અકોર્ડીયન પોટેટો / Accordion Potatoes

અકોર્ડીયન પોટેટો / Accordion Potatoes
 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

બટેટા મોટા ૨

માખણ ઓગળેલું ૨૫ ગ્રામ

લસણ ની પેસ્ટ ૧ ટી સ્પૂન

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

ઓરેગાનો ૧/૨ ટી સ્પૂન

મકાઇ બાફેલી ૨ ટેબલ સ્પૂન

કેપ્સિકમ ૧

ડુંગળી ૧

ચીઝ ખમણેલું ૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ચીઝ સ્પ્રેડ

મેયોનેઝ

કેચપ

 

રીત :

ભીના કરેલા નાના કપડાં માં બટેટા વિટાળી દો અને ૫ મિનિટ માટે માઇક્રોવેવ કરો.

 

બટેટા માં થોડા થોડા અંતરે કાપા પડી લો. આ કામ થોડું મુશ્કેલ છે. ચાલો તમને તરકીબ સમજાવું. બટેટામાં એવી રીતે કાપા પાડવાના છે કે નીચેથી આખું બટેટુ જોડાયેલું જ રહે. આ કામ સહેલાઈથી કરવા માટે બટેટાને મોટા ચમચા માં ગોઠવી દો. હવે ચપ્પુથી બટેટા પર કાપા મૂકો. ચમચા ની ધાર પાસે ચપ્પુ અટકી જશે એટલે બટેટાના ટુકડા નહી થઈ જાય અને આપણે જે રીતે જોઈએ છે એ જ રીતે બટેટા પર સહેલાઈથી કાપા પાડી શકાશે.

 

ઓગાળેલા માખણ માં લસણની પેસ્ટ, ચીલી ફલૅક્સ અને ઓરેગાનો બરાબર મીક્ષ કરી લો. આ મિશ્રણને કાપા પાડેલા બટેટા ઉપર બ્રશ થી લગાવી દો. બટેટાને ઓવન માં ૨૦૦° F પર ૧૦ મિનિટ બેક કરી લો.

 

એક કડાઈમાં ધીમા તાપે માખણ ગરમ કરો. એમાં ડુંગળી, કેપ્સિકમ અને મકાઇ નાખીને સાંતડી લો. એમાં ચીલી ફલૅક્સ, ઓરગાનો, મીઠું મીક્ષ કરો. કડાઈ તાપ પરથી ઉતારી લો.

 

બેક કરેલા બટેટા ના કાપા માં તૈયાર કરેલું મકાઈનું મિશ્રણ અને ખમળેલું ચીઝ ભરી દો. ફરી ૨-૩ મિનિટ માટે ૧૮૦° પર બેક કરો.

 

એક વાટકામાં ચીઝ સ્પ્રેડ, મેયોનેઝ અને કેચપ મીક્ષ કરો.

 

ખમણેલું ચીઝ છાંટીને બટેટાને આકર્ષક બનાવો.

 

બટેટની ના છેડા પર ના અસલી અને શ્રેષ્ઠ કરકરા સ્વાદ માટે ઓવેનમાંથી કાઢીને તરત જ પીરસો.

 

ચીઝ સ્પ્રેડ, મેયોનેઝ અને કેચપ ના મિશ્રણ ના ડીપ સાથે મુખ્ય ભોજનની પેલા અથવા ભોજનની સાથે આપના પ્રિય બટેટાના અનોખા જ રૂપ.. અકોર્ડીયન પોટેટો ના  સ્વાદ ની લિજ્જત માણો.

Prep.5 min

Cooking time 20 min

for 2 persons

Ingredients:

Potatoes (Very Big Size )                    2

Melted Butter                                       25 gm

Garlic Paste                                        1 ts

Chilli Flakes                                         1 ts

Oregano                                              ½ ts

Corn boiled                                          2 tbsp

Capsicum                                            1

Onion                                                  1

Cheese grated                        2 ts

Salt to taste

Cheese Spread

Mayonnaise

ketchup

Method:

Wrap Potatoes in a wet kitchen towel and microwave for 5 minutes.

 

Cut slits in potatoes leaving the bottom intact. It’s bit tricky to cut. Let me just give you tips. Cut potato in slices but leaving joined at the bottom. To make it easier, place a potato on a serving spoon and slice it of the size of your choice easily. Your knife will stop on the edge of the serving spoon and it will not cut the potato all the way through to make pieces and leave it joined from the bottom. Yes, that’s what we need.

 

Mix Garlic Paste, Chilli Flakes and Organo with melted Butter and brush it on potatoes. Bake potatoes in oven for 10 minutes at 200°F.

 

Heat butter in a pan on low flame. Panfry Onion, Capsicum and Corn. Add Chiili Flakes, Oregano and Salt. Mix well. Remove the pan from the flame.

 

Fill in baked potatoes with Corn Mixture and grated Cheese. Bake again for 2-3 minutes at 180°F.

 

Mix Cheese Spread, Mayonnaise and Ketchup to prepare dip.

 

Can be garnished with grated Cheese to beautify the dish.

 

Serve direct  from the oven to get the best taste of crispier edges of potatoes with dip as starter or a side dish.

 

Enjoy Accordion Potato.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!