મીક્ષર ચલાવવું. બધુ બરાબર મિક્સ થઈ જવું જોઈએ.

 

આ મિશ્રણ સર્વિંગ ગ્લાસ માં ભરી લો.

 

ઉપર દાડમ ના દાણા છાંટી સજાવો.

 

૪૫ થી ૬૦ મિનિટ માટે ફ્રીજમાં રાખી દો.

 

ઠંડુ ઠંડુ પીઓ.

 

ઉનાળાની ધોમધખતી ગરમી નો સામનો કરો, ફાઇબર અને કેલ્સિયમ ની ભરપૂર, મુલાયમ અને સ્વાદિષ્ટ પીણું પીઓ.

 

Prep.5 min.

Servings 3

Ingredients:

Shreekhand 2 cups

(Preferably Plain Shreekhand)

Buttermilk 3 cupsContinue Reading

મગ દાળ ના વાનવા / ફાફડા / Mag Dal Vanva / Fafda / Vanva of Split Green Gram

 

તૈયારી માટે ૩૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨૫ થી ૩૦ વાનવા

 

સામગ્રી :

મગ દાળ લીલી ૧ કપ

અડદ દાળ ૧/૨ કપ

ચણા દાળ ૧/૨ કપ

અજમા ૧ ટી સ્પૂન

હિંગ ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ તળવા માટે

સંચળ અને લાલ મરચું પાઉડર ભભરાવવા માટે

અટામણ માટે ઘઉ નો લોટ

 

રીત :

લીલી મગ દાળ, અડદ દાળ અને ચણા દાળ લો અને જીણો લોટ દળાવી લો.

 

એમાં અજમા, હિંગ અને મીઠું ઉમેરો. જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટને એક ખાંડણી અથવા જાડા વાસણમાં લઈ, દસ્તા વડે ૮ થી ૧૦ મિનિટ સુધી ખાંડી લો જેથી લોટ એકદમ કુણો થઈ જાય અને એનો રંગ પણ બદલાઈને આછો પીળો થઈ જશે.

 

હવે, લોટ નો નાનો લુવો લો, બોલ બનાવો અને મધ્યમ સાઇઝ નો એકદમ આછી (પાતળી) પુરી વળી લો. વણવામાં સરળતા માટે ઘઉના લોટનું અટામણ લો.

 

આ રીતે બધી પુરી વણી લો.

 

એક કડાઈમાં ધીમા-મધ્યમ તાપે તળવા માટે તેલ ગરમ કરો.

 

બધી પુરી તળી લો. પુરીની બન્ને બાજુ એકસરખી તળવા માટે દરેક પુરી તેલમાં ઉલટાવવી. પુરી એકદમ પાતળી હોવાથી જલ્દી તળાઈ જશે એટલે ઝડપથી તેલમાંથી કાઢી લેવી, નહીતર લાલ થઈ જશે.

 

તળેલી પુરીઓ પર સંચળ અને લાલ મરચું પાઉડર છાંટી દો.

 

ઠંડી થવા માટે થોડી વાર માટે રાખી મુકો.

 

પછી, લાંબા તહેવારોના દિવસો દરમ્યાન અવાર નવાર માણવા માટે એરટાઇટ બરણીમાં ભરી દો.

 

મોટા તહેવારોના વ્યસ્ત દિવસો દરમ્યાન..

હાથવગા.. કરકરા વાનવા..

ચા કે કોફી સાથે માણવા..

 

Prep.30 min.

Cooking time 10 min.

Qty. 25-30 Vanva

Ingredients:

Split Green Gram (with skin) 1 cup

Split Black Gram skinned ½ cupContinue Reading

error: Content is protected !!