રોઝ લાડુ / Rose Laddu

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૬ લાડુ

 

સામગ્રી:

બદામ ૨૫૦ ગ્રામ

દળેલી ખાંડ ૧/૪ કપ

ગુલકંદ ૧ ટેબલ સ્પૂન

એલચી પાઉડર ચપટી

રોઝ સીરપ ૧/૨ ટેબલ સ્પૂન

તાજા ગુલાબની પાંદડી ૧ ગુલાબની 

 

રીત :

તાજા ગુલાબની પાંદડી સુકવવા માટે, એક મુસલીન ના કપડામાં વીંટાળી, ૧ મિનિટ માટે માઇક્રોવેવ કરી લો.  એક બાજુ રાખી દો.

 

કમ સે કમ ૧ કલાક માટે બદામ પલાળી દો.

 

પછી, બદામની છાલ કાઢી નાખો.

 

એમાંથી આશરે ૧૦૦ ગ્રામ જેટલી બદામની કતરણ કરી લો. એક બાજુ રાખી દો.

 

એક નોન-સ્ટિક પૅન ધીમા તાપે ગરમ કરો.

 

એમાં, ધીરે ધીરે હલાવતા રહી, બદામની કતરણ કોરી જ સેકી લો. આછા ગુલાબી જેવી થાય ત્યા સુધી સેકો. બળી ના જાય એ ખ્યાલ રાખવો. સેકાય જાય એટલે એક બાજુ રાખી દો.

 

બાકી રહેલી બધી બદામ મીક્ષર ની જારમાં લો. એમાં થોડી પાણી ઉમેરો. એકદમ પીસી લો અને પેસ્ટ બનાવી લો.

 

બદામની પેસ્ટ એક બાઉલમાં લઈ લો. એમાં બદામની સેકેલી કતરણ, દળેલી ખાંડ, ગુલકંદ, એલચી પાઉડર અને રોઝ સીરપ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

આ તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના નાના લાડુ બનાવી લો.

 

સુકાવેલી ગુલાબની પાંદડીઓથી બધા બોલ કોટ કરી લો.

 

તાજે તાજા કે ફ્રીજમાં ઠંડા કરીને પીરસો.

 

સૌના પ્રિય ફૂલ, ગુલાબની પ્રાકૃત્તિક સુગંધ અને સાથોસાથ સ્વાદ પણ માણો.

Prep.15 min.

Cooking time 5 min.

Yield 6 Laddu

Ingredients:

Almond 250 gm

Sugar Powder ¼ cup

Rose Petal Jam (Gulkand) 1 tbspContinue Reading

પીનાકોલાડા નાનખટાઈ / Pinacolada Nankhatai / Pinacolada Cookies

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૧૫ નંગ

 

સામગ્રી :

મેંદો ૧ કપ

રવો / સૂજી ૧ કપ

દળેલી ખાંડ ૧ કપ

ઘી ૧ કપ

સૂકા નારિયળ નો પાઉડર ૧/૪ કપ

સૂકા પાઈનેપલ નો પાઉડર ૨ ટેબલ સ્પૂન

સૂકું નારિયળ અને સૂકું પાઈનેપલ જીણા સમારેલા

 

રીત :

એક બાઉલમાં મેંદો અને રવો એકીસાથે લો.

 

એમાં દળેલી ખાંડ અને ઘી ઉમેરો. બરાબર મિક્સ કરો. પાણી બિલકુલ નહીં.

 

૮ થી ૯ કલાક માટે રાખી મુકો.

 

હવે, એમાં સૂકા નારિયળ નો પાઉડર અને સૂકા પાઈનેપલ નો પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જે સાઇઝ અને આકાર ની નાનખટાઈ બનાવવી હોય એ પ્રમાણે ૨ થી ૪ ટેબલ સ્પૂન જેટલું તૈયાર કરેલું મિશ્રણ લો અને મનગમતો આકાર આપો.

 

દરેક નાનખટાઈ ઉપર, જીણા સમારેલા સૂકા નારિયળના ૨ ટુકડા અને સૂકા પાઈનેપલના ૨ ટુકડા હળવેથી દબાવીને ગોઠવી દો. એક બેકિંગ ડીશ પર ગોઠવી દો.

 

આ રીતે બધી નાનખટાઈ તૈયાર કરી લો અને બેકિંગ ડીશ પર ગોઠવી દો.

 

૧૮૦° પર ૨૦ મિનિટ માટે બૅક કરી લો.

 

ઘરમાં રમતા બાળકો અને એના મિત્રોની ટોળીને રમતા રમતા જ નાસ્તો કરાવી દો.

 

Prep.10 min.

Cooking time 20 min.

Yield 15 pcs.

Ingredients:

Refined White Wheat Flour (Maida) 1 cup

Semolina (Sooji / Ravo) 1 cup

Sugar Powder 1 cupContinue Reading

પીનટ બટર રાઇસ ક્રિસ્પી / Peanut Butter Rice Crispy

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૧૫ નંગ

 

સામગ્રી :

ખાંડ ૧/૨ કપ

પીનટ બટર ૧/૨ કપ

સેકેલા સીંગદાણા ૧/૪ કપ

મમરા ૨ કપ

ચોકલેટ

સુગર સ્પ્રીંકલર

લોલીપોપ સ્ટિક

 

રીત :

એક કડાઈમાં ધીમા તાપે ખાંડ કરમલાઇઝ (Caramelize) કરો.

 

પછી, એમાં પીનટ બટર ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

હવે, એમાં સેકેલા સીંગદાણા અને મમરા ઉમેરો. બરાબર મિક્સ કરો. તાપ પરથી પૅન હટાવી લો.

 

આ તૈયાર થયેલા મિશ્રણમાંથી ૨ થી ૩ ટેબલ સ્પૂન જેટલું મિશ્રણ લો અને બોલ બનાવો. એક બાજુ રાખી દો.

 

આ રીતે બધા બોલ બનાવી લો.

 

બધા બોલ, ચોકલેટ અને સુગર સ્પ્રીંકલર વડે આકર્ષક બનાવો.

 

દરેક બોલમાં એક-એક લોલીપોપ સ્ટિક લગાવી દો.

 

ઠંડાગાર શિયાળામાં, છત ઉપર પતંગ ઉડાડવાની મજા માણતા માણતા આ ચોકલેટી, મખની, મીઠા, કરકરા પોપ મમળાવો.

Prep.5 min.

Cooking time 5 min.

Yield 15 pcs.

Ingredients:

Sugar ½ cup

Peanut Butter ½ cup

Roasted Peanuts ¼ cupContinue Reading

પનકમ / Panakam / Prashad

 

તૈયારી માટે ૫ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

ગોળ ૧ ટેબલ સ્પૂન

લીંબુ ૧/૨

એલચી પાઉડર ચપટી

સૂંઠ પાઉડર ૧ ટી સ્પૂન

કપૂર ચપટી

તુલસી પાન ૧૦

મીઠું ચપટી

 

રીત :

એક ગ્લાસ પીવાના પાણીમાં ગોળ ઓગાળી લો.

 

એમાં બીજી બધી સામગ્રી ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

૧૦ મિનિટ માટે રાખી મુકો. પછી, ગરણીથી ગાળી લો.

 

પસંદ મુજબ સામાન્ય તાપમાન કે ફ્ફ્રીજમાં ઠંડુ કરેલું પીઓ.

 

ઉનાળાની ગરમીમાં ઠંડી પ્રકૃતિનું પૌષ્ટિક પીણું.

 

Prep.5 min.

Serving 1

Ingredients:

Jaggery 1 tbsp

Lemon ½

Cardamom Powder PinchContinue Reading

પાન પસંદ મુખવાસ / Pan Pasand Mukhwas / Flavoured Mouth Freshener

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨૫૦ ગ્રામ

 

સામગ્રી :

મીઠી પાન ૧૦

કપૂરી પાન ૧૦

ચણોઠી ના પાન ૧/૪ કપ

વરિયાળી ૧/૨ કપ

હીરામોતી (તૈયાર મીઠો પાન મસાલો) ૧/૪ ટી સ્પૂન

ગુલાબજળ ૧ ટેબલ સ્પૂન

ધાણાદાળ ૧/૪ કપ

સલી સોપારી ૧/૪ કપ

મીઠી સૂકી ખારેક ના જીણા ટુકડા ૧/૪ કપ

મીઠી એલચી ૧ ટી સ્પૂન

સોપારી જીણી કાપેલી ૧/૪ કપ

 

રીત :

બધા જ મીઠી પાન અને કપૂરી પાન ના એકદમ જીણા ટુકડા કરી લો અને માઇક્રોવેવ માટેના એક બાઉલમાં લો.

 

હવે એને ફક્ત ૨ મિનિટ માટે માઇક્રોવેવ કરો.

 

એમાં વરિયાળી, હીરામોતી અને ગુલાબજળ ઉમેરો, બરાબર મીક્ષ કરો અને એક દિવસ, જી હા, પૂરા એક દિવસ માટે રાખી મુકો. બધુ સરસ રીતે એકસ્વાદ થઈ જશે.

 

એક નોન-સ્ટિક પૅન માં ધીમા તાપે વરિયાળીનું મિશ્રણ સેકી લો.

 

થોડું સેકાય જાય એટલે એમાં ધાણાદાળ, સલી સોપારી, મીઠી સૂકી ખારેક ના જીણા ટુકડા, મીઠી એલચી, જીણી કાપેલી સોપારી ઉમેરો.

 

ધીમા તાપે સેકવાનું ચાલુ રાખી બરાબર મીક્ષ કરો.

 

કોઈ પણ સામગ્રી બળી ના જાય એ ખાસ કાળજી રાખવી. એ માટે સેકવા દરમ્યાન સતત હલાવતા રેવું.

 

બધી સામગ્રી બરાબર સેકાય જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો અને તરત જ પૅન માંથી સેકેલી સામગ્રી એક મોટી પ્લેટ ઉપર ફેલાવીને પાથરી દો. ઢગલી ના રેવા દેવી. નહી તો ભેજ રહી જશે.

 

સામાન્ય તપમાપ થી જાય ત્યા સુધી રાખી મુકો.

 

ભરપેટ ભોજન પછી આ પાચક મુખવાસ મમળાવો.

 

Prep.5 min.

Cooking time 15 min.

Yield 250g.

Ingredients:

Mithi Paan (Dark Green Betel Leaves) 10

Kapoori Paan (Light Green Betel Leaves) 10

Abrus Precatorious Leave (Abrus Leaves) ¼ cupContinue Reading

મેંગો ટાર્ટ / Mango Tart

 

તૈયારી માટે ૧૦ મિનિટ

૪ ટાર્ટ

 

સામગ્રી :

ટાર્ટ બેઝ માટે :

મેંગો ફ્લેવર બિસ્કીટ ૨૦

માખણ ૨૫ ગ્રામ

 

પુરણ માટે :

દહી નો મસકો ૧/૨ કપ

કન્ડેન્સ મિલ્ક ૧/૨ કપ

મલાઈ ૨ ટેબલ સ્પૂન

પનીર ૨ ટેબલ સ્પૂન

મેંગો પ્યુરી ૧/૨ કપ

દળેલી ખાંડ ૨ ટેબલ સ્પૂન

 

સજાવટ માટે પાકી કેરી ની સ્લાઇસ

 

રીત :

ટાર્ટ બેઝ માટે :

બધા બિસ્કીટ નો ભુકો કરી લો. એમાં માખણ ઉમેરો. જરૂર લાગે તો ૧ ટી સ્પૂન જેટલી મેંગો પ્યુરી ઉમેરો.

 

આ બધુ બરાબર મીક્ષ કરી, કઠણ મિશ્રણ તૈયાર કરો.

 

ટાર્ટ મોલ્ડમાં તૈયાર કરેલું મિશ્રણ સેટ કરી દો.

 

પુરણ માટેની બધી જ સામગ્રી મિક્ષર ની એક જારમાં લઈ બરાબર પીસી લો અને સેટ કરેલા બધા ટાર્ટ મોલ્ડમાં ભરી દો.

 

બધા ટાર્ટ મોલ્ડ ૩૦ મિનિટ માટે ફ્રીજમાં મુકી રાખો.

 

પાકી કેરી ની સ્લાઇસ વડે દરેક ટાર્ટ સજાવો.

 

ઠંડુ ઠંડુ પીરસો.

 

તીખા તમતમતા ભોજન પછી પેટમાં ઠંડક મહેસુસ કરો..

 

Prep.10 min.

Yield 4 Tarts

Ingredient:

For Tart Base:

Mango Flavour Biscuits 20

Butter 25 gmContinue Reading

ખજુર અંજીર ગુજીયા / Khajur Anjir Gujiya / Fig-Date Gujiya

 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૬ પ્લેટ

 

સામગ્રી :

લોટ માટે :

મેંદો ૧ કપ

તેલ ૨ ટેબલ સ્પૂન

ઘી ૧ ટેબલ સ્પૂન

મીઠું

 

પુરણ માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

આદુ-મરચા ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

અંજીર ની પેસ્ટ ૧૦ અંજીર ની

ખજુર ની પેસ્ટ ૧૦ ખજુર ની

લાલ મરચું પાઉડર ૧ ટેબલ સ્પૂન

ગરમ મસાલો ૧ ટેબલ સ્પૂન

આમલી ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ગોળ ૧ ટી સ્પૂન

દારીયા નો પાઉડર ૧/૨ કપ

કાજુ નાના ટુકડા ૨ ટેબલ સ્પૂન

તેલ તળવા માટે

 

રીત :

લોટ માટેની બધી સામગ્રી મીક્ષ કરો અને લોટ બાંધી લો.

 

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં આદુ-મરચા ની પેસ્ટ, અંજીર ની પેસ્ટ, ખજુર ની પેસ્ટ, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, આમલી ની પેસ્ટ અને ગોળ ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

કાજુના નાના ટુકડા ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

તાપ પરથી પૅન હટાવી લો.

 

દારીયાનો પાઉડર ઉમેરો અને બરાબર મીક્ષ કરો. પુરણ તૈયાર છે.

 

હવે, બાંધેલા લોટમાંથી નાની નાની પુરી વણી લો.

 

દરેક પુરીમાં વચ્ચે ૧ થી ૨ ટેબલ સ્પૂન જેટલું પુરણ મુકો. પુરીના છેડા વાળી ગુજીયા જેવો આકાર આપી પુરીના છેડા ચોંટાડી દો.

 

ગુજીયા નો આકાર આપવા માટે મોલ્ડ પણ વાપરી શકાય.

 

આ રીતે બધા ગુજીયા તૈયાર કરી લો.

 

બધા ગુજીયા આછા ગુલાબી થાય એવા તળી લો.

 

ખજુર-આમલી ની ચટણી અથવા કેચપ સાથે ગરમા ગરમ પીરસો.

 

Prep.20 min.

Cooking time 10 min.

Qty. 6 Plates

Ingredients:

For Dough:

Refined White Wheat Flour (Maida) 1 cup

Oil 2 tbsp

Ghee 1 tbspContinue Reading

ફરાળી મુઠીયા / Farali Muthiya / Fasting Day Fist

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

રાજગરા નો લોટ ૧ કપ

આદુ-મરચાં ની પેસ્ટ ૧ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

દૂધી ખમણેલી ૧/૨ કપ

તેલ ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ખાંડ ૧ ટી સ્પૂન

મોરૈયો / સામો ૧ બાફેલો ૧ કપ

 

વઘાર માટે :

તેલ ૧ ટી સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

લીમડો ૩-૪

તલ ૧ ટી સ્પૂન

સૂકા નારિયળ નો પાઉડર ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી

 

રીત :

એક બાઉલમાં રાજગરા નો લોટ લો. એમાં આદુ-મરચાં ની પેસ્ટ, સોડા-બાય-કાર્બ, ખમણેલી દૂધી, તેલ, મીઠું, બાફેલો મોરૈયો ઉમેરો. બરાબર મીક્ષ કરી કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટમાંથી થોડો લોટ હથેળીમાં લો. મુઠ્ઠી વાળી, લોટને મુઠ્ઠીમાં હળવેથી દબાવી મુઠ્ઠી જેવો આકાર આપો. આ રીતે બાંધેલા લોટમાંથી મુઠીયા બનાવો.

 

બનાવેલા બધા મુઠીયા સ્ટીમરમાં સ્ટીમ કરી લો.

 

સ્ટીમ થઈ જાય પછી સ્ટીમરમાંથી કાઢીને બધા મીઠીયા એક થાળીમાં છુટા છુટા રાખી થોડી વાર ઠંડા થવા દો.

 

બધા મુઠીયા નાના ટુકડાઓમાં કાપી લો.

 

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં જીરું, લીમડો અને તલ ઉમેરો. તતડે એટલે મૂઠિયાના કાપેલા ટુકડાઓ ઉમેરો. મધ્યમ તાપે ૨ થી ૩ મિનિટ માટે મીક્ષ કરો.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી અને સૂકા નારિયાળનો પાઉડર છાંટી સુશોભિત કરો.

 

ગરમા ગરમ અને તાજા પીરસો.

 

ઉપવાસમાં ફરાળી મુઠીયા ની મજા માણો.

 

Prep.10 min.

Cooking time 10 min.

Qty. 2 Plates

Ingredients:

Amaranth (Rajagara) Flour 1 cup

Ginger-Chilli Paste 1 ts

Soda-bi-carb  PinchContinue Reading

બ્લેક એન્ડ વ્હાઇટ ફડ્જ / Black & White Fudge

 

તૈયારી માટે ૫ મિનિટ

આશરે ૧૦ નંગ

 

સામગ્રી :

વ્હાઇટ ચોકલેટ ૨૫૦ ગ્રામ

મલાઈ ૧/૪ કપ

માખણ ૧ ટેબલ સ્પૂન

ડાર્ક ચોકલેટ બિસ્કીટ ૧૦

(મોટા ટુકડા)

 

રીત :

એક બાઉલમાં વ્હાઇટ ચોકલેટ, મલાઈ અને માખણ લો. ધીમા તાપે યા તો માઇક્રોવેવમાં ફક્ત ઓગાળો. ખાસ ખ્યાલ રાખજો, ફક્ત ઓગાળવાનું જ છે. ગરમ કરવાનું કે પકાવવાનું નથી.

 

એમાં ડાર્ક ચોકલેટ બિસ્કીટ ના મોટા ટુકડા ઉમેરી બરાબર મીક્ષ કરી દો.

 

મોલ્ડમાં ભરી આશરે ૧ કલાક માટે ફ્રીજમાં રાખી દો.

 

તમારી પસંદના આકાર અને સાઇઝ મુજબ કાપી લો.

 

ઠંડા ઠંડા પીરસો.

 

સોફ્ટ અને ઠંડા, આકર્ષક, બ્લેક એન્ડ વ્હાઇટ ફજ.

Prep.5 min.

Qty. 10 pcs. approx

Ingredients:

White Chocolate                                                                      250 gm

Cream                                                                                     ¼ cup

Butter                                                                                      1 tbspContinue Reading

એસોર્ટેડ બેબી પોટેટો / Assorted Baby Potatoes

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

નાના બટેટા / બટેટી / બેબી પોટેટો ૩૨

(બાફેલા)

તેલ તળવા માટે

 

દેશી સ્ટાઇલ ના બેબી પોટેટો માટે :

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

કિચનકિંગ મસાલો ૧ ટી સ્પૂન

વરીયાળી પાઉડર ૧ ટી સ્પૂન

એલચી પાઉડર ચપટી

જાયફળ પાઉડર ચપટી

આમચૂર ૧ ટી સ્પૂન

સંચળ ૧/૨ ટી સ્પૂન

 

લેબાનિસ બેબી પોટેટો માટે :

ઝતાર મસાલો ૧ ટેબલ સ્પૂન

સંચળ સ્વાદ મુજબ

કાળા તલ ૧ ટેબલ સ્પૂન

 

ટોમાટો માયો બેબી પોટેટો માટે :

મેયોનેઝ ૨ ટેબલ સ્પૂન

ટોમેટો કેચપ ૧ ટેબલ સ્પૂન

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

ઓરેગાનો ૧ ટી સ્પૂન

 

ચીઝી ગાર્લિક બેબી પોટેટો માટે :

માખણ ૧ ટી સ્પૂન

લીલી ડુંગળી જીણી સમારેલી ૨ ટેબલ સ્પૂન

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ઓરેગાનો ૧ ટી સ્પૂન

ચીઝ ખમણેલું ૧ ટી સ્પૂન

 

રીત :

બધા બાફેલા બેબી પોટેટો તળી લો.

 

દેશી સ્ટાઇલ ના બેબી પોટેટો માટે :

દેશી સ્ટાઇલ ના બેબી પોટેટો માટેની બધી સામગ્રી એક વાટકીમાં લઈને મીક્ષ કરી લો. સાવ સીધું સાદું. પાણી પણ નહીં ને પકાવવાનું પણ નહીં. ૮ બેબી પોટેટો આ મિશ્રણમાં બરાબર રગદોડી દો જેથી બધા બટેટા પર આ મિશ્રણ બરાબર ચોંટી જાય. કોઈ પણ બટેટુ છૂંદાઈ ના જાય એ ધ્યાન રાખવું.

 

લેબાનિસ બેબી પોટેટો માટે :

લેબાનિસ બેબી પોટેટો માટેની બધી સામગ્રી બીજી એક વાટકીમાં લઈને મીક્ષ કરી લો. ફરી એક વાર, સાવ સીધું સાદું. પાણી પણ નહીં ને પકાવવાનું પણ નહીં. ૮ બેબી પોટેટો આ મિશ્રણમાં બરાબર રગદોડી દો જેથી બધા બટેટા પર આ મિશ્રણ બરાબર ચોંટી જાય. કોઈ પણ બટેટુ છૂંદાઈ ના જાય એ ધ્યાન રાખવું.

 

ટોમાટો માયો બેબી પોટેટો માટે :

ટોમાટો માયો બેબી પોટેટો માટેની બધી સામગ્રી બીજી એક વાટકીમાં લઈને મીક્ષ કરી લો. ફરી એક વાર, સાવ સીધું સાદું. પાણી પણ નહીં ને પકાવવાનું પણ નહીં. ૮ બેબી પોટેટો આ મિશ્રણમાં બરાબર રગદોડી દો જેથી બધા બટેટા પર આ મિશ્રણ બરાબર ચોંટી જાય. કોઈ પણ બટેટુ છૂંદાઈ ના જાય એ ધ્યાન રાખવું.

 

ચીઝી ગાર્લિક બેબી પોટેટો માટે :

એક પૅન માં માખણ ગરમ કરો. એમાં જીણી સમારેલી લીલી ડુંગળી સાંતડી લો. ૮ બેબી પોટેટો, ચીલી ફલૅક્સ, મીઠું, ઓરેગાનો ઉમેરી મીક્ષ કરો. બેબી પોટેટો ને આ મિશ્રણમાં બરાબર રગદોડી દો જેથી બધા બટેટા પર આ મિશ્રણ બરાબર ચોંટી જાય. કોઈ પણ બટેટુ છૂંદાઈ ના જાય એ ધ્યાન રાખવું. પૅન તાપ પરથી હટાવી લો. ખમણેલું ચીઝ છાંટી દો.

 

તૈયાર કરેલા અલગ અલગ બેબી પોટેટો ને દરેકને અલગ અલગ પ્લેટમાં ગોઠવી દો.

 

બધાને ભાવતા.. પોટેટો.. બેબી પોટેટો.. એક જ પ્લેટ માં.. અલગ અલગ સ્વાદ..

 

પરીવાર અને મિત્રો સાથે મનપસંદ સ્વાદ ની મજા માણો..

 

Prep.15 min.

Cooing time 10 min.

Qty. 4 Plates

Ingredients:

Baby Potatoes boiled                                      32

Oil to Fry

For Indigenous Baby Potatoes:Continue Reading

error: Content is protected !!