તૈયારી માટે ૩ મિનિટ
બનાવવા માટે ૧૦ મિનિટ
૧ સર્વિંગ
સામગ્રી :
બટેટા બાફેલા ૪
ઘી ૩ ટેબલ સ્પૂન
જીરું ૧ ટી સ્પૂન
વરિયાળી ૧ ટી સ્પૂન
તમાલપત્ર ૨
તજ નાનો ટુકડો ૧
લવિંગ ૪-૫
આદુ-મરચા ની પેસ્ટ ૨ ટેબલ સ્પૂન
વરિયાળી પાઉડર ૧ ટેબલ સ્પૂન
ગરમ મસાલો ૧ ટી સ્પૂન
મરી પાઉડર ૧ ટી સ્પૂન
સંચળ ૧ ટી સ્પૂન
લીંબુ ૧
સજાવવા માટે ખમણેલો આદુ ૧ ટેબલ સ્પૂન
રીત :
એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો.
એમાં જીરું, વરિયાળી, તમાલપત્ર, તજ અને લવિંગ ઉમેરો.
તતડે એટલે આદુ-મરચા ની પેસ્ટ ઉમેરો, હલાવો.
૩ બાફેલા બટેટા ઉમેરો. બરાબર મિક્સ કરો.
પછી, વરિયાળી નો પાઉડર, ગરમ મસાલો, મરી પાઉડર, સંચળ અને લીંબુ નો રસ ઉમેરો. ફરી, બરાબર મિક્સ કરો.
પછી, ધીમા તાપે થોડી વાર પકાવો.
એ દરમ્યાન, એક વાટકીમાં ૧ બાફેલું બટેટુ લો. એમાં ૩ થી ૪ ટેબલ સ્પૂન જેટલુ પાણી ઉમેરો અને પાણીમાં જ બટેટાને છુંદી નાખો અને ધીમા તાપે રહેલા પૅન માં ઉમેરી દો. બરાબર મિક્સ કરી દો.
પછી, ૪ થી ૫ મિનિટ માટે ધીમા તાપે પકાવો.
પછી, એક સર્વિંગ બાઉલમાં લઈ લો.
એની ઉપર ખમણેલો આદુ છાંટી દો.
ગરમા ગરમ પીરસો.
આ શાક, આમ જ, એકલુ ખાવાની પણ મજા આવશે અને રોટલી અથવા નાન અથવા અડદ ની પુરી સાથે પણ ખુબ જ જામશે.
બટેટા સાથે આદુ નો તમતમાતો સ્વાદ માણો.
Preparation time 3 minutes
Cooking time 10 minutes
Serving 1
Ingredients:
Potato boiled 4
Ghee 3 tbsp
Cumin Seeds 1 ts
Fennel Seeds 1 ts
Cinnamon Leaves 2
Cinnamon 1 small pc
Clove Buds 4-5
Ginger-Chilli Paste 2 tbsp
Fennel Seeds Powder 1 tbsp
Garam Masala 1 ts
Black Pepper Powder 1 ts
Black Salt Powder 1 ts
Lemon Juice of 1 lemon
Grated Ginger to garnish 1 tbsp
Method:
Heat Ghee in a pan on low flame. Add Cumin Seeds, Fennel Seeds, Cinnamon Leaves, Cinnamon and Clove Buds. When spluttered, add Ginger-Chilli Paste, stir it. Add 3 boiled Potato. Mix well. Add Fennel Seeds Powder, Garam Masala, Black Pepper Powder, Black Salt Powder and Lemon Juice. Mix well. Let it be cooked on low flame.
Meanwhile, take remaining 1 boiled Potato in a small bowl. Add 3-4 tbsp of water and crush the Potato in water.
Add crushed boiled Potato in the pan on low flame. Mix well and continue cooking for 4-5 minutes.
Sprinkle grated Ginger to garnish.
Serve Hot.
Ginger-Potato can be Enjoyed solely or with Roti or Naan or Black Gram Puri.
Sparkle Your Tongue with Sparkling Taste of Ginger-Potato…
No Comments