સામગ્રી :
પુરણ માટે :
તેલ ૧ ટી સ્પૂન
રાય ૧/૨ ટી સ્પૂન
જીરું ૧/૨ ટી સ્પૂન
અડદ દાળ ૧ ટેબલ સ્પૂન
આદુ-લસણ-મરચા ૧ ટેબલ સ્પૂન
(જીણા સમારેલા)
લીમડો ૪-૫
હળદર ૧/૨ ટી સ્પૂન
બટેટા બાફેલા અને સમારેલા ૨
ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન
સૂકી લસણ ની ચટણી ૧ ટેબલ સ્પૂન
પાવ માટે :
દૂધ ૧૫૦ મિલી.
ખાંડ ૨ ટી સ્પૂન
ડ્રાય યીસ્ટ ૧ ટી સ્પૂન
મેંદો ૨૦૦ ગ્રામ
દૂધ નો પાઉડર ૨ ટેબલ સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
માખણ ૩ ટેબલ સ્પૂન
તેલ ગ્રીસિંગ માટે
દૂધ અને માખણ પોલીસિંગ માટે
લીલી ચટણી પીરસવા માટે
રીત :
પુરણ માટે :
એક પૅન માં તેલ ગરમ કરો. રાય. જીરું, અડદ દાળ, જીણા સમારેલા અડદું-લસણ-મરચા અને લીમડો ઉમેરો. સાંતડાય જાય એટલે હળદર, બાફેલા ને સમારેલા બટેટા, ધાણાભાજી ઉમેરો. ધીમા તાપે મીક્ષ કરતાં કરતાં બટેટાને છૂંદી નાખો. ૨-૩ મિનિટ સુધી પકાવો.
તૈયાર કરેલા પુરણ ના નાના નાના બોલ બનાવો.
બધા બોલને સૂકી લસણની ચટણીથી બરાબર કોટ કરી લો. એક બાજુ રાખી દો.
પાવ માટે :
દૂધને નવશેકું ગરમ કરો. ખાંડ અને ડ્રાય યીસ્ટ ઉમેરો. બરાબર મીક્ષ કરો. પૅન ઢાંકી દો. આશરે ૫ મિનિટ માટે રાખી મૂકો.
એક બાઉલમાં મેંદો લો. દૂધ નો પાઉડર અને મીઠું ઉમેરી બરાબર મીક્ષ કરો. દૂધ અને યીસ્ટ નું મિશ્રણ જરૂર મુજબ ધીરે ધીરે ઉમેરી ઢીલો લોટ બાંધી લો. માખણ ઉમેરો અને બરાબર મીક્ષ કરો. ૫-૭ મિનિટ સુધી લોટ ને એકદમ મસળી લો. ૯૦ થી ૧૨૦ મિનિટ (દોઢ થી બે કલાક) માટે રાખી મૂકો.
લોટને વણવાના પાટલા ઉપર કે કોઈ કઠણ જગ્યા ઉપર રાખી ૩-૪ મિનિટ સુધી હાથની મુઠ્ઠીથી દબાવતા રહો.
તૈયાર થયેલા લોટમાંથી નાના નાના લુવા બનાવી લો. એક પછી એક લુવો લઈને બે હાથે હળવે હળવે દબાવી થેપી જાડો ગોળ આકાર આપો. એની વચ્ચે પુરણ નો એક બોલ મુકી રેપ્ કરી બોલ નો આકાર આપો.
આ રીતે બધા બોલ તૈયાર કરો.
બેકિંગ ડીશ પર તેલ લગાવી દો. તૈયાર કરેલા પુરણવાળા બધા બોલ આ ડીશ પર ગોઠવી દો. આશરે ૩૦ મિનિટ સુધી રાખી મૂકો. (ઓવનની બહાર).
પછી, બેકિંગ ડીશ પર રાખેલા બધા બોલ પર બ્રશ થી દૂધ લગાવી દો.
ઓવન પ્રી-હીટ કરી લો.
૨૦૦° પર ૨૦ મિનિટ માટે બેક કરી લો.
બેક થઈ ગયા પછી, બધા બોલ પર બ્રશ થી માખણ લગાવી દો.
બેકિંગ ડીશ માંથી બધા બોલને સર્વિંગ પ્લેટ પર ગોઠવી દો.
લીલી ચટણી સાથે ગરમા ગરમ પીરસો.
તમે મુંબઇયાં વડા પાવ ના ચાહક છો ને..!!!???
આ રહ્યા વડા પાવ…તમારી જેમ જ…સૌથી અલગ…બેકડ વડા પાવ..!!!
Preparation time: 30 minutes
Cooking time: 40 minutes
Servings: 6
Ingredients:
For Stuffing:
Oil 1 ts
Mustard Seeds ½ ts
Cumin Seeds ½ ts
Skinned and Split Black Gram 1 tbsp
Ginger-Garlic-Green Chilli 1 tbsp
(chopped)
Curry Leaves 4-5
Turmeric Powder ½ ts
Potato boiled and chopped 2
Fresh Coriander Leaves 1 tbsp
Dry Garlic Chutney 1 tbsp
For Pav (Buns):
Milk 150 ml
Sugar 2 ts
Dry Yeast 1 ts
Refined White Wheat Flour 200 gm
(maida)
Milk Powder 2 tbsp
Salt to taste
Butter 3 tbsp
Oil for greasing
Milk and Butter for polishing
Green Chutney for serving
Method:
For Stuffing:
Heat Oil in a pan. Add Mustard Seeds, Cumin Seeds, Skinned and Split Black Gram, chopped Ginger-Garlic-Green Chilli and Curry Leaves. When sautéed, add Turmeric Powder, boiled Potato, Fresh Coriander Leaves. Mash boiled Potato while mixing well on low flame. Cook for 2-3 minutes. Remove the pan from flame.
Prepare number of small balls of prepared stuffing.
Coat prepared balls with Dry Garlic Chutney. Keep a side.
For Pav (Buns):
Lukewarm Milk. Add Sugar and Dry Yeast. Mix well. Cover the pan with a lid. Leave it for approx 5 minutes.
Take Refined White Wheat Flour in a bowl. Add Milk Powder and Salt. Mix well. Knead soft dough adding Milk and Yeast mixture. Add Butter and mix well. Rub the dough repeatedly for 5-7 minutes. Leave it to rest for 90 to 120 minutes.
Then, take the dough on a rolling board or any hard surface. Punch it for 3-4 minutes.
Make number of medium size lumps of dough. One by one, take lump, squeeze and press lightly and tap with a palm to shape it thick round. Put 1 ball of stuffing in the middle of it and wrap it shaping it a ball.
Repeat to make number of balls.
Grease baking dish with Oil. Put all prepared stuffed balls on a greased baking dish. Leave it for approx 30 minutes. (out of oven).
Then, brush Milk on all balls in a baking dish.
Pre-heat oven. Bake for 20 minutes at 200°.
Brush Butter on all balls after baking.
Arrange bakes balls on a serving plate.
Serve hot with Green Chutney.
Are You Fond of Mumbaiya Wada Pav…!!!???
Here is Wada Pav…Sophisticated…Baked Wada Pav…!!!
Parul chotai
May 3, 2019 at 5:42 PMSo yummy
Krishna Kotecha
August 29, 2019 at 6:42 PMThank You….