સ્વીટ પોટેટો મીસળ ફોર ફાસ્ટીંગ / ફરાળી મીસળ / Sweet Potato Misal for Fasting / Misal for Fasting

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ પ્લેટ

 

સામગ્રી :

મીસળ મસાલા માટે :

તજ નાનો ટુકડો ૧

લવિંગ ૪-૫

મરી આખા ૪-૫

જીરું ૧ ટી સ્પૂન

વરિયાળી ૧ ટી સ્પૂન

બાદીયા ૨

સૂકા લાલ મરચાં ૨-૩

સૂંઠ પાઉડર ૧/૨ ટી સ્પૂન

આમચૂર ૧ ટી સ્પૂન

 

મીસળ માટે :

તેલ ૨ ટેબલ સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

લીમડો ૪-૫

આદું ખમણેલો ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

સીંગદાણા બાફેલા ૧/૨ કપ

શક્કરીયાં બાફેલા સમારેલા ૧

લીંબુ ૧/૨

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

પીરસવા માટે :

સાબુદાણા-શક્કરીયાં ની ખીચડી

ફરાળી ચેવડો

મસાલા સિંગ

ધાણાભાજી

 

રીત :

મીસળ મસાલા માટે :

એક નોન-સ્ટિક પૅન ધીમા તાપે ગરમ કરો. એમાં તજ, લવિંગ, આખા મરી, જીરું, વરિયાળી, બાદીયા અને સૂકા લાલ મરચાં મુકો અને સુકા સેકી લો. બધી બાજુ બરાબર સેકવા માટે થોડી થોડી વારે ઉછાળો અને હલાવો.

 

બરાબર સેકાય જાય એટલે ખુલી મોટી પ્લેટમાં પાથરી ને ઠંડા થવા માટે ૫ થી ૭ મિનિટ માટે રાખી મુકો.

 

પછી, આ બધી સેકેલી સામગ્રી ગ્રાઈન્ડિંગ જારમાં લો. એમાં સૂંઠ પાઉડર અને આમચૂર ઉમેરો. એકદમ જીણો પાઉડર થઈ જાય એટલું પીસી લો.

 

ફરાળી મીસળ મસાલો તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

મીસળ માટે :

એક પૅન માં મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

એમાં જીરું, લીમડો અને ખમણેલો આદું ઉમેરો અને સાંતડો.

 

સાંતડાઈ જાય એટલે એમાં ૧ ટેબલ સ્પૂન જેટલો ફરાળી મીસળ મસાલો, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

હવે એમાં બાફેલા સીંગદાણા અને બાફેલા સમારેલા શક્કરીયાં ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

એમાં આશરે ૨ કપ જેટલું પાણી ઉમેરો અને ધીમા-મધ્યમ તાપે ૪ થી ૫ મિનિટ માટે, પૅન ના તળિયા સુધી  ધીરે ધીરે હલાવતા રહી પકાવો. પૅન ના તળિયે ચોંટી કે બળી ના જાય એ ખાસ ખ્યાલ રાખો.

 

પછી, ધાણાભાજી અને લીંબુ નો રસ ઉમેરો. બરાબર મિક્સ કરો. તાપ પરથી પૅન હટાવી લો.

 

મીસળ તૈયાર છે.

 

પીરસવા માટે :

એક સર્વિંગ બાઉલમાં સાબુદાણા-શક્કરીયાં ની ખીચડી લો.

 

એની ઉપર તૈયાર કરેલું મીસળ રેડો.

 

એની ઉપર ફરાળી ચેવડો, મસાલા સિંગ અને ધાણાભાજી છાંટો.

 

તાજે તાજું જ પીરસો.

 

તીખું-મીઠું ફરાળ, ફરાળી મીસળ, શક્કરીયાં નું મીસળ.

 

Prep.10 min.

Cooking time 20 min.

Qty. 2 Plates

Ingredients:

For Misal Masala:

Cinnamon 1 small pc

Clove Buds 4-5Continue Reading

સ્ટફ્ડ મઠડી રોલ (પ્રસાદ) / Stuffed Muthadi Roll (God’s Offering)

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૦ નંગ

 

સામગ્રી :

લોટ માટે :

મેંદો ૧ કપ

તલ ૧ ટી સ્પૂન

ઘી ૨ ટેબલ સ્પૂન

 

પુરણ માટે :

ગુલકંદ ૧ ટેબલ સ્પૂન

કાજુ પાઉડર ૧/૪ કપ

પિસ્તા ટુકડા ૨ ટેબલ સ્પૂન

ખાંડ ૨ ટેબલ સ્પૂન

કેસર ૫-૬ તાર

તળવા માટે ઘી

કોટિંગ માટે દળેલી ખાંડ  

 

રીત :

લોટ માટે :

એક કથરોટમાં મેંદો લો.

 

એમાં તલ અને ઘી ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ જરા નરમ લોટ બાંધી લો. થોડી વાર રાખી મુકો.

 

પુરણ માટે :

એક પૅન માં ખાંડ લો. એમાં થોડું પાણી ઉમેરો. હલાવીને ખાંડ ઓગાળો.

 

એમાં ગુલકંદ, કાજુ પાઉડર અને પિસ્તા ના ટુકડા મિક્સ કરો.

 

હવે એને ધીમા તાપે ૩ થી ૪ મિનિટ માટે પકાવો. પછી, તાપ પરથી પૅન હટાવી લો.

 

એમાં કેસર મિક્સ કરો અને ઠંડુ થવા થોડી વાર રાખી મુકો.

 

ઠંડુ થઈ જાય એટલે થોડું પુરણ લઈ, એક મુઠ્ઠીમાં દબાવી, બન્ને હથેળી વચ્ચે ફેરવી, નાનો રોલ જેવો આકાર આપો. આ રીતે બધા રોલ તૈયાર કરી લો. એક બાજુ રાખી દો.

 

મઠડી બનાવવા માટે :

બાંધેલા લોટમાંથી જરા જાડી રોટલીઓ વણી લો.

 

બધી રોટલીઓમાંથી લાંબી પટ્ટીઓ કાપી લો.

 

એક પટ્ટી પર થોડું ઘી લગાવો અને સુગર પાઉડર છાંટો.

 

હવે, આ પટ્ટી પર એક રોલ મૂકી, પટ્ટી વાળી લઈ, એમાં રોલ વીંટાળી લો. પટ્ટી ની બન્ને બાજુના છેડા હાથેથી દબાવી બંધ કરી લો.

 

આ રીતે બધા સ્ટફ્ડ રોલ તૈયાર કરી લો.

 

એક કડાઈમાં તળવા માટે ધીમા તાપે ઘી ગરમ કરો.

 

બધા સ્ટફ્ડ રોલ આછા ગુલાબી થઈ જાય એવા તળી લો. બધી બાજુ બરાબર તળવા માટે થોડી વારે ઘી માં બધા રોલ ફેરવવા.

 

રોલ તળાય જાય એટલે ઘી માં થી કાઢી લઈ, તરત જ દળેલી ખાંડ માં રગદોળી, કોટ કરી લો.

 

ઠંડા થવા માટે ૧૫ થી ૨૦ મિનિટ માટે રાખી મુકો.

 

ભગવાન ને ધરાવો અને પ્રસાદ આરોગો.

 

Prep.10 min.

Cooking time 15 min.

Yield 10 pcs.

Ingredients:
For dough :
Refined White Wheat Flour (Maida) 1 cup
Sesame Seeds 1 tsContinue Reading

મિનિ મસાલા ઉત્તપમ પ્લૅટર / Mini Masala Uttapam Platter / Mini Spiced Uttapam Platter

 

તૈયારી માટે ૩૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૫ પ્લેટ

 

ભાગ-૧ કાચી રસમ :

સામગ્રી :

લીલા મરચાં આખા ૨

ડુંગળી સમારેલી ૧

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

આમલી નો પલ્પ ૨ ટેબલ સ્પૂન

ખાંડ ૨ ટી સ્પૂન

તલ ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

રસમ પાઉડર

પાણી ૨ કપ

 

વઘાર માટે :

તેલ, રાય, જીરું, લીમડો, સૂકા લાલ મરચાં

 

રીત :

લીલા મરચાંમાં કાપા પડી સેકી લો.

 

સેકેલા લીલા મરચાં, ડુંગળી અને ધાણાભાજી એક ખાંડણીમાં ખાંડી કરકરી પેસ્ટ બનાવી લો. એક વાટકામાં લઈ લો.

 

એમાં આમલીનો પલ્પ, ખાંડ, તલ, રસમ પાઉડર, મીઠું અને પાણી ઉમેરી બરાબર મીક્ષ કરી લો.

 

એક બાજુ રાખી દો.

 

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં રાય, જીરું, લીમડો અને સૂકા લાલ મરચાં ઉમેરો. તતડી જાય એટલે તૈયાર કરેલા રસમના મિશ્રણમાં આ વઘાર તરત જ ઉમેરી દો. બરાબર મીક્ષ કરી દો.

 

કાચી રસમ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

ભાગ-૨ અળસીના બી ની પોડી :

સામગ્રી :

સૂકા લાલ મરચાં ૭-૮

ચણા દાળ ૧/૨ કપ

અળસીના બી ૧/૨ કપ

અડદ દાળ ૧/૪ કપ

સૂકા નારિયળ નો પાઉડર ૧/૨ કપ

મીઠું સ્વાદ મુજબ

 

વઘાર માટે ::

તેલ, રાય, હિંગ, લીમડો

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં રાય, હિંગ અને લીમડો ઉમેરો. તતડે એટલે એમાં સૂકા લાલ મરચાં, ચણા દાળ, અડદ દાળ, અળસીના બી, સૂકા નારિયળ નો પાઉડર અને મીઠું ઉમેરો.

 

ધીમા તાપે ૩ થી ૪ મિનિટ માટે હલાવી ને પકાવો.

 

પછી, ઠંડુ થવા રાખી મુકો.

 

પછી, ગ્રાઈન્ડરમાં પીસી લો.

 

એક બાજુ રાખી દો.

 

ભાગ-૩ ઉત્તપમ :

ખીરા માટે :

સામગ્રી :

ચોખા ૩ કપ

અડદ દાળ ૧ કપ

દહી ૪ કપ

મીઠું

 

રીત :

ચોખા અને અડદ દાળ આશરે ૭ કલાક માટે અલગ અલગ પાણીમાં પલાળો. પછી ગરણીથી પાણી કાઢી નાખો.

 

ગ્રાઈન્ડિંગ જારમાં પલાળેલા ચોખા લો. એમાં ૩ કપ દહી ઉમેરો. કરકરું પીસી લો. એક મોટા વાટકામાં લઈ લો.

 

ગ્રાઈન્ડિંગ જારમાં પલાળેલી અડદ દાળ લો. એમાં ૧ કપ દહી ઉમેરો. કરકરી પીસી લો. પીસેલા ચોખા સાથે મીક્ષ કરી દો.

 

આથા માટે ૫ થી ૬ કલાક માટે રાખી મુકો.

 

પછી એમાં મીઠું ઉમેરી બરાબર મીક્ષ કરી દો.

 

ખીરું તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

ઉત્તપમ માટે :

ઓગાળેલું માખણ

 

અલગ અલગ ટોપીંગ માટે :

૧.

મેથી ની ભાજી ૨ ટેબલ સ્પૂન

લીલું લસણ સમારેલું ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

૨.

ડુંગળી જીણી સમારેલી ૧

ટમેટાં જીણા સમારેલા ૧

પોડી પાઉડર ૧ ટેબલ સ્પૂન

અળસી ના બી ૧ ટેબલ સ્પૂન

 

૩.

લસણ જીણું સમારેલું ૪-૫ કળી

ચીઝ ખમણેલું ૨ ટેબલ સ્પૂન

ચીલી ફલૅક્સ ૧ ટેબલ સ્પૂન

ઓરેગાનો ૧ ટી સ્પૂન

 

રીત :

મધ્યમ તાપે જાડો સપાટ તવો ગરમ કરો. નોન-સ્ટિક તવા પર ઉત્તપમ બનાવવા સરળ પડશે.

 

તવા ઉપર તૈયાર કરેલું ખીરું ૧ ટેબલ સ્પૂન જેટલું રેડો. તવેથા થી તવા પર ખીરાને ઝડપથી જાડા ગોળ આકારમાં ફેલાવી દો.

 

એની ઉપર, સામગ્રીમાં જણાવેલા અલગ અલગ ટોપીંગમાંથી ૧ ટોપીંગ ની સામગ્રી છાંટી દો. તવેથા થી હળવેથી ટોપીંગ દબાવી ઉત્તપમ ઉપર બરાબર ગોઠવી દો.

 

નીચેની બાજુ અધકચરી સેકાય જાય એટલે ઉત્તપમની કિનારી ફરતે અને ઉત્તપમની ઉપર ૧/૨ ટેબલ સ્પૂન જેટલું ઓગાળેલું માખણ રેડો.

 

પછી, તરત જ તવેથા વડે ઉત્તપમને તવા પર ઉથલાવો.

 

પછી, ફક્ત ૩૦ થી ૪૦ સેકંડ માટે જ પકાવો.

 

ફરી, તવેથા વડે ઉત્તપમને તવા પર ઉથલાવો.

 

પછી, તરત જ સર્વિંગ પ્લેટ પર લઈ લો.

 

આ જ રીતે બીજા ટોપીંગ સાથે પણ ઉત્તપમ બનાવી લો.

 

કાચી રસમ અને અળસીના બી ની પોડી સાથે ગરમા ગરમ ઉત્તપમ પીરસો.

 

અસલી દક્ષિણ ભારતીય સ્વાદ માટે ઉત્તપમ સાથે નારિયળ ની ચટણી પણ પીરસી શકાય.

 

પરંપરાગત સાઉથ ઇંડિયન વાનગી નો સોડમ આપના રસોડા સુધી લઈ આવો. મિનિ મસાલા ઉત્તપમ બનાવો.

 

Prep.30 min.

Cooking time 10 min.

Qty. 5 Plates

Part-1: Raw Rasam:

Ingredients:

Fresh Green Chilli whole 2

Onion chopped 1

Fresh Coriander Leaves 1 tbspContinue Reading

error: Content is protected !!