આલુ મેથી / Alu Methi

આલુ મેથી / Alu Methi

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી:

ઘી ૨ ટેબલ સ્પૂન

તેલ ૧ ટેબલ સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

સુકા કાશ્મીરી લાલ મરચા સમારેલા ૨ ટેબલ સ્પૂન

આદું-લસણ-મરચાં જીણા સમારેલા ૨ ટેબલ સ્પૂન

બટેટા છાલ ઉતારી સમારેલા ૨

મીઠું સ્વાદ મુજબ

મેથી સમારેલી ૨૫૦ ગ્રામ

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચાં પાઉડર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

ચાટ મસાલો ૧/૨ ટી સ્પૂન

કીચનકીંગ મસાલો ૧ ટી સ્પૂન

લીંબુ નો રસ ૧ ટી સ્પૂન

 

રીત:

એક પૅન માં ઘી અને તેલ એકીસાથે ગરમ કરો.

 

એમાં જીરું, સમારેલા સુકા કાશ્મીરી લાલ મરચાં અને જીણા સમારેલા આદું-લસણ-મરચાં ઉમેરો અને સાંતડો.

 

સાંતડાય જાય એટલે છાલ ઉતારી સમારેલા બટેટા અને મીઠું ઉમેરી, બરાબર મીક્ષ કરો.

 

થોડું પાણી ઉમેરી, પૅન ઢાંકી, પકાવો.

 

બટેટા બરાબર પાકી જાય એટલે સમારેલી મેથી ઉમેરી, સાંતડો.

 

બરાબર પાકી જાય એટલે હળદર, લાલ મરચાં પાઉડર, ધાણાજીરું, ચાટ મસાલો, કીચનકીંગ મસાલો ઉમેરી, બરાબર મીક્ષ કરી, અંદાજે ૨ મિનિટ માટે પકાવો. પછી પૅનને તાપ પરથી હટાવી લો.

 

લીંબુનો રસ ઉમેરી, બરાબર મીક્ષ કરો.

 

પસંદ મુજબ રોટી, નાન અથવા પરાઠા સાથે ગરમા ગરમ પીરસો.

 

સાદું, સરળ અને સ્વાદીષ્ટ શાક.. આલુ મેથી..

Preparation time 10 minutes

Cooking time 10 minutes

For 2 Persons

 

Ingredients:

Ghee 2 tbsp

Oil 1 tbsp

Cumin Seeds ½ ts

Dry Kashmiri Red Chilli chopped 2 tbsp

Ginger-Garlic-Green Chilli finely chopped 2 tbsp

Potato peeled and chopped 2

Salt to taste

Fresh Fenugreek Leaves (Methi) chopped 250g

Turmeric Powder ½ ts

Red Chilli Powder 1 ts

Coriander Cumin Powder 1 ts

Chat Masala ½ ts

Kitchen King Masala 1 ts

Lemon Juice 1 ts

 

Method:

Heat Ghee and Oil together in a pan.

 

Add Cumin Seeds, chopped Dry Kashmiri Red Chilli and finely chopped Ginger-Garlic-Green Chilli and sauté.

 

When sautéed, add peeled and chopped Potato and Salt. Mix well.

 

Add littler water and cover the pan with a lid.

 

When Potato is cooked well, add chopped Fresh Fenugreek Leaves and sauté.

 

When cooked well, add Turmeric Powder, Red Chilli Powder, Coriander Cumin Powder, Chat Masala, Kitchen King Masala and mix very well and continue cooking for apporx 2 minutes. Then remove the pan from flame.

 

Add Lemon Juice and mix well.

 

Serve hot with Roti or Naan or Paratha of choice.

 

Simple, Easy and Delicious…Alu Methi…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!