અડદ ની પુરી / Adad ni Puri / Black Gram Puri

અડદ ની પુરી / Adad ni  Puri / Black Gram Puri

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨૦ પુરી

 

સામગ્રી :

અડદ દાળ ૧ કપ

આદું-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

તેલ ૧ ટેબલ સ્પૂન

મેંદો ૨ કપ

મીઠું સ્વાદ મુજબ

તળવા માટે તેલ

 

રીત :

કમ સે કમ ૪ કલાક માટે અડદ દાળ પલાળી દો. પછી પાણી કાઢી નાખો.

 

હવે એને મીક્ષરની જારમાં લો અને હાઇ સ્પીડ પર એકદમ પીસી લઈ, જીણી પેસ્ટ બનાવી લો. એક બાઉલમાં લઈ લો.

 

એમાં આદું-મરચાં ની પેસ્ટ અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

હવે, એમાં થોડો થોડો મેંદો ઉમેરતા જઈ, ગઠાં ના રહી જાય એ રીતે બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઈ કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટમાંથી નાના નાના લુવા બનાવી લો અને એમાંથી નાની નાની, જરા જાડી એવી પુરીઓ વણી લો. વણવામાં સરળતા માટે જરૂર લાગે ત્યારે થોડું થોડું તેલ પાટલા અને વેલણ પર લગાવો.

 

એક કડાઈમાં તળવા માટે મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

વારાફરતી, બધી પુરીઓ આછી ગુલાબી તળી લો. બન્ને બાજુ બરાબર તળવા માટે થોડી વારે પુરીઓને તેલમાં ઉલટાવો.

 

પસંદ મુજબ કોઈ શાક અથવા મસાલા દહી અથવા રાયતા સાથે ગરમા ગરમ પીરસો.

 

સામાન્ય રીતે બનતી ઘઉ ના લોટ ની પુરીઓ ખાઈ ખાઈ ને કંટાળી ગયા છો ને..!!!

 

આ અલગ પુરી, અડદ ની પુરી ની અજમાયશ કરી જુવો.

Preparation time 10 minutes

Cooking time 15 minutes

Yield 20 Puri

 

Ingredients:

Skinned and Split Black Gram 1 cup

Ginger-Chilli Paste 1 tbsp

Oil 1 tbsp

Refined White Wheat Flour 2 cup

Salt to taste

Oil to deep fry

 

Method:

Soak Skinned and Split Black Gram for approx 4 hours. Then, strain it.

 

Then take it in a wet grinding jar of mixer. Crush it to fine paste. Remove it in a bowl.

 

Add Ginger-Chilli Paste, Salt and Oil. Mix well.

 

Add Refined White Wheat Flour slowly as needed and water as needed to knead stiff dough.

 

Make number of small lumps of dough. Then, roll number of small and little thick round Puri from lumps.

 

Heat Oil to deep fry. Deep fry all rolled Puri to light brownish. Turn over when needed to deep fry well both sides of all Puri.

 

Serve with vegetable of Choice or Spiced Curd or Raita of choice.

 

Are You Fed up of Regular Wheat Flour Puri…!!!

 

                                    Try This Different Puri…Black Gram Puri…

 

                                                                        Enjoy with Ginger-Potato…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!