બ્રેડ ભાજી / Bread Bhaji

બ્રેડ ભાજી / Bread Bhaji

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી:

બ્રેડ સ્લાઇસ ૬

ટમેટા મોટા ટુકડા ૨

લસણ ૫-૬ કડી

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

ઓરેગાનો ૧ ટી સ્પૂન

માખણ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી સમારેલી ૧

કેપ્સિકમ સમારેલું ૧

ધાણાભાજી ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ચીઝ ક્યૂબ ૨

 

રીત :

બ્રેડ સ્લાઇસની કડક કિનારી કાપી નાખો.

 

મીક્ષરની જારમાં ટમેટના મોટા ટુકડા લો. એમાં લસણ, થોડું મીઠું, ૧/૨ ટી સ્પૂન જેટલા ચીલી ફલૅક્સ, ૧/૨ ટી સ્પૂન ઓરેગાનો ઉમેરો. એકદમ ક્રશ કરીને પેસ્ટ બનાવી લો. એક બાજુ રાખી દો.

 

માઇક્રોવેવ માટેના બાઉલમાં માખણ લો. એને ફક્ત ૩૦ સેકંડ માટે માઇક્રોવેવ કરો. પછી, એમાં સમારેલી ડુંગળી, કેપ્સિકમ, થોડું મીઠું, ૧/૨ ટી સ્પૂન ઓરેગાનો, ૧/૨ ટી સ્પૂન ચીલી ફલૅક્સ ઉમેરો અને ફક્ત ૧ મિનિટ માટે માઇક્રોવેવ કરો.

 

બ્રેડની એક સ્લાઇસ તૈયાર કરેલા ટમેટાના મિશ્રણમાં જબોળી બેકિંગ ડીશ યા તો માઇક્રોવેવ માટેની પ્લેટ પર મુકો.

 

એના ઉપર તૈયાર કરેલું ડુંગળી અને કેપ્સિકમ નું મિશ્રણ લગાવો. એની ઉપર ખમણેલું ચીઝ અને ધાણાભાજી ભભરાવો.

 

ફરી, બ્રેડની એક સ્લાઇસ તૈયાર કરેલા ટમેટાના મિશ્રણમાં જબોળો અને ડુંગળી-કેપ્સિકમ નું મિશ્રણ લગાવેલી બ્રેડ સ્લાઇસ પર મૂકો.

 

ફરી, એના ઉપર તૈયાર કરેલું ડુંગળી અને કેપ્સિકમ નું મિશ્રણ લગાવો. એની ઉપર ખમણેલું ચીઝ અને ધાણાભાજી ભભરાવો.

 

ફરી એક વાર, બ્રેડની એક સ્લાઇસ તૈયાર કરેલા ટમેટાના મિશ્રણમાં જબોળો અને ડુંગળી-કેપ્સિકમ નું મિશ્રણ લગાવેલી બ્રેડ સ્લાઇસ પર મૂકો.

 

એના ઉપર ખમણેલું ચીઝ ભભરાવો.

 

એ જ બેકિંગ ડીશ યા માઇક્રોવેવ માટેની પ્લેટ પર આવી જ રીતે બ્રેડ સ્લાઇસ અને ડુંગળી-કેપ્સિકમ ના મિશ્રણ નો બીજો એક સેટ બનાવો.

 

એને ૪ મિનિટ માટે માઇક્રોવેવ કરી લો.

 

તૈયાર થઈ ગયેલી બ્રેડ ભાજી ને સર્વિંગ પ્લેટ પર મુકો.

 

ટમેટાના મનપસંદ સ્વાદવાળી બ્રેડ ભાજી ની મજા લો.

Preparation time 15 minutes

Cooking time 5 minutes

Servings 2

 

Ingredients:

Bread Slices 6

Tomato chopped big pcs 2

Garlic buds 5-6

Chilli Flakes 1 ts

Oregano 1 ts

Butter 1 tbsp

Onion chopped 1

Capsicum chopped 1

Fresh Coriander Leaves 2 tbsp

Salt to taste

Cheese cubes 2

 

Method:

Cut to remove the hard border of all Bread Slices.

 

Take chopped big pcs of Tomato in a wet grinding jar of mixer. Add Garlic buds, little Salt, ½ ts of Chilli Flakes and ½ ts of Oregano. Crush it well to paste. Remove it in a bowl. Keep it a side.

 

Take Butter in a microwave compatible bowl. Microwave it for 30 seconds. Add chopped Onion, Capsicum, little Salt, ½ Oregano and ½ ts of Chilli Flakes. Microwave it for 1 minutes.

 

Dip one Bread Slice in prepared Tomato mixture and put it on a baking dish or any microwave compatible plate.

 

On it, make a layer of prepared mixture of Onion and Capsicum. Sprinkle little grated Cheese and Fresh Coriander Leaves.

 

Again, dip one Bread Slice in prepared Tomato mixture and put it on the layer.

 

Again, on it, make a layer of prepared mixture of Onion and Capsicum. Sprinkle little grated Cheese and Fresh Coriander Leaves.

 

Once again, dip one Bread Slice in prepared Tomato mixture and put it on the layer.

 

Sprinkle little grated Cheese for garnishing.

 

On the same baking dish or microwave compatible plate, repeat to prepare another set of Bread Slices with layers of mixture of Onion and Capsicum.

 

Microwave it for 4 minutes.

 

Transfer the prepared Bread Bhaji on a serving plate to avoid any accident touching microwave heated plate.

 

Enjoy Bread Bhaji with EverGreen Taste of Red Tomato…

1 Comment

  • Nita Asvin Koumar

    May 3, 2020 at 1:41 AM Reply

    Very teasty and yammy recipe !!!

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!