અલો વેરા હલવો દુધી સાથે / કુંવારપાઠું નો હલવો દુધી સાથે / Aloe Vera Halvo with Bottle Gourd

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

અલો વેરા ૧૦૦ ગ્રામ

ઘી ૫૦ ગ્રામ

દુધી ખમણેલી ૨૫૦ ગ્રામ

(ખમણેલી દુધી દબાવી, નીચોવી, પાણી કાઢી નાખો)

દુધ ૧/૨ કપ

દુધ નો માવો ખમણેલો ૧૦૦ ગ્રામ

ખાંડ ૧૦૦ ગ્રામ

કાજુ ૧/૨ કપ

બદામ ૨ ટેબલ સ્પૂન

કાળી કિસમિસ ૧ ટેબલ સ્પૂન

એલચી પાઉડર ૧ ટી સ્પૂન

જાયફળ પાઉડર ૧ ટી સ્પૂન

સુંઠ પાઉડર ૧ ટેબલ સ્પૂન

સજાવવા માટે કાજુ, બદામ અને કાળી કિસમિસ

 

રીત :

એક પૅન માં ઘી ગરમ કરો.

 

એમાં અલો વેરા ઉમેરો અને અધકચરો સાંતડી લો.

 

પછી એમાં ખમણેલી દુધી ઉમેરો અને ધીમા-મધ્યમ તાપે સાંતડો.

 

દુધી ની ભીનાશ બળી જાય અને દુધી સુકી લાગવા લાગે એટલે દુધ ઉમેરો અને દુધ બળી જાય ત્યા સુધી પકાવો.

 

પછી, દુધ નો માવો, ખાંડ, કાજુ, બદામ, કાળી કિસમિસ, એલચી પાઉડર, જાયફળ પાઉડર અને સુંઠ પાઉડર ઉમેરો. લચકો થઈ જાય ત્યા સુધી ધીરે ધીરે હલાવતા રહી, ધીમા-મધ્યમ તાપે પકાવો.

 

પછી, એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

એની ઉપર થોડા કાજુ, બદામ અને કાળી કિસમિસ છાંટી સજાવો.

 

ભારતીય પરંપરાગત વાનગી, હલવો.

 

એનું આયુર્વેદિક સ્વરૂપ, અલો વેરા હલવો / કુંવારપાઠું નો હલવો. .

Preparation time 5 minutes

Cooking time 15 minutes

Serving 2

 

Ingredients:

Aloe Vera 100 gm

Ghee 50 gm

Bottle Gourd grated 250 gm

(squeeze grated Bottle Gourd to remove excess water)

Milk ½ cup

Milk Khoya (Mawa) grated 100 gm

Sugar 100 gm

Cashew Nuts ½ cup

Almonds 2 tbsp

Dry Black Grapes (Black Raisins) 1 tbsp

Cardamom granules Powder 1 ts

Nutmeg Powder 1 ts

Dry Ginger Powder 1 tbsp

Method:

Heat Ghee in a pan. Add Aloe Vera and semi fry it. Add grated Bottle Gourd and continue frying on low-medium flame. When moisture of Bottle Gourd gets burnt and starts to look drying, add Milk and cook for some minutes until Milk gets evaporated, add Milk Khoya, Sugar, Cashew Nuts, Almonds, Black Raisins, Cardamom Granules Powder, Nutmeg Powder, Dry Ginger Powder. Keep mixing very well while continue cooking on slow-medium flame until it becomes a soft lump.

 

Remove in a serving bowl.

 

Garnish with pieces of Cashew Nuts, Almonds and Black Raisins.

 

Enjoy Herbal Version of Indian Traditional Recipe…Halvo…

દહી ભજીયા ચાટ / Dahi Bhajiya Chat / Curd Fritters Chat

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ સર્વિંગ

 

સામગ્રી :

ભજીયા માટે :

બેસન ૧ કપ

રવો / સુજી ૧/૪ કપ

મેથી ની ભાજી ૧/૨ કપ

હળદર ૧/૨ ટી સ્પૂન

હવેજ ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

મીઠુ સ્વાદ મુજબ

તેલ ૧ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ૧/૨ ટી સ્પૂન

તળવા માટે તેલ

 

અન્ય સામગ્રી :

દહી ૧ કપ

ખાંડ ૨ ટેબલ સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

છાસ ૧ કપ

ખજુર આમલી ની ચટણી

લસણ ની ચટણી

ફુદીના ની ચટણી

સીંગ ભુજિયા

તીખા ગાંઠીયા

મસાલા સીંગ

ધાણાભાજી

ડુંગળી જીણી સમારેલી

દાડમ ના દાણા

 

રીત :

ભજીયા માટે :

એક બાઉલમાં બેસન લો.

 

એમા, રવો, મેથી ની ભાજી, હળદર, હવેજ, હિંગ, મીઠુ, સોડા-બાય-કાર્બ અને તેલ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડુ પાણી ઉમેરો અને કઠણ મિક્સચર તૈયાર કરો.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

તૈયાર કરેલા મિક્સચરના નાના નાના લુવા ગરમ થયેલા તેલમાં તળવા માટે મુકો. બધી બાજુ બરાબર તળવા માટે બધા ભજીયાને થોડી વારે તેલમાં ફેરવો. જરા આકરા તળાય જાય એટલે તેલમાંથી કાઢી લઈ કિચન ટીસ્યુ ઉપર રાખી દો.

 

ચાટ બનાવવા માટે :

તૈયાર કરેલા ભજીયા ૩ થી ૪ મિનિટ માટે છાસમાં પલાળી દો. એ દરમ્યાન બીજી તૈયારી કરી લો.

 

એક બાઉલમાં દહી લો. એમા ખાંડ અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

છાસમાં પલાળેલા ભજીયા એક સર્વિંગ બાઉલમાં લો.

 

એની ઉપર, ખાંડ અને મીઠુ મિક્સ કરેલું દહી બરાબર ફેલાવીને રેડો.

 

સીંગ ભુજીયા, તીખા ગાંઠીયા અને મસાલા સીંગ ભભરાવો.

 

ખજુર આમલી ની ચટણી, લસણ ની ચટણી અને ફુદીના ની ચટણી બરાબર ફેલાવીને રેડો.

 

જીણી સમારેલી ડુંગળી, દાડમ ના દાણા અને ધાણાભાજી છાંટો.

 

તાજગીભર્યા સ્વાદ માટે બનાવીને તરત જ પીરસો.

 

ઠંડી અને વરસાદી વાતાવરણમાં ખાવાની મજ્જા પડી જાય એવા મેથીના ભજીયા નો દહી અને વિવિધ ચટણીસભર ચાટ.

Preparation time 10 minutes

Cooking time 20 minutes

Servings 4

 

Ingredients:

For Bhajiya:

Gram Flour 1 cup

Semolina ¼ cup

Fresh Fenugreek Leaves ½ cup

Turmeric Powder ½ ts

Garlic Masala (Havej) 1 ts

Asafoetida Powder Pinch

Salt to taste

Oil 1 ts

Soda-bi-Carb ½ ts

Oil for deep frying

Other Ingredients:

Curd 1 cup

Sugar 2 tbsp

Salt to taste

Buttermilk 1 cup

Tamarind-Dates Chutney

Garlic Chutney

Mint Chutney

Sing Bhujiya

Spicy Thick Vermicelly (Spicy Gathiya)

Spiced Peanuts

Fresh Coriander Leaves

Onion chopped

Pomegranate Granules

 

Method:

For Bhajiya:

Take Gram Flour in a bowl. Add Semolina, Fresh Fenugreek Leaves, Turmeric Powder, Garlic Masala, Asafoetida Powder, Salt, Soda-bi-Carb and Oil. Mix well. Add little water slowly as needed to prepare thick batter.

 

Heat Oil to deep fry. Put number of small lumps of prepared batter in heated Oil. Deep fry while turning over occasionally to brownish.

 

Assembling Chat:

Soak prepared Bhajiya in Buttermilk for 3-4 minutes. Meanwhile do other preparation.

 

Take Curd in a bowl. Add Sugar and Salt. Mix well.

 

Take soaked Bhajiya in a serving bowl.

 

Pour spreading over Sweetened and Salted Curd.

 

Sprinkle Sing Bhujiya, Hot Gathiya and Spiced Peanuts.

 

Pour spreading over Tamarind-Dates Chutney, Garlic Chutney and Mint Chutney.

 

Sprinkle chopped Onion. Pomegranate Granules and Fresh Coriander Leaves.

 

Serve immediately after assembling to have fresh taste.

 

  Enjoy Fenugreek Bhajiya…

 

                                    Combined with Curd and Various Chutney…

 

                                                                        So Tempting in Cold and Rainy…

તવા પનીર / Tava Paneer

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી:

મેરીનેટ કરવા માટે:

દહી નો મસકો ૪ ટેબલ સ્પૂન

લાલ મરચાં પાઉડર ૧ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

ગરમ મસાલા ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ચાટ મસાલા ૧/૨ ટી સ્પૂન

ચણા નો લોટ સેકેલો ૨ ટેબલ સ્પૂન

લીંબુ નો રસ ૧ ટી સ્પૂન

તેલ ૧ ટી સ્પૂન

 

શાક બનાવવા માટે:

પનીર સમારેલા મોટા ટુકડા ૨૫૦ ગ્રામ

તેલ ૨ ટેબલ સ્પૂન

આદું-લસણ-લીલા મરચાં સમારેલા ૨ ટેબલ સ્પૂન

ડુંગળી સમારેલી ૧

મીઠું સ્વાદ મુજબ

ટમેટાં સમારેલા ૨

કેપ્સિકમ સમારેલા ૧

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચાં પાઉડર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

કીચનકીંગ મસાલા ૧ ટી સ્પૂન

કસૂરી મેથી ૧ ટી સ્પૂન

 

સજાવટ માટે ધાણાભાજી

 

રીત:

મેરીનેટીંગ માટેની બધી જ સામગ્રી એકીસાથે એક બાઉલમાં લઈ, બરાબર મીક્ષ કરી લો.

 

એમાં પનીર ના મોટા ટુકડા ઉમેરી, બરાબર મીક્ષ કરી, કમ સે કમ ૩૦ મિનિટ માટે મેરીનેટ થવા માટે રાખી મુકો.

 

હવે, એક તવા પર તેલ ગરમ કરો.

 

એમાં, સમારેલા આદું-લસણ-લીલા મરચાં, ડુંગળી અને મીઠું ઉમેરી, સાંતડો.

 

પછી એમાં, સમારેલા ટમેટાં અને કેપ્સિકમ ઉમેરી, સાંતડો.

 

પછી, હળદર, લાલ મરચાં પાઉડર, ધાણાજીરું અને કીચનકીંગ મસાલો ઉમેરો અને તેલ છુટુ પડવા લાગે ત્યાં સુધી મધ્યમ તાપે સાંતડવાનું ચાલુ રાખો.

 

પછી એમાં થોડું પાણી ઉમેરી, મધ્યમ તાપે ૧ થી ૨ મિનિટ માટે પકાવો.

 

પછી, મેરીનેટ થયેલું પનીર ઉમેરી, મધ્યમ તાપે ૧ થી ૨ મિનિટ માટે પકાવવાનું ચાલુ રાખો.

 

બધુ બરાબર પાકી જાય એટલે કસૂરી મેથી ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

પછી, તૈયાર થયેલું શાક, એક સર્વિંગ પ્લેટ પર લઈ લો.

 

ધાણાભાજી છાંટી, સુશોભીત કરો.

 

પસંદ મુજબ રોટી, નાન અથવા પરાઠા સાથે ગરમા ગરમ પીરસો.

 

તવા પર તૈયાર કરેલું પનીર.. તવા પનીર..

Preparation time 10 minutes

Cooking time 10 minutes

For 2 Persons

 

Ingredients:

For Marinating:

Hund Curd 4 tbsp

Red Chilli Powder 1 ts

Turmeric Powder ½ ts

Garam Masala 1 ts

Salt to taste

Chat Masala ½ ts

Gram Flour roasted 2 tbsp

Lemon Juice 1 ts

Oil 1 ts

 

For Sabji:

Cottage Cheese (Paneer) 250g

(chopped big cubes)

Oil 2 tbsp

Gigner-Garlic-Green Chilli chopped 2 tbsp

Onion chopped 1

Salt to taste

Tomato chopped 2

Capsicum chopped 1

Turmeric Powder ½ ts

Red Chilli Powder 1 ts

Coriander Cumin Powder 1 ts

Kitchenking Masala 1 ts

Dried Fenugreek Leaves 1 ts

 

Fresh Coriander Leaves for garnishing

 

Method:

Take all listed ingredients for marinating together in a bowl and mix very well.

 

Add chopped big cubes of Cottage Cheese, mix very well, then leave for at least 30 minutes for marinating.

 

Now, heat Oil in a flat pan.

 

Add chopped Ginger-Garlic-Green Chilli, Onion and Salt. Mix well and sauté.

 

Then, add chopped Tomato and Capsicum and sauté.

 

Add Turmeric Powder, Red Chilli Powder, Coriander Cumin Powder and Kitchenking Masala and continue sautéing on medium flame until Oil starts to get separated around the stuff on flat pan.

 

Then, add little water and cook for 1-2 minutes on medium flame.

 

Then, add marinated Cottage Cheese and continue cooking for 1-2 minutes on medium flame.

 

When cooked well, add Dried Fenugreek Leaves and mix very well.

 

Remove prepared stuff on a serving plate.

 

Sprinkle Fresh Coriander Leaves to garnish.

 

Serve Fresh and Hot with Roti, Naan or Paratha of choice.

 

Paneer cooked on Tava… Tava Paneer…

પાલા મુંજાલુ / Pala Munjalu

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૧૦ સર્વિંગ

 

સામગ્રી :

પુરણ માટે :

તુવેરદાળ બાફેલી ૧/૨ કપ

ઘી ૧ ટેબલ સ્પૂન

ગોળ ૧ ટેબલ સ્પૂન

સુકુ નારીયળ ખમણ ૨ ટેબલ સ્પૂન

એલચી ૧ ટી સ્પૂન

 

પડ માટે :

દુધ ૧ ૧/૨ કપ

રવો ./ સુજી ૧/૨ કપ

ખાંડ ૨ ટેબલ સ્પૂન

સુકો નારીયળ પાઉડર ૧ ટેબલ સ્પૂન

એલચી ચપટી

મીઠુ ચપટી

 

તળવા માટે કોકોનટ ઓઇલ

 

રીત :

પુરણ માટે :

એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો.

 

એમા, બાફેલી તુવેરદાળ, ગોળ, સુકો નારીયળ પાઉડર, એલચી ઉમેરો અને ધીમા-મધ્યમ તાપે ૩ થી ૪ મિનિટ માટે પકાવતા બરાબર મીક્ષ કરો. ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

તૈયાર થયેલા મિક્સચરમાંથી નાના નાના બોલ બનાવો.

 

પડ માટે :

એક પૅન માં ધીમા તાપે દુધ ગરમ કરો.

 

દુધ ગરમ થાય એટલે એમા, ધીરે ધીરે રવો ઉમેરતા ઉમેરતા હલાવતા જઇ બરાબર મીક્ષ કરો. રવાના ગઠાં ના રહી જાય એ ખાસ જોવું.

 

રવો બરાબર પાકી જાય એટલે એમા ખાંડ, સુકો નારીયળ પાઉડર, એલચી, મીઠુ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

ઠંડુ થવા માટે થોડી વાર માટે રાખી મુકો.

 

હવે, તૈયાર કરેલા રવાના મિક્સચરમાંથી એક નાનો લુવો લો અને એનો બોલ બનાવો. હથેળી અને આંગળા વડે થપથપાવી, જાડો ગોળ આકાર આપો.

 

એની વચ્ચે પુરણનો એક બોલ મુકો.

 

બધી બાજુથી વાળીને પુરણનો બોલ રેપ કરી, બોલ બનાવી લો.

 

આ રીતે બધા બોલ તૈયાર કરી લો.

 

એક કડાઈમાં મધ્યમ તાપે તળવા માટે કોકોનટ ઓઇલ ગરમ કરો.

 

વારાફરતી બધા બોલ ગરમ તેલમાં આછા ગુલાબી તળી લો. બધી બાજુ બરાબર તળવા માટે થોડી વારે તેલમાં ફેરવો.

 

તળીને બધા બોલ, કીચન ટીસ્યુ ઉપર મુકો, જેથી વધારાનું તેલ કીચન ટીસ્યુમાં સોસાય જાય.

 

તાજા અને જરા ગરમ પીરસો, યા તો, ઠંડા થઈ જાય પછી એર ટાઇટ બરણીમાં ભરી દો.

 

બધી મીઠાઇ તબિયત માટે નુકશાનકારક જ હોય એવું નથી.

 

ભારતના હાઇ-ટેક રાજ્ય, આંધ્રપ્રદેશ ની એક પરંપરાગત અને પૌષ્ટિક મીઠાઇ, પાલા મુંજાલુ.

Preparation time 10 minutes

Cooking time 10 minutes

Servings 10

 

Ingredients:

For Stuffing:

Skinned Split Pigeon Peas (boiled) ½ cup

Ghee 1 tbsp

Jaggery 1 tbsp

Dry Coconut Powder 2 tbsp

Cardamom 1 ts

 

For Outer Layer:

Milk 1 ½ cup

Semolina (Suji / Ravo) ½ cup

Sugar 2 tbsp

Dry Coconut Powder 1 tbsp

Cardamom Pinch

Salt Pinch

 

Coconut Oil to deep fry.

 

Method:

Heat Ghee in a pan on low flame. Add boiled Skinned Split Pigeon Peas, Jaggery, Dry Coconut Powder and Cardamom. Mix well while cooking on low-medium flame for 3-4 minutes. Leave it to cool off.

 

Make number of small balls of prepared mixture for stuffing.

 

Heat Milk in a pan on low flame. When Milk becomes hot, add Semolina gradually while stirring to mix it well making sure not leaving lumps of Semolina.

 

When Semolina is cooked, add Sugar, Dry Coconut Powder, Cardamom and Salt. Mix well.

 

Leave it to cool off.

 

Pinch small lump from prepared Semolina mixture. Make a small ball of it. Tap using your palms and fingers to give it a thick round shape.

 

Put one ball of stuffing in the middle of it.

 

Fold from all sides to wrap stuffing ball.

 

Repeat to prepare all balls.

 

Heat Coconut Oil on medium flame to deep fry.

 

Deep fry all prepared stuffed balls to light brownish. Flip occasionally to fry well all around.

 

Put fried balls on tissue papers to get excess oil absorbed.

 

Serve Fresh and Warm for best taste or store in an air tight container to server later.

 

All Sweets are not Unhealthy.

 

This is a gifted traditional sweet from one of the high tech state of India…Andhra Pradesh…

 

Make your parties, celebrations and festivals sweeter and healthier and tastier with the great touch of COCONUT.

મેડેલીન્સ / ફ્રેંચ બટર કેક / Madeleines / French Butter Cake

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨૦ નંગ આશરે

 

સામગ્રી :

મેંદો ૧૫૦ ગ્રામ

માખણ ૫૦ ગ્રામ

કન્ડેન્સ મિલ્ક ૨૦૦ ગ્રામ

દળેલી ખાંડ ૨ ટેબલ સ્પૂન

બેકિંગ પાઉડર ૧ ટી સ્પૂન

બેકિંગ સોડા ૧/૨ ટી સ્પૂન

દુધ ૧/૨ કપ

મિક્સ ફ્રૂટ જામ ૨ ટેબલ સ્પૂન

સજાવટ માટે સુકો નારિયળ પાઉડર

 

રીત :

એક બાઉલમાં માખણ, કન્ડેન્સ મિલ્ક અને દળેલી ખાંડ લો. બરાબર મિક્સ કરી લો.

 

એમા મેંદો, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરો. બરાબર મિક્સ કરી લો.

 

પછી દુધ ઉમેરો અને એકદમ ફીણી લઈ, ઘાટુ ખીરું તૈયાર કરી લો.

 

મેડેલીન્સ ના મોલ્ડમાં, તૈયાર કરેલું ખીરું ભરી દો.

 

ઓવન પ્રી-હીટ કરી લો.

 

પ્રી-હીટ કરેલા ઓવનમાં, ખીરું ભરેલા મેડેલીન્સ ના બધા મોલ્ડ ગોઠવી દો અને ૧૮૦° પર ૨૦ મિનિટ માટે બૅક કરી લો.

 

એ દરમ્યાન..

એક પૅન માં ૧/૨ કપ જેટલુ પાણી ગરમ કરો.

 

પાણી ગરમ થાય એટલે એમ મિક્સ ફ્રૂટ જામ ઉમેરો, બરાબર મિક્સ કરો અને ઠંડુ થવા, થોડી વાર માટે રાખી મુકો.

 

મેડેલીન્સ બૅક થઈ જાય પછી ઓવનમાંથી બહાર કાઢી, ઠંડા થવા, થોડી વાર માટે રાખી મુકો. પછી મોલ્ડમાંથી કાઢી લો.

 

એક પછી એક, બૅક કરેલા બધા મેડેલીન્સ, તૈયાર કરેલા મિક્સ ફ્રૂટ જામ ના મિશ્રણમાં જબોળી, તરત જ, સુકા નારિયળ પાઉડરમાં રગદોળી, કોટ કરી લો અને એક પ્લેટ પર અલગ અલગ ગોઠવી દો.

 

તાજે તાજા ખાઓ અને પછીથી ખાવા માટે, એર ટાઇટ બરણીમાં ભરી દો.

 

મેડેલીન્સ, ફ્રેંચ બટર કેક નો મખની સ્વાદ માણો.

Preparation time 10 minutes

Baking time 20 minutes

Yield 20 Pcs approx.

 

Ingredients:

Refined White Wheat Flour (maida) 150g

Butter 50g

Condensed Milk 200g

Powder Sugar 2 tbsp

Baking Powder 1 ts

Baking Soda ½ ts

Milk ½ cup

Mix Fruit Jam 2 tbsp

 

Dry Coconut powder for garnishing

 

Method:

Take in a mixing bowl, Butter, Condensed Milk and Powder Sugar. Mix well.

 

Add Refined White Wheat Flour, Baking Powder and Baking Soda. Mix well.

 

Add Milk and whisk well to prepare thick batter.

 

Fill Madeleines moulds with prepared batter.

 

Preheat oven.

 

Bake at 180° for 20 minutes.

 

Meanwhile…

Heat ½ cup of water in a pan. Add Mix Fruit Jam and mix very well. Leave it to cool off.

 

When Madeleines are baked, remove from oven and leave to cool off then unmould.

 

Dip Madeleines in prepared Mix Fruit Jam.

 

Coat Madeleines with Dry Coconut Powder.

 

Serve Fresh for better taste or store in an airtight container to serve later.

 

Enjoy Buttery Taste of Madeleines…French Butter Cake…

લીલા ચણા ના વડા / જીંજરા ના વડા / Lila Chana na Vada / Jinjra na Vada / Fresh Chickpeas Fritters

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

જીંજરા ૧ કપ

મરચા ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

હિંગ ચપટી

મરી પાઉડર ૧/૪ ટી સ્પૂન

વરિયાળી પાઉડર ૧ ટી સ્પૂન

તલ ૧ ટેબલ સ્પૂન

ખાંડ ૧ ટી સ્પૂન

લીંબુ નો રસ ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૨ ટેબલ સ્પૂન

બેસન ૨ ટેબલ સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

તળવા માટે તેલ

સાથે પીરસવા માટે લીલી ચટણી

 

રીત :

મીક્ષરની જારમાં જીંજરા લો. પીસી લઈ, એકદમ જીણી પેસ્ટ બનાવી લો. એક બાઉલમાં લઈ લો.

 

એમા, મરચા ની પેસ્ટ, હિંગ, મરી પાઉડર, વરિયાળી પાઉડર, તલ, ખાંડ, લીંબુ નો રસ, ધાણાભાજી અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

પછી, બેસન ઉમેરો અને બરાબર મિક્સ કરો. બેસન ના ગઠાં ના રહી જાય એ ખાસ જોવું.

 

એક કડાઈમાં તળવા માટે મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

તૈયાર કરેલા મિક્સચરના નાના નાના લુવા ગરમ તેલમાં તળવા માટે મુકો. અધકચરા તળી લો અને કોરા અને સાફ કાગળ ઉપર ૪ થી ૫ મિનિટ માટે રાખી દો.

 

એક પછી એક, બધા વડાને બે હથેળી વચ્ચે હળવેથી દબાવી, ચપટા બનાવી લો.

 

હવે ફરી આ બધા વડા ગરમ તેલમાં જરા આકરા તળી લો. બન્ને બાજુ બરાબર તળવા માટે બધા વડા, થોડી વારે તેલમાં ઉલટાવો.

 

તળાય જાય એટલે એક સર્વિંગ પ્લેટ પર અલગ અલગ મુકી, ગોઠવો.

 

દરેક વડા ઉપર લીલી ચટણી ના ટીપા મુકી સજાવો.

 

સર્વિંગ પ્લેટ પર ક બાજુ થોડી લીલી ચટણી મુકો.

 

ગરમા ગરમ પીરસો.

 

સહકર્મચારીઓ સાથે શેર કરવા ઓફીસે પણ લઈ જાઓ.

 

વાહ.. કેટલો સરસ મુલાયમ અને તાજગીભર્યો સ્વાદ છે..!!!

Preparation time 5 minutes

Cooking time 15 minutes

For 2 Persons

 

Ingredients:

Fresh Chickpeas 1 cup

Green Chilli Paste 1 tbsp

Asafoetida Powder Pinch

Black Pepper Powder ¼ ts

Fennel Seeds Powder 1 ts

Sesame Seeds 1 tbsp

Sugar 1 ts

Lemon Juice 1 tbsp

Fresh Coriander Leaves 2 tbsp

Gram Flour 2 tbsp

Salt to taste

Oil to deep fry

Green Chutney for serving.

 

Method:

Take Fresh Chickpeas in a wet grinding jar of your mixer. Grind it to fine paste.

 

Remove it in a bowl. Add Green Chilli Paste, Asafoetida Powder, Black Pepper Powder, Fennel Seeds Powder, Sesame Seeds, Sugar, Lemon Juice, Fresh Coriander Leaves and Salt. Mix very well. Add Gram Flour and mix very well. Make sure not to leave lumps of Gram Flour.

 

Heat Oil to deep fry on medium flame. Put number of lumps of prepared mixture in heated Oil. Deep fry partially. Remove from Oil.

 

Leave them on dry and clean paper for 4-5 minutes.

 

One by one, press lightly between two palms to flatten.

 

Deep fry again in heated Oil. Turn over when needed to fry all around.

 

Arrange them on a serving plate.

 

Garnish with droplets of Green Chutney on each.

 

Serve Hot with Green Chutney a side on serving plate.

 

Or Take Away to Work Place to Share with Workmates.

 

Wow…What a Creamy and Fresh Taste…

 

Make More Friends with Fresh Chickpeas Fritter…

લીલા ચણા ની બિરયાની / જીંજરા ની બિરયાની / Lila Chana ni Biryani / Jinjra ni Biryani

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ચોખા પલાળેલા ૧/૨ કપ

તજ નાનો ટુકડો ૧

લવિંગ ૪

તમાલપત્ર ૧

એલચી ૨

ફુદીનો ૨ ટેબલ સ્પૂન

તેલ ૨ ટેબલ સ્પૂન

આદુ નાનો ટુકડો ૧

મરચા ૨

લીલું લસણ ૨ ટેબલ સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

ડુંગળી સમારેલી ૧

કેપ્સિકમ સમારેલા ૧

જીંજરા ૧/૨ કપ

મીઠુ સ્વાદ મુજબ

પાલક પ્યુરી ૧/૪ કપ

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

સજાવટ માટે ધાણાભાજી અને ડુંગળી ની રિંગ

 

રીત :

એક પૅન માં પલાળેલા ચોખા લો.

 

એમા તજ, લવિંગ, તમાલપત્ર, એલચી, ફુદીનો અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

૧ ૧/૨ કપ જેટલુ પાણી ઉમેરો અને મધ્યમ તાપે પૅન મુકો.

 

ચોખા બરાબર પાકી જાય એટલે ગરણીથી ગાળીને વધારાનું બધુ પાણી કાઢી નાખો અને બધા ખડા મસાલા (આખા મસાલા, તજ, લવિગ, તમાલપત્ર, એલચી, ફુદીનો) પણ કાઢી લો અને આ તૈયાર થયેલા ભાત એક બાજુ રાખી દો.

 

મીક્ષરની જારમાં આદુ, મરચા અને લીલું લસણ લો. પીસી લઈ, એકદમ જીણી પેસ્ટ બનાવી લો.

 

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમા જીરું, બનાવેલી પેસ્ટ, સમારેલી ડુંગળી, કેપ્સિકમ ઉમેરો અને સાંતડો.

 

પછી, જીંજરા અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો અને ૩ થી ૪ મિનિટ માટે મધ્યમ તાપે પકાવો.

 

જીંજરા બરાબર પાકી જાય એટલે પાલક પ્યુરી અને ગરમ મસાલો ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

પછી, તૈયાર કરેલા ભાત અને ધાણાભાજી ઉમેરો. ભાત છુંદાય ના જાય એ કાળજી રાખી, હળવે હળવે હલાવી બરાબર મિક્સ કરો.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી છાંટી દો અને ઉપર ડુંગળીની ૩-૪ રિંગ ગોઠવી, સજાવો.

 

તાજી અને ગરમ પીરસો.

 

બિરયાની, દુનિયાભરમાં અતિ લોકપ્રીય ભારતીય વાનગી. આ છે, જીંજરા સાથે તૈયાર કરેલી, વધારે પૌષ્ટિક બિરયાની.

Preparation time 10 minutes

Cooking time 15 minutes

For 2 Persons

 

Ingredients:

Rice soaked ½ cup

Cinnamon 1 pc

Clove buds 4

Cinnamon Leaf 1

Cardamom 2

Fresh Mint Leaves 2 tbsp

Oil 2 tbsp

Ginger 1 pc

Green Chilli 2

Spring Garlic 2 tbsp

Cumin Seeds ½ ts

Onion chopped 1

Capsicum chopped 1

Green Chickpeas ½ cup

Salt to taste

Spinach Puree ¼ cup

Garam Masala ½ ts

Fresh Coriander Leaves 1 tbsp

 

Fresh Coriander Leaves and Onion Rings to garnish.

 

Method:

Take soaked Rice in a pan. Add Cinnamon, Clove buds, Cinnamon Leaf, Cardamom, Fresh Mint Leaves and Salt. Mix well. Add 1 ½  cup of water and put the bowl on medium flame. When Rice is cooked, strain excess water and remove all Khada Masala (Cinnamon, Clove buds, Cinnamon Leaf, Cardamom, Fresh Mint Leaves).

 

Take Ginger, Green Chilli and Spring Garlic in a wet grinding jar of mixer. Crush it to fine paste.

 

Heat Oil in a pan. Add Cumin Seeds, prepared fine paste, chopped Onion and chopped Capsicum. Sauté it well.

 

Add Green Chickpeas and Salt. Mix well and cook for 3-4 minutes on medium flame.

 

When Green Chick peas are cooked, add Spinach Puree and Garam Masala. Mix well.

 

Add prepared Rice and Fresh Coriander Leaves. Mix well taking care of not mashing Rice.

 

Take in a serving bowl.

 

Sprinkle Fresh Coriander Leaves and put Onion Ring to garnish.

 

Serve Fresh and Hot.

 

Biryani is One of The Most Popular Indian Dish around The World…

 

This is Healthier Fusion of Biryani with Green Chickpeas…

સ્વીટ સીસમ બાઇટ / કાળા તલ નો પાક / Sweet Sesame Bite / Kala Tal no Pak

તૈયારી માટે ૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૨-૧૫ નંગ

 

સામગ્રી :

કાળા તલ ૧ કપ

ઘી ૧ ટેબલ સ્પૂન

કન્ડેન્સ મીલ્ક ૨૦૦ મિલી

સજાવટ માટે પીસ્તા

 

રીત :

એક નોન-સ્ટીક પૅન ધીમા તાપે ગરમ કરો.

 

એના ઉપર કાળા તલ નાખી, ધીમા તાપે કોરા જ સેકી લો. બળી ના જાય એ ખાસ કાળજી રાખો. ફક્ત સુકા અને કરકરા થઈ જાય એવા જ સેકવાના છે.

 

પછી, સેકેલા કાળા તલ, મીક્ષરની જારમાં લઈ લો અને પીસી લઈ, જાડો પાઉડર તૈયાર કરી લો.

 

એક મોલ્ડ પ્લેટ પર ઘી લગાવી તૈયાર રાખો.

 

એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો,

 

એમા, તૈયાર કરેલો કાળા તલનો પાઉડર ઉમેરો અને ધીરે ધીરે સતત હલાવી, ઘીમાં સેકી લો.

 

પછી, કન્ડેન્સ મીલ્ક ઉમેરો અને ઘાટુ થઈ જાય ત્યા સુધી સતત ધીરે ધીરે હલાવતા રહો.

 

ઘાટુ થઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો અને તૈયાર થયેલું મીશ્રણ, ઘી લગાવી, તૈયાર રાખેલી મોલ્ડ પ્લેટમાં સમથળ પાથરી દો. ઠંડુ થવા થોડી વાર માટે રાખી મુકો.

 

સજાવટ માટે એની ઉપર થોડા પીસ્તા છાંટી દો.

 

પસંદ મુજબ સાઇઝ અને આકારના ટુકડા કાપી લો.

 

સ્વીટ સીસમ બાઇટ મમળાવતા મમળાવતા પતંગ મહોત્સવ નો આનંદ લુટો.

Preparation time 0 minutes

Cooking time 15 minutes

Yield 12-15 pcs

 

Ingredients:

Sesame Seeds black 1 cup

Ghee 1 tbsp

Condensed Milk 200 ml

Pistachio for garnishing

 

Method:

Pre-heat a non-stick pan on low flame. Roast black Sesame Seeds in pre-heated pan on low flame. Take care of not burning. Just roast to make them dry and crunchy. Leave it to cool down.

 

Take roasted black Sesame Seeds in a dry grinding jar of mixer. Grind it to coarse powder.

 

Grease with Ghee a mould plate.

 

Heat Ghee in a pan on low flame. Add black Sesame Seeds Powder. Stir and roast in Ghee. Add Condensed Milk. Stir slowly and continuously on low flame until it thickens.

 

Set prepared mixture in a greased mould plate. And leave it to cool down.

 

Sprinkle Pistachio for garnishing.

 

Cut in pieces of size and shape of choice.

 

Celebrate Kite Festival Munching Sweet Sesame Bite…

સુખડી કેક / Sukhdi Cake

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૫૦૦ ગ્રામ

 

સામગ્રી :

ઘઉ નો લોટ ૩/૪ કપ

ઓટ્સ પાઉડર ૧/૪ કપ

સુંઠ પાઉડર ૨ ટેબલ સ્પૂન

એલચી પાઉડર ૧/૨ ટી સ્પૂન

મીક્ષ સુકો મેવો ૧/૨ કપ

(કાજુ, બદામ, અખરોટ, કાળી કિસમિસ, સનફ્લાવર સીડ્સ)

ઘી ૧/૨ કપ

ગોળ ૧/૨ કપ

દહી ૧/૨ કપ

દુધ ૧/૨ કપ

બેકિંગ પાઉડર ૧ ટી સ્પૂન

બેકિંગ સોડા ૧/૨ ટી સ્પૂન

સજાવટ માટે સુકો નારીયળ પાઉડર અને અળસી ના બી

કેક મોલ્ડ પર લગાવવા માટે ઘી અને ઘઉ નો લોટ

 

રીત :

એક બાઉલમાં ઘઉ નો લોટ, ઓટ્સ પાઉડર, સુંઠ પાઉડર અને એલચી પાઉડર લો. બરાબર મીક્ષ કરી, ચારણીથી ચાળી લો.

 

બીજા એક બાઉલમાં ઘી અને ગોળ લો. બરાબર મીક્ષ કરી લો.

 

એમા દહી અને દૂઘ ઉમેરી, બરાબર મીક્ષ કરી લો.

 

બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરી, બરાબર મીક્ષ કરી લો.

 

પછી એમા, ઘઉના લોટનું મીશ્રણ ઉમેરી, બરાબર મીક્ષ કરી લો.

 

મીક્ષ સુકો મેવો ઉમેરી, બરાબર મીક્ષ કરી લો.

 

હવે, કેક મોલ્ડ પર ઘી લગાવી દો અને ઘઉનો લોટ છાંટી દો.

 

પછી, કેક મોલ્ડમાં તૈયાર કરેલું મીશ્રણ ભરી દો.

 

એની ઉપર સુકો નારીયળ પાઉડર અને અળસી ના બી છાંટી, સજાવો.

 

ઓવન પ્રી-હીટ કરી લો.

 

પ્રી-હીટ કરેલા ઓવનમાં કેક મોલ્ડ મુકી, ૧૮૦° પર ૩૦ મિનિટ માટે બૅક કરી લો.

 

બૅક થઈ જાય એટલે ઓવનમાંથી બહાર કાઢી લઈ, ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, મોલ્ડમાંથી કાઢી લો. સુખડી કેક તૈયાર છે.

 

પરીવાર ના સુખદ આરોગ્ય માટે, ગુજરાતી બા (મમ્મી) એ આપેલા આરોગ્યપ્રદ વાનગીઓના સમૃદ્ધ વારસામાંથી એક વાનગી એટલે સુખડી.

 

આપણે અહી એ સુખડીને, એના તમામ પૌષ્ટીક તત્વો અકબંધ રાખીને પણ થોડી આધુનિક રીતે તૈયાર કરી છે એટલે બૅક કરી છે અને એટલે જ એને સુખડી કેક કહીએ છીએ.

 

ઘઉ નો લોટ, ગોળ અને ઘી નું સંયોજન, ખુબ જ આરોગ્ય પ્રદાન કરે છે. એનાથી સ્નાયુ મજબુત બને છે અને લોહીનું પરીભ્રમણ નિયંત્રીત રહે છે.

Preparation time 10 minutes

Baking time 30 minutes

Yield 500g

 

Ingredients:

Whole Wheat Flour ¾ cup

Oats Powder ¼ cup

Dried Ginger Powder 2 tbsp

Cardamom Powder ½ ts

Mix Dry Fruits ½ cup

(Cashew Nuts, Almods, Walnut, Black Raisins, Sunflower Seeds)

Ghee ½ cup

Jaggery ½ cup

Curd ½ cup

Milk ½ cup

Baking Powder 1 ts

Baking Soda ½ ts

Coconut and Flax Seeds for garnishing

 

Ghee and Whole Wheat Flour for greasing and dusting cake mould

 

Method:

Take in a mixing bowl, Whole Wheat Flour, Oats Powder, Dried Ginger Powder and Cardamom Powder. Mix well and sieve it.

 

Take in another mixing bowl, Ghee and Jaggery. Mix well.

 

Add Curd and Milk. Mix well.

 

Add Baking Powder and Baking Soda. Mix well.

 

Add Whole Wheat Flour mixture and mix very well.

 

Add Mix Dry Fruits and mix well.

 

Grease a cake mould with Ghee and dust it with Whole Wheat Flour.

 

Fill cake mould with prepared batter.

 

Sprinkle Coconut and Flax Seeds to garnish.

 

Preheat oven.

 

Bake at 180° for 30 minutes.

 

After baking, leave it to cool off.

 

Unmould and serve.

Sukhdi is a traditional sweet gifted by Gujarati Baa (mothers) for good health of family.

 

Combination of Whole Wheat Flour, Jaggery and Ghee provides lot of health benefits to strengthen muscles and improve blood circulation.

 

Giving a twist to traditional healthy Sukhdi

 

We make it a modern sweet…

 

Sukhdi Cake…

પીના કોલાડા કૂકીસ વીથ રબડી / Pina-Colada Cookes with Rabadi

તૈયારી માટે ૧૦ મિનિટ

બેકિંગ માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

કૂકીસ માટે :

મેંદો ૧ કપ

રવો / સુજી ૧ કપ

દળેલી ખાંડ ૧ કપ

ઘી ૧ કપ

સુકો નારીયળ પાઉડર જીણો ૧ કપ

પાઈનેપલ પાઉડર ૧ ટેબલ સ્પૂન

 

રબડી માટે :

દુધ ૧ કપ

કન્ડેન્સ મીલ્ક ૧/૨ કપ

કોકોનટ મીલ્ક પાઉડર ૩ ટેબલ સ્પૂન

પાઈનેપલ એસન્સ ૨ ટીપા

 

સજાવટ માટે ચેરી અને સુકો નારીયળ પાઉડર (કરકરો)

 

રીત :

કૂકીસ માટે :

એક બાઉલમાં મેંદો, રવો, દળેલી ખાંડ, ઘી લો અને બરાબર મીક્ષ કરો.

 

આશરે ૮ કલાક માટે રાખી મુકો.

 

પછી, સુકો નારીયળ પાઉડર, પાઈનેપલ પાઉડર ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

આ તૈયાર થયેલા મીશ્રણમાંથી નાના નાના બોલ બનાવી લો અને એક બેકિંગ ડીશ પર ગોઠવી દો.

 

૧૮૦° પર ૨૦ મિનિટ માટે બૅક કરી લો.

 

પછી, એક બાજુ રાખી દો.

 

રબડી માટે :

એક બાઉલમાં દુધ, કન્ડેન્સ મીલ્ક, કોકોનટ મીલ્ક પાઉડર, પાઈનેપલ એસન્સ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

ધીમા તાપે ઉકાળવા મુકો. ઉભરાય ના જાય અને તળીયે ચોંટી ના જાય એ માટે થોડી થોડી વારે, ધીરે ધીરે, તળીયા સુધી ચમચો ફેરવી હલાવતા રહો. જરા ઘાટુ થઈ જાય ત્યા સુધી આ રીતે ઉકાળો.

 

પછી, ઠંડુ થવા અંદાજે ૩૦ મિનિટ માટે  રાખી મુકો.

 

પછી, કમ સે કમ ૩૦ મિનિટ માટે ફ્રીજમાં રાખી, ઠંડુ કરી લો.

 

પીરસવા માટે :

એક સર્વિંગ બાઉલ લો અને રબડીથી અડધું ભરી લો.

 

બાઉલની અને કૂકીસની સાઇઝ અનુસાર ૧ કે ૨ કૂકીસ, બાઉલમાં રબડીની વચ્ચે મુકો.

 

એની ઉપર થોડો નારીયળ પાઉડર છાંટો અને ૨ ચેરી મુકી, સજાવો.

 

એકબીજામાં એકદમ ભળી ગયેલા બે અલગ અલગ સ્વાદથી બનેલો એક અનોખો, અદભુત સ્વાદ, પીના કોલાડા.

Preparation time 10 minutes

Baking time 20 minutes

Cooking time 20 minutes

Servings 2

 

Ingredients:

For Cookies:

Refined White Wheat Flour 1 cup

Semolina 1 cup

Powder Sugar 1 cup

Ghee 1 cup

Dry Coconut powder fine 1 cup

Pineapple Powder 1 tbsp

 

For Rabadi:

Milk 1 cup

Condensed Milk ½ cup

Coconut Milk Powder 3 tbsp

Pineapple Essence 2 drops

 

Cherry and Coconut Powder (coarse) for garnishing

 

Method:

For Cookies:

In a bowl, take Refined White Wheat Flour, Semolina, Powder Sugar and Ghee. Mix well. Leave it for approx 8 hours. Then, add Dry Coconut Powder and Pineapple Powder. Mix well. Prepare number of small balls from the mixture. Bake for 20 minutes at 180° in preheated oven.

 

For Rabadi:

Take Milk in a bowl. Add Condensed Milk, Coconut Milk Powder and Pineapple Essence. Mix well and boil it on low flame while stirring occasionally to avoid boil over and sticking or burning at the bottom of the pan. Boil it until it becomes little thick.

 

Leave it for approx 30 minutes to be normal temperature. Then, keep in refrigerator for approx 30 minutes to make it cold.

 

For Serving:

In a serving bowl, Fill half the bowl with Rabadi. Put 1 or 2 Cookies depends on the size of cookies and bowl, in the middle of Rabadi. Sprinkle little Coconut Powder. Put 2 Cherry for Garnishing.

 

Enjoy Fused Taste of Pineapple and Coconut…Pina-Colada…

error: Content is protected !!