મગ ની દાળ ના ઘૂઘરા / સ્ટીમ કરેલા ઘૂઘરા / Green Gram Farre / Steamed Farre

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

લોટ માટે :

મેંદો ૧/૨ કપ

રવો / સૂજી ૧/૪ કપ

ચોખા નો લોટ ૧/૨ કપ

તેલ ૧ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

મીઠું સ્વાદ મુજબ

 

પુરણ માટે :

મગ દાળ પીળી ૧ કપ

(કમ સે કમ ૧ કલાક પલાળેલી)

આદુ નાનો ટુકડો ૧

લીલા મરચાં ૩

ખાંડ ૧ ટી સ્પૂન

લીંબુ ૧/૨

તજ પાઉડર ચપટી

લવિંગ પાઉડર ચપટી

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

ધાણાભાજી ૨ ટી સ્પૂન

તાજું નારિયળ ખમણેલું ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

વઘાર માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

લીમડો ૪-૫

સૂકા લાલ મરચાં ૨-૩

તલ ૧ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

ખાંડ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

લોટ માટે :

એક કથરોટમાં મેંદો, રવો અને ચોખા નો લોટ મીક્ષ કરો.

 

એમાં તેલ, સોડા-બાય-કાર્બ અને મીઠું ઉમેરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ધીરે ધીરે ઉમેરતા જઇ, જરા નરમ લોટ બાંધી લો. એક બાજુ રાખી દો.

 

પુરણ માટે :

મીક્ષરની જારમાં, મગ ની પીળી દાળ, આદુ અને લીલા મરચાં લો. એકદમ જીણું પીસી લો અને એક બાઉલમાં લઈ લો.

 

એમાં ખાંડ, લીંબુ નો રસ, તજ પાઉડર, લવિંગ પાઉડર, ગરમ મસાલો, મીઠું, ધાણાભાજી અને ખમણેલું તાજું નારિયળ ઉમેરો. બધુ બરાબર મીક્ષ કરી લો. પુરણ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

બાંધેલા લોટમાંથી નાની નાની પૂરીઓ વણી લો.

 

એક પછી એક, દરેક પુરી પર, વચ્ચે, ૧ થી ૨ ટેબલ સ્પૂન જેટલું પુરણ મુકો.

 

પુરીના છેડા વાળી ઘૂઘરા / ગુજીયા નો આકાર આપો. પુરીના છેડા ચોંટાડી દો.

 

ઘૂઘરા ના મોલ્ડ થી ઝડપથી બધા ઘૂઘરા તૈયાર થઈ શકશે.

 

એક સ્ટીમરમાં પાણી ગરમ કરવા મુકો અને સ્ટીમર ની પ્લેટ મુકી દો. પાણી ગરમ થી જાય એટલે બધા ઘૂઘરા સ્ટીમરની પ્લેટ પર ગોઠવી દો. બધા ઘૂઘરા અલગ અલગ રાખવા, એક-બીજા ની ઉપર ના મૂકવા.

 

બધા ઘૂઘરા બરાબર સ્ટીમ થઈ જાય એટલે બધા ઘૂઘરા સ્ટીમરમાંથી કાઢી એક પ્લેટ પર મુકી દો.

 

વઘાર માટે :

એક પૅન માં ધીમા તાપે તેલ ગરમ કરો. એમાં રાય, જીરું, હિંગ, લીમડો, સૂકા લાલ મરચાં અને તલ ઉમેરો.

 

તતડે એટલે એમાં સ્ટીમ કરેલા બધા ઘૂઘરા ઉમેરો.

 

હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, ખાંડ અને મીઠું ઉમેરો.

 

મીઠું ઉમેરતી વખતે યાદ રાખો કે ઘૂઘરા ની અંદર પુરણમાં પણ મીઠું છે અને એ હિસાબે મીઠાનું પ્રમાણ ઉમેરવું.

 

ઘૂઘરા તૂટી ના જાય એ કાળજી રાખી બધા ઘૂઘરા ઉપર-નીચે ફેરવી મસાલામાં બરાબર મીક્ષ કરો.

 

પૅન ના તળીયે મસાલા અને ઘૂઘરા બળી ના જાય એ માટે સતત ધીમા તાપે જ પકાવો.

 

આશરે ૨ થી ૩ મિનિટ લાગશે.

 

કેચપ અથવા ઘરે બનાવેલી કોઈ પણ ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

 

તળેલા ઘૂઘરા પેટમાં બહુ ભારી લાગે છે ને..!!!

 

લો આ રહ્યા હળવાફૂલ ઘૂઘરા.. સ્ટીમ કરેલા ઘૂઘરા..

 

Prep.15 min.

Cooking time 20 min.

Qty. 4 Plates

Ingredients:
For Dough:
Refined White Wheat Flour ½ cup
Semolina ¼ cupContinue Reading

સ્ટફ્ડ બનાના વડા / Stuffed Banana Vada / Stuffed Banana Fritter

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ પ્લેટ

 

સામગ્રી :

પાકા કેળા ૨

તળવા માટે તેલ

 

પુરણ માટે :

આદું-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

હળદર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૨ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

આમચૂર ૧ ટી સ્પૂન

સૂકા નારિયળ નો પાઉડર ૨ ટી સ્પૂન

સેવ ૨ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

ખીરા માટે :

બેસન ૧/૨ કપ

લાલ મરચું પાઉડર ૧/૨ ટી સ્પૂન

ધાણાજીરું ૧/૨ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

મીઠું સ્વાદ મુજબ

પાણી

 

રીત :

પુરણ માટે :

બીજા એક બાઉલમાં પુરણ માટેની બધી સામગ્રી એકીસાથે લો. બરાબર મિક્સ કરી લો. પાણી ઉમેરવાની જરૂર નથી.

 

ખીરા માટે :

એક બાઉલમાં બેસન લો.

 

એમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો, સોડા-બાય-કાર્બ અને મીઠું ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરી, બધુ બરાબર મિક્સ કરી, ઘાટુ ખીરું તૈયાર કરો. એક બાજુ રાખી દો.

 

વડા માટે :

પાકા કેળાની છાલ ઉતારી, મધ્યમ સાઇઝના ટુકડા કાપી લો.

 

બધા ટુકડામાં વચ્ચેથી થોડો ભાગ કાપી લઈ, પુરણ ભરી શકાય એ માટે ખાંચો કરી લો અને એ ખાંચામાં પુરણ ભરી દો.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

ભરેલા કેળાના ટુકડા, તૈયાર કરેલા ખીરામાં જબોળી તરત જ તળવા માટે ગરમ તેલમાં મુકો.

 

બધી બાજુ બરાબર તળવા માટે થોડી વારે બધા વડાને તેલમાં ફેરવો. આછા ગુલાબી થઈ જાય ત્યા સુધી તળો.

 

કોઈ પણ ચટણી કે કેચપ સાથે ગરમા ગરમ પીરસો. હોટ & સ્વીટ સૉસ સાથે વધારે સ્વાદિષ્ટ લાગશે.

 

સ્ટફ્ડ બનાના વડા માણો. તીખા-મીઠા સ્વાદનો આનંદ માણો.

 

Prep.10 min.

Cooking time 10 min.

Qty. 2 Plates

Ingredients:

Ripe Banana                                       2

Oil to Deep FryContinue Reading

સ્પાઈસી પનીર રેપ / Spice Paneer Wrap / Spicy Cottage Cheese Wrap

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ સર્વિંગ

 

સામગ્રી :

રેપ માટે :

ઘઉ નો લોટ ૧ કપ

સફેદ જુવાર નો લોટ ૧ કપ

તેલ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

પુરણ માટે :

તેલ ૧ ટી સ્પૂન

માખણ ૧ ટેબલ સ્પૂન

આદું-લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી સમારેલી ૧

ટોમેટો પ્યૂરી ૧/૨ કપ

પનીર ક્યૂબ નાના ૧૦૦ ગ્રામ

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

સલાડ માટે :

કોબી જીણી સમારેલી/ખમણેલી ૧/૨ કપ

કેપ્સિકમ જીણા સમારેલા ૧/૨

ડુંગળી જીણી સમારેલી ૧

મેયોનેઝ સૉસ ૩ ટેબલ સ્પૂન

મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન

ચીલી ફલૅક્સ ૧/૨ ટી સ્પૂન

ઓરેગાનો ૧/૨ ટી સ્પૂન

ચીઝ ખમણેલું ૧ ટેબલ સ્પૂન

 

રીત :

રેપ માટે :

એક કથરોટમાં ઘઉ નો લોટ અને સફેદ જુવાર નો લોટ લો.

 

એમાં તેલ અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ લોટ બાંધી લો.

 

આછી રોટલીઓ વણી લો અને અધકચરી સેકી લો. એક બાજુ રાખી દો.

 

પુરણ માટે :

એક પૅન માં ધીમા તાપે તેલ અને માખણ એકીસાથે ગરમ કરો.

 

એમાં આદું-લસણ-મરચાં ની પેસ્ટ અને સમારેલી ડુંગળી ઉમેરો. સાંતડી લો.

 

પછી, ટોમેટો પ્યૂરી અને પનીર ક્યૂબ ઉમેરો.

 

લાલ મરચું પાઉડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો. ધીમા તાપે ૨ થી ૩ મિનિટ માટે પકાવો. પાણી ઉમેરવાની જરૂર નથી.

 

પુરણ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

સલાડ માટે :

ચીઝ સીવાય સલાડ માટેની બધી સામગ્રી એક બાઉલમાં લો અને બરાબર મિક્સ કરી લો.

 

સલાડ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

રેપ બનાવવા માટે :

એક રોટલી લો.

 

રોટલીની સાઇઝ પ્રમાણે ૧ થી ૨ ટેબલ સ્પૂન જેટલું સલાડ અને ૧ થી ૨ ટેબલ સ્પૂન જેટલું પુરણ રોટલીની વચ્ચે મુકો. એની ઉપર થોડું ખમણેલું ચીઝ ભભરાવો.

 

બે બાજુથી રોટલીના છેડા વાળી, પુરણ રેપ કરી દો. એક બાજુ રાખી દો.

 

આ રીતે બધા રેપ તૈયાર કરો.

 

બધા રેપ ગ્રીલ કરી લો. પસંદ મુજબ નરમ કે કરકરા ગ્રીલ કરો. બળીને કાળા ના થઈ જાય એ ખ્યાલ રાખવો.

 

કોઈ પણ ચટણી કે કેચપ સાથે પીરસો. હોટ & સ્વીટ સૉસ સાથે વધારે સ્વાદિષ્ટ લાગશે.

 

Prep.10 min.

Cooking time 20 min.

Servings 4

Ingredients:

For Wrap:

Whole Wheat Flour 1 cup

White Sorghum Four 1 cupContinue Reading

પનીર કેપ્સિકમ / Paneer Capsicum / Capsicum with Cottage Cheese

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

તેલ ૧ ટેબલ સ્પૂન

કાજુ ૧/૪ કપ

કેપ્સિકમ સમારેલા મોટા ટુકડા ૧

પનીર ક્યૂબ ૨૦૦ ગ્રામ

જીરું ૧ ટી સ્પૂન

આદું-લસણ ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી સમારેલી ૧

ટમેટાં સમારેલા (બી કાઢી નાખવા) ૧

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

કિચનકિંગ મસાલો ૧ ટી સ્પૂન

ચાટ મસાલો ૧/૨ ટી સ્પૂન

સૂકા દાડમ નો પાઉડર ૧ ટી સ્પૂન

કસૂરી મેથી ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં કાજુ સાંતડી લો. સાંતડાઈ એટલે તેલમાંથી કાજુ કાઢી લો. એક બાજુ રાખી દો.

 

હવે, એ જ પૅન અને તેલમાં સમારેલા કેપ્સિકમ સાંતડી લો. સાંતડાઈ જે એટલે તેલમાંથી કેપ્સિકમ કાઢી લો. એક બાજુ રાખી દો.

 

એ જ પૅન અને તેલમાં જીરું ઉમેરો. તતડે એટલે એમાં સમારેલી ડુંગળી ઉમેરો અને સાંતડી લો.

 

હવે, એમાં આદું-લસણ ની પેસ્ટ અને સમારેલા ટમેટાં ઉમેરો. ધીમા-મધ્યમ તાપે પકાવતા બરાબર મિક્સ કરી દો. આશરે ૨ થી ૩ મિનિટ લાગશે.

 

હવે એમાં, પનીર, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું કિચનકિંગ મસાલો, ચાટ મસાલો, સૂકા દાડમ નો પાઉડર, મેથી ના સૂકા પાન અને મીઠું ઉમેરો. ફક્ત ૧ થી ૨ મિનિટ માટે પકાવતા બરાબર મિક્સ કરો.

 

હવે એમાં, સાંતડેલા કાજુ અને કેપ્સિકમ ઉમેરો. ધીરે ધીરે મિક્સ કરતાં કરતાં હજી ૧ થી ૨ મિનિટ માટે પકાવો.

 

ધાણાભાજી અથવા નારિયળ ના પાઉડર અથવા જીણા સમારેલા મરચાં છાંટી સજાવો.

 

પસંદ પ્રમાણે, રોટલી, પરાઠા અથવા નાન સાથે પીરસો.

 

પનીર કેપ્સિકમ નો અદભૂત સ્વાદ માણો.

 

Prep.5 min.

Cooking Time 5 min.

for 2 Persons

Ingredients:

Oil 2 tbsp

Cashew Nuts ¼ cup

Capsicum chopped in 4 or 8 pcs. 1Continue Reading

બનાના ઇન કોકોનટ ગ્રેવી / કેરાલીયન કેલા કરી Banana in Coconut Gravy / Keralean Kela Karry

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

તેલ ૧ ટી સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

લીમડો

ડુંગળી ૧

(૨ ટુકડામાં કાપીને છૂટા પાડેલા પડ)

કેપ્સિકમ ૧

(૮ ટુકડામાં કાપેલું)

આદુ-લસણ ની પેસ્ટ ૧ ટી સ્પૂન

પાકું કેળું સમારેલું ૧

આમલીનો પલ્પ ૧ ટી સ્પૂન

હળદર ચપટી

મીઠું સ્વાદ મુજબ

નારિયળ નું ક્રીમ ૧/૨ કપ

મરી પાઉડર ચપટી

કાજુ ના ટુકડા તળેલા ૨ ટેબલ સ્પૂન

નારિયળ ખમણેલું ૧ ટેબલ સ્પૂન

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો. રાય, જીરું, લીમડો ઉમેરો. તતડી જાય એટલે ડુંગળી, કેપ્સિકમ, અડદું-લસણ ની પેસ્ટ ઉમેરો. ડુંગળી નરમ થાય ત્યાં સુધી સાંતડો. સમારેલા કેળાં, આમલી નો પલ્પ, હળદર, મીઠું ઉમેરો. કેળાં છૂંદાય ના જાય એ રીતે હળવે હળવે બરાબર મીક્ષ કરો.  ધીમા તાપે ૫-૭ મિનિટ પકાવો. થોડું પાણી ઉમેરો. નારિયળ નું ક્રીમ ઉમેરો અને ૨-૩ મિનિટ હળવે હળવે હલાવતા રહી પકાવો. કેળાં છૂંદાય ના જાય એ ધ્યાન રાખવું. મરી પાઉડર અને કાજુ ના ટુકડા ઉમેરી બરાબર મીક્ષ કરો.

 

ખમણેલું નારિયળ છાંટીને અસલી કેરળ ની વાનગીનું રૂપ આપો.

ભાત સાથે પીરસો.

કેરળની વાનગીનો સ્વાદ ઘરે બેઠા માણો.

Prep.5 min.

Cooking time 5 min.

for 2 Persons

Ingredients:

Oil                                            1 ts

Mustard Seeds                        1 ts

Cumin Seeds                          1 tsContinue Reading

તુરીયા પાતરા / Turiya patra / Colocasia with Ridge gourd

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ પ્લેટ

 

સામગ્રી :

પાતરા માટે :

બેસન ૧ કપ

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

આમલી ની પેસ્ટ ૧ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

મીઠું સ્વાદ મુજબ

અળવી ના પાન / પાતરા

 

તુરીયા માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧ ટેબલ સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

હિંગ ચપટી

તુરીયા જીણા સમારેલા ૨

લસણ ની પેસ્ટ ૧ ટી સ્પૂન

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

ટમેટાં જીણા સમારેલા ૧

મીઠું સ્વાદ મુજબ

 

સજાવવા માટે, ધાણાભાજી અથવા નારિયળ નો પાઉડર અથવા જીણા સમારેલા ટમેટાં અથવા આમાંથી કોઈ પણ ૨ સામગ્રી

 

રીત :

એક બાઉલમાં બેસન લો. એમાં લાલ મરચું પાઉડર, હળદર, ગરમ મસાલો, આમલી ની પેસ્ટ, સોડા-બાય-કાર્બ અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો. થોડું પાણી ઉમેરો, બરાબર મિક્સ કરી, ઘાટી પેસ્ટ બનાવી લો.

 

અળવી ના પાન બરાબર ધોઈ લો. પાનની વચ્ચેની જાડી નસ, ચપ્પુ વડે કાપી લો. પાન તુટી ના જાય કે પાન માં કાણું ના પડી જાય એ કાળજી રાખવી.

 

પછી, બધા પાન લંબચોરસ આકારમાં કાપી લો અને બધા ટુકડા ઉપર તૈયાર કરેલી પેસ્ટ લગાવી દો.

 

એક પછી એક, બધા ટુકડાને વાળીને ચારે ય બાજુથી વાળીને પડીકું વાળી લો. રોલ બનાવી લો. એક બાજુ રાખી દો.

 

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં રાય, જીરું, હિંગ ઉમેરો.

 

તતડે એટલે જીણા સમારેલા ટમેટાં, લસણ ની પેસ્ટ, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

પછી એમાં જીણા સમારેલા તુરીયા ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

થોડું પાણી ઉમેરો અને મિશ્રણની ઉપર પાતરાના રોલ ગોઠવો.

 

પૅન ઢાંકી દો અને ધીમા-મધ્યમ તાપે ૮ થી ૧૦ મિનિટ માટે પકાવો.

 

સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

પસંદ મુજબ, ધાણાભાજી અથવા નારિયળના પાઉડર અથવા જીણા સમારેલા ટમેટાં અથવા આમાંથી કોઈ પણ ૨ સામગ્રી છાંટી સજાવો.

 

ગરમ અને સુકા ઉનાળામાં પણ લીલાછમ શાકભાજી સાથે ભોજન નો આનંદ લો.

 

Prep.10 min.

Cooking time 15 min.

Qty. 2 Plates

Ingredients:

For Patra (Colocasia):

Gram Flour 1 cup

Red Chilli Powder 1 ts

Turmeric Powder ½ tsContinue Reading

ડુંગળી મુઠીયા / Dunri Mithiya / Baby Onion with Dumpling / Onion Muthiya

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

મુઠીયા માટે :

ઘઉ નો લોટ ૧/૨ કપ

ચણા નો લોટ ૧ કપ

ધાણાભાજી ૧/૨ કપ

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ખાંડ ૧ ટી સ્પૂન

તેલ ૧ ટેબલ સ્પૂન

સોડા-બાય-કાર્બ ચપટી

લીંબુ ૧/૨

 

શાક માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

હિંગ ચપટી

હવેજ ૧ ટેબલ સ્પૂન

(લસણ, મરચું, મીઠું સાથે પીસેલા)

નાની ડુંગળી ૧૦

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી

દહી ૧/૨ કપ

સીંગદાણા નો ભુકો

 

રીત :

મુઠીયા માટે :

એક મોટા બાઉલમાં ઘઉ નો લોટ અને ચણા નો લોટ લો. એમાં ધાણાભાજી, હળદર, લાલ મરચું પાઉડર, મીઠું, ખાંડ, તેલ, સોડા-બાય-કાર્બ, લીંબુ નો રસ ઉમેરો અને બધુ બરાબર મીક્ષ કરો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરો અને કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટમાંથી નાના નાના બોલ બનાવી લો.

 

બધા બોલ તળી લો.

 

શાક માટે :

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં રાય, જીરું, હિંગ ઉમેરો. તતડે એટલે નાની ડુંગળી, હવેજ, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, મીઠું ઉમેરો અને ૫ થી ૭ મિનિટ માટે ધીમા તાપે પકાવો. થોડી થોડી વારે હલાવીને મીક્ષ કરતાં રહો,

 

દહી ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

સીંગદાણા નો ભુકો ઉમેરો અને બરાબર મીક્ષ કરો. ૧ થી ૨ મિનિટ પાકવા દો.

 

તળેલા બધા મુઠીયા ઉમેરો. ૨ થી ૩ મિનિટ માટે પકાવો. થોડી થોડી વારે ઉપર-નીચે ફેરવતા રહી બરાબર મીક્ષ કરો.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી અને થોડો સીંગદાણા નો ભુકો છાંટી સુશોભિત કરો.

 

ડુંગળી નો તીખો તમતમતો સ્વાદ માણો..

 

ઉનાળાની ગરમી ને ડુંગળી ની ગરમી થી મારો..

 

Prep.10 min.

Cooking time 15 min.

for 4 Persons

Ingredient:

For Fist / Dumpling (Muthiya):

Whole Wheat Flour                             ½ cup

Gram Flour                                          1 cupContinue Reading

ટીકર / રાજસ્થાની રોટી / મસાલા રોટી / Tikkar / Rajasthani Roti / Spiced Roti / Spiced Flat Bread

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૪ રોટી

 

સામગ્રી :

મકાઇ નો લોટ ૧ કપ

ઘઉ નો લોટ ૧ કપ

ઘી ૨ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

ટમેટાં જીણા સમારેલા ૧

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

મરચાં જીણા સમારેલા ૨

મીઠું સ્વાદ મુજબ

સેકવા માટે ઘી

અટામણ માટે ઘઉ નો લોટ

 

રીત :

એક કથરોટમાં મકાઇ નો લોટ અને ઘઉ નો લોટ એકીસાથે લો.

 

એમાં ઘી ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

પછી, જીણી સમારેલી ડુંગળી, ટમેટાં, ધાણાભાજી, મરચાં, આ બધુ જ અડધી માત્રામાં ઉમેરો અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ જરા કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટમાંથી નાનો લુવો લઈ, બોલ બનાવી, જરા જાડી રોટલી વણી લો. રોટલી વણતા એની કિનારી તુટતી જશે, કોઈ વાંધો નહીં, એવી જ બનવી જોઈએ. વણવા દરમ્યાન જરૂર લાગે ત્યારે ઘઉના કોરા લોટમાં જબોળી, કોટ કરતાં રહો, વણવાનું સરળ રહેશે અને ચોટશે નહીં.

 

અડધી રોટલી વણાઈ જાય એટલે એની ઉપર, જીણી સમારેલી ડુંગળી, ટમેટાં, ધાણાભાજી અને મરચાં, આ બધુ થોડું થોડું છાંટો, હાથેથી હળવેથી દબાવો અને વણી લો. આ બધુ રોટલી ઉપર બરાબર ચોંટી જાય એ ખાસ જોવું.

 

આ રીતે બાંધેલા લોટમાંથી બધી રોટલી વણી લો.

 

એક પછી એક, બધી રોટલી શેલો ફ્રાય કરી લો. કરકરી બનાવવા માટે ધીમા તાપે, હળવે હળવે દબાવીને શેલો ફ્રાય કરો.

 

તાજે તાજી અને ગરમા ગરમ, તવા પરથી સીધી જ સર્વિંગ પ્લેટ માં પીરસો.

 

દહી અને / અથવા પસંદગીના અથાણાં સાથે પીરસો.

 

પસંદગીના કોઈ પણ સૉસ કે કેચપ સાથે પણ પીરસી શકાય.

 

દહી સાથે સૌથી વધારે સ્વાદિષ્ટ લાગશે.

 

સ્વાદિષ્ટ, રસીલી, મસાલેદાર, રાજસ્થાની વાનગી, ટીકર.

 

Prep.10 min.

Cooking time 10 min.

Yield 4 pcs.

Ingredients:

Maize Flour 1 cup

Whole Wheat Flour 1 cup

Ghee 2 tbspContinue Reading

દહી વારુ ગુવાર નું શાક / Dahi varu Guvar nu Shak / Curded Cluster Beans / Gavar Fali in Curd

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ગુવાર સમારેલો ૨૫૦ ગ્રામ

દહી ૧ કપ

મરચાં-લસણ ની પેસ્ટ ૨ ટેબલ સ્પૂન

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

પ્રેશર કૂકર માં તેલ ગરમ કરો. રાય, જીરું અને હિંગ ઉમેરો. તતડી જાય એટલે સમારેલો ગુવાર, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો. થોડી પાણી ઉમેરો અને ૧ સીટી જેટલું પ્રેશર કૂક કરો. કમ સે કમ ૧૦ મિનિટ સુધી પ્રેશર કૂકર ઠંડુ થવા દો.

 

એક પૅન માં તેલ ગરમ કરો. હિંગ, મરચાં-લસણ ની પેસ્ટ ઉમેરો. સાંતડાઇ જાય એટલે દહી , હળદર, લાલ મરચું, ધાણાજીરું અને મીઠું ઉમેરો.

 

બધા મસાલા બીજી વખત ઉમેરો છો એ ધ્યાનમાં રાખી ને મસાલા નું પ્રમાણ ઉમેરવું.

 

પ્રેશર કૂક કરેલું ગુવાર નું શાક ઉમેરો. મધ્યમ તાપે ૩-૪ મિનિટ માટે પકાવો.

 

જરૂર લાગે તો જ, થોડું પાણી ઉમેરો. પણ છેલ્લે જરા પણ પાણી રેવું જોઈએ નહીં.

 

રોટલી યા તો ભાત સાથે પીરસો.

 

ઘરે બેઠા પરંપરાગત રાજસ્થાની સ્વાદ ની મજા લો.

 

Prep.5 min.

Cooking time 15 min.

for 2 Persons

Ingredients:

Cluster Beans (Gavar)                                    250 gm

(Chopped the size of your choice)

Curd                                                                1 cupContinue Reading

કળથી મખની / Kalthi Makhani / Buttery Horse Gram

 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

કળથી બાફેલી ૧ કપ

માખણ સાંતડવા માટે ૧ ટેબલ સ્પૂન

તેલ ૧ ટેબલ સ્પૂન

હિંગ ચપટી

આદુ-લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

ટમેટાં જીણા સમારેલા ૨

મીઠું સ્વાદ મુજબ

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટેબલ સ્પૂન

હળદર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

કિચનકિંગ મસાલો ૧ ટી સ્પૂન

મલાઈ ૧ ટેબલ સ્પૂન

માખણ સજાવટ માટે ૧ ટી સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

રીત :

એક પૅન માં મધ્યમ તાપે તેલ અને માખણ એકીસાથે ગરમ કરો.

 

એમાં હિંગ, આદુ-લસણ-મરચાં ની પેસ્ટ અને જીણી સમારેલી ડુંગળી ઉમેરો.

 

ડુંગળી નરમ થઈ જાય એટલે જીણા સમારેલા ટમેટાં ઉમેરો અને બરાબર પકાવો.

 

મીઠું, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, કિચનકિંગ મસાલો ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

બાફેલી કળથી અને મલાઈ ઉમેરો. હલાવતા રહો અને ૨ થી ૩ મિનિટ માટે પકાવો.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી ભભરાવી એના પર માખણ મુકી સજાવો.

 

ભાત સાથે ગરમા ગરમ પીરસો.

 

શક્તિદાયક કળથી નો મખની સ્વાદ માણો.

 

Prep.20 min.

Cooking time 10 min.

for 4 Persons

Ingredients:

Horse Gram boiled 1 cup

Butter to fry 1 tbsp

Oil 1 tbspContinue Reading

error: Content is protected !!