આચારી દાલ ઓપન ટોસ્ટ / Aachari Daal Open Toast

આચારી દાલ ઓપન ટોસ્ટ / Aachari Daal Open Toast

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

સર્વિંગ ૪

 

સામગ્રી :

તુવેર દાળ ૧/૨ કપ

(પલાળેલી અને બાફેલી)

તેલ ૧ ટી સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

આદું-મરચા ની પેસ્ટ ૧ ટી સ્પૂન

આચાર મસાલા ૧ ટેબલ સ્પૂન

કેપ્સિકમ જીણું સમારેલું ૨ ટેબલ સ્પૂન

ટમેટા જીણા સમારેલા ૨ ટેબલ સ્પૂન

ધાણાભાજી સમારેલી ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

બ્રેડ ૪ સ્લાઇસ

માખણ શેકવા માટે

કેચપ સર્વ કરવા માટે

 

રીત :

એક કડાઈમાં તેલ ગરમ કરો. જીણી સમારેલી ડુંગળી ઉમેરી ને સાંતડો.

 

આદું-મરચા ની પેસ્ટ ઉમેરી ને સાંતડો.

 

પલાળેલી ને બાફેલી તુવેર દાળ ઉમેરી ને ધીરે ધીરે હલાવતા રહી ને સાંતડો. પાણી બળી જાય ને મિશ્રણ સૂકું થઈ જાય ત્યાં સુધી સાંતડો.

 

આચાર મસાલા, જીણા સમારેલા કેપ્સિકમ, ટમેટા અને ધાણાભાજી ઉમેરો ને બરાબર મીક્ષ કરો. ટૉપિન્ગ તૈયાર થઈ ગયું.

 

બ્રેડ ની ૧ સ્લાઇસ લો. એના ઉપર તૈયાર કરેલું મિશ્રણ ચોપડો.

 

તવા ને ગરમ કરો.

 

મિશ્રણ ચોપડેલી બ્રેડની સ્લાઇસ ને માખણ નો ઉપયોગ કરી ને ગરમ કરેલા તવા પર મધ્યમ તાપે શેકી લો.

 

આ જ રીતે બધી બ્રેડ સ્લાઇસ સેકી લો.

 

કેચપ સાથે ગરમા ગરમ પીરસો.

 

ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે મોઢા માં પાણી આવે એવા હેલ્થી આચારી દાલ ઓપન ટોસ્ટ ની મજા માણો.

Preparation time 10 minutes

Cooking time 10 minutes

Servings 4

 

Ingredients:

Skinned and Split Pigeon Peas ½ cup

(soaked and boiled)

Oil 1 ts

Onion finely chopped 1

Ginger-Chilli Paste 1 ts

Aachar Masala 1 tbsp

(Pickle Masala)

Capsicum finely chopped 2 tbsp

Tomato finely chopped 2 tbsp

Fresh Coriander Leaves chopped 1 tbsp

Salt to taste

Bread Slice 4

Butter for roasting

Ketchup for serving

 

Method:

Heat Oil in a pan. Add finely chopped Onion and sauté.

 

Add Ginger-Chilli Paste and sauté.

 

Add soaked and boiled Skinned and Split Pigeon Peas and roast while stirring occasionally. Roast it until water gets burnt and mixture becomes dry.

 

Add Aachar Masala, finely chopped Capsicum, Tomato and Fresh Coriander Leaves. Mix well. Topping is ready.

 

Take one Slice of Bread. Apply prepared mixture on it.

 

Pre-heat a roasting pan.

 

Roast prepared Bread Slice using Butter.

 

Repeat to prepare all 4 Bread Slices.

 

Serve Hot with Ketchup.

 

Mouthwatering and Healthy Aachari Daal Open Toast is ready to satisfy your un-timely appetite.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!