કોથમીર કી કલી / Kothmir ki Kali

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

રોટલી ૪

બટેટા બાફેલા અને છુંદેલા ૨

માખણ ૧ ટેબલ સ્પૂન

લસણની પેસ્ટ ૧ ટી સ્પૂન

ડુંગળી સમારેલી ૧

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

ધાણાભાજી ૧/૨ કપ

ટોમેટો કેચપ ૧/૨ કપ

મીઠું સ્વાદ મુજબ

માખણ, સેકવા માટે

ટૂથપિક

 

રીત :

એક પૅન માં માખણ ધીમા તાપે ગરમ કરો. એમાં લસણની પેસ્ટ અને સમારેલી ડુંગળી ઉમેરો. સાંતડી લો.

 

એમાં બાફેલા અને છુંદેલા બટેટા, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, મીઠું ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

૧ ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચપ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

૧/૨ ટેબલ સ્પૂન જેટલી ધાણાભાજી ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

તાપ પરથી પૅન હટાવી લો. એક બાજુ રાખી દો.

 

સપાટ તવો ગરમ કરો.

એના ઉપર એક રોટલી મુકો.

 

એ રોટલી ઉપર ટોમેટો કેચપ લગાવો અને તૈયાર કરેલા બટેટાના મિશ્રણનું પાતળું થર બનાવો.

 

એની ઉપર બીજી રોટલી મુકો.

 

એની ઉપરની બાજુ માખણ લગાવો અને તવા પર ઉલટાવો. ફરી, ઉપરની બાજુ માખણ લગાવો અને તવા પર ઉલટાવો. ધીમા તાપે બન્ને બાજુ કરકરી સેકી લો.

 

સેકાય જાય એટલે સર્વિંગ પ્લેટ પર લઈ લો.

 

એને ચોરસ ટુકડાઓમાં કાપી લો.

 

દરેક ટુકડામાં એક-એક ટૂથપિક ખુંચાડી દો.

 

દરેક ટુકડો ટોમેટો કેચપમાં જબોળો અને ધાણાભાજી થી કોટ કરી લો.

 

તરત જ પીરસો.

 

સરળ.. સ્વાદિષ્ટ.. રસીલી.. કોથમીર કી કલી..

 

Prep.15 min.

Cooking time 10 min.

for 2 Persons

Ingredients:

Roti 4

Potato boiled and mashed 2

Butter 1 tbspContinue Reading

ભરેલા ગુંદા કેરી નું શાક / Bharela Gunda Keri nu Shak / Stuffed Mango-Gum Berry

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ગુંદા ૧૦

નાની કાચી કેરી ૫

 

ભરવા માટે :

બેસન ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ ૧ ટેબલ સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટેબલ સ્પૂન

હળદર ૧ ટેબલ સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

ગોળ ખમણેલો ૧ ટેબલ સ્પૂન

લીંબુ નો રસ ૧ ટી સ્પૂન

 

વઘાર માટે :

તેલ ૩ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

હિંગ ચપટી

 

રીત :

ગુંદામાંથી ઠળિયા કાઢી લો. ૧ ટેબલ સ્પૂન જેટલું મીઠું મીક્ષ કરી એક બાજુ રાખી દો.

 

નાની કાચી કેરીમાંથી ગોટલી કાઢી લો અને કેરી એક બાજુ રાખી દો.

 

ભરવા માટે :

એક વાટકામાં બેસન લો. એમાં મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, ખમણેલો ગોળ, લીંબુ નો રસ અને ૧ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરો અને બરાબર મીક્ષ કરી દો. ભરવા માટે મિક્સચર તૈયાર છે.

 

બધા ગુંદા અને કેરી માં તૈયાર કરેલું મિક્સચર ભરી દો.

 

ભરેલા ગુંદા અને કેરી ને સ્ટીમરમાં વરાળથી બાફી લો.

 

વઘાર માટે :

એક પૅન માં તેલ ગરમ કરો. રાય, જીરું અને હિંગ ઉમેરો. તતડી જાય એટલે એમાં વરાળથી બાફેલા ગુંદા અને કેરી ઉમેરો. બરાબર મીક્ષ કરી ધીમા તાપે ૫-૬ મિનિટ પકાવો. બળી ના જાય એ માટે થોડી થોડી વારે હળવેથી ફેરવતા રેવું.

 

રોટલી, નાન કે પરાઠા સાથે ગરમા ગરમ પીરસો.

 

વરસ માં એક સીઝન દરમ્યાન જ મળતા ગુંદા અને નાની કાચી કેરી ના બેજોડ સ્વાદની મજા લો.

 

Prep.10 min.

Cooking time 15 min.

for 4 Persons

Ingredients:

Gum berry  (Gunda)                10

Small Mango (Raw-Green)     5

For Stuffing:Continue Reading

મેથી ચણા / છોલે મેથી / Methi Chana / White Chickpeas with Fenugreek / Chhole Methi

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ઘી ૨ ટેબલ સ્પૂન

રાય ૧/૪ ટી સ્પૂન

જીરું ૧/૪ ટી સ્પૂન

તમાલપત્ર ૨

સૂકા લાલ મરચાં ૨

ડુંગળી સમારેલી ૧

આદુ-લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ટમેટાં સમારેલા ૧

મેથી ની ભાજી સમારેલી ૧ કપ

છોલે મસાલો ૧ ટેબલ સ્પૂન

આમલી નો પલ્પ ૧ ટી સ્પૂન

ગોળ ૧/૨ ટી સ્પૂન

છોલે ચણા બાફેલા ૧ કપ

ડુંગળી ની રીંગ

 

રીત :

એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો.

 

એમ રાય, જીરું, તમાલપત્ર અને સૂકા લાલ મરચાં ઉમેરો.

 

તતડે એટલે સમારેલી ડુંગળી, આદુ-લસણ-મરચાં ની પેસ્ટ અને સમારેલા ટમેટાં ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

આમલી નો પલ્પ અને ગોળ ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

બાફેલા છોલે ચણા, સમારેલી મેથી ની ભાજી અને છોલે મસાલો ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

થોડું પાણી ઉમેરો અને ઢાંકી દો.

 

૮ થી ૧૦ મિનિટ સુધી મધ્યમ તાપે પકાવો. પછી તાપ પરથી પૅન હટાવી લો.

 

પછી, કમ સે કમ ૫ મિનિટ માટે ઢાંકેલું જ રાખી મુકો.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ડુંગળી ની રીંગ થી સજાવો.

 

પસંદ મુજબ રોટલી અથવા નાન અથવા તંદૂરી રોટી અથવા પુરી સાથે ગરમ ગરમ પીરસો.

 

Prep.10 min.

Cooking time 20 min.

for 2 Persons

Ingredients:
Ghee 2 tbsp
Mustard Seeds ¼ ts
Cumin Seeds ¼ tsContinue Reading

મસાલા પુરી / Masala Puri / Spiced Puri

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૧૦ નંગ

 

સામગ્રી :

ઘઉ નો લોટ ૧ કપ

મેંદો ૧ કપ

રવો / સૂજી ૧/૪ કપ

મીઠું સ્વાદ મુજબ

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

ઓરેગાનો ૧ ટી સ્પૂન

કાળા તલ ૧ ટી સ્પૂન

દહી ૧ ટેબલ સ્પૂન

તેલ ૩ ટેબલ સ્પૂન

તેલ તળવા માટે

 

રીત :

એક કથરોટમાં ઘઉ નો લોટ, મેંદો અને રવો એકીસાથે લો. બરાબર મીક્ષ કરો.

 

તેલ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

મીઠું, ચીલી ફલૅક્સ, ઓરેગાનો, કાળા તલ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

દહી ઉમેરો અને જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા રહી જરા કઠણ લોટ બાંધી લો.

 

૧૦ થી ૧૫ મિનિટ માટે રાખી મુકો.

 

બાંધેલા લોટમાંથી નાના નાના બોલ બનાવી પુરીઓ વણી લો. વણવા ના પાટલા અને વેલણ પર થોડું તેલ લગાવી લેવું જેથી વણવા માં સરળતા રહેશે.

 

વણેલી પુરીઓ કોરા કાગળ, સ્ટીલની થાળી કે કાચની પ્લેટ પર રાખવી જેથી ઉપાડતી વખતે પ્લેટ પર ચોંટીને તુટે નહી.

 

ધીમા-મધ્યમ તાપે તળવા માટે તેલ ગરમ કરો.

 

વણેલી બધી પુરીઓ આછી લાલ થઈ જાય એવી તળી લો. બન્ને બાજુ બરાબર તળાય એ માટે તેલમાં દરેક પુરી ઉલટાવવી. દરેક પુરી ફુલવી જોઈએ.

 

નાસ્તા માટે, પ્લેન દહી કે મસાલા વાળા દહી સાથે ગરમા ગરમ પુરી પીરસો.

 

મુખ્ય ભોજન માટે, પસંદના કોઈ પણ શાક સાથે ગરમા ગરમ પુરી પીરસો.

 

રોજ-બ-રોજ ની મોરી રોટલી ની બદલે આજે આ મસાલા પુરી અજમાવો.. મજા પડી જશે..

 

Prep.5 min.

Cooking time 5 min.

Yield 10 pcs.

Ingredients:
Wheat Flour 1 cup
Refined White Wheat Flour (Maida) 1 cup
Semolina ¼ cupContinue Reading

ડ્રાઈ ફ્રૂટ સમોસા / Dry Fruit Samosa

 

તૈયારી માટે ૩૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૪ નંગ

 

સામગ્રી :

પડ પાટે :

ઘઉ નો લોટ ૧ કપ

તેલ ૩ ટેબલ સ્પૂન

ઘી ૧ ટેબલ સ્પૂન

મીઠું

પાણી

ઘઉ નો લોટ અટામણ માટે ૧/૪ કપ

 

પુરણ માટે :

સુકો મેવો ૧ કપ

(અંજીર, અખરોટ, કાજુ, બદામ, કિસમિસ, કાળી કિસમિસ વગેરે)

ગાંઠીયા નો ભુકો ૪ ટેબલ સ્પૂન

ખજુર-આમલી ની ચટણી ૨ ટેબલ સ્પૂન

આદુ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

ઘઉ ના લોટ ની લુગદી ૧ કપ

તેલ તળવા માટે

 

રીત :

પડ માટે :

ઘઉ નો લોટ અને મીઠું મીક્ષ કરો. ૩ ટેબલ સ્પૂન તેલ અને ૧ ટેબલ સ્પૂન ઘી ઉમેરો અને બરાબર મીક્ષ કરો. જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ નરમ લોટ બાંધી લો. ૧૦ થી ૧૫ મિનિટ માટે રાખી મુકો.

 

બાંધેલા લોટમાંથી પાતળા પડ વણી લો. અટામણ માટે ઘઉ નો લોટ પાટલા પર છાંટો જેથી વણવાનું સરળ રહેશે.

 

વણેલા બધા પડ ધીમા-મધ્યમ તાપે અધકચરા સેકી લો. બધા પડ છુટા પાડી લો. બધા પડ વચ્ચેથી ૨ ટુકડામાં કાપી લો.

 

બધા ટુકડા એક ભીના કપડામાં વીંટાળી લો. એક બાજુ રાખી દો.

 

પુરણ માટે :

એક બાઉલમાં સુકો મેવો લો. એમાં ગાંઠીયાનો ભૂકો, લાલ મરચું પાઉડર અને ગરમ મસાલો ઉમેરો. બરાબર મીક્ષ કરી લો. ખજુર-આમલી ની ચટણી અને આદુ-મરચાની પેસ્ટ મીક્ષ કરો. પુરણ તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

સમોસા માટે :

પડ નો ૧ ટુકડો લો. એની વચ્ચે ૧ થી ૨ ટી સ્પૂન જેટલું પુરણ મુકો. પડ ના બંને છેડા વાળી પુરણ રેપ્ કરી ત્રિકોણ આકાર આપો. ઘઉના લોટ ની લુગદી વડે પડ ના છેડા ચોંટાડી દો.

 

આ રીતે બધા સમોસા તૈયાર કરો.

 

બધા સમોસા તળી લો.

 

પસંદગીના સૉસ સાથે પીરસો.

 

સુકા મેવા ના સમોસાનો વૈભવી સ્વાદ માણો.

 

Prep.30 min.

Cooking time 10 min.

Yield 12 Samosa

Ingredients:
For Outer Layer:
Whole Wheat Flour 1 cup
Oil 3 tbspContinue Reading

ચીઝ-લિંગ ભેળ / Cheese-ling Bhel

 

તૈયારી માટે ૧૦ મિનિટ

૧ પ્લેટ

 

સામગ્રી :

લીલી ડુંગળી સમારેલી ૧

(થોડા પાન પણ સમારવા)

કેપ્સિકમ સમારેલા ૧/૨

ઓલિવ સમારેલા ૫

હેલોપીનો સમારેલા ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

ફૂદીનો ૧/૨ ટી સ્પૂન

ચાટ મસાલો ૧ ટી સ્પૂન

ટમેટાં સમારેલા ૧

ટોમેટો કેચપ ૧ ટેબલ સ્પૂન

ચીઝ ક્યૂબ ૨

ચીઝલિંગ બિસ્કીટ ૧/૨ કપ

ધાણાભાજી અને દાડમ ના દાણા સજાવટ માટે

 

રીત :

એક બાઉલમાં સમારેલી લીલી ડુંગળી લો.

 

સમારેલા કેપ્સિકમ, ઓલીવ, હેલોપીનો, ધાણાભાજી, ફૂદીનો, ચાટ મસાલો ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

ટોમેટો કેચપ અને સમારેલા ટમેટાં ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

ચીઝ ક્યૂબ મીક્ષ કરો.

 

ચીઝલિંગ બિસ્કીટ મીક્ષ કરો.

 

તૈયાર કરેલું મિક્સચર એક સર્વિંગ બાઉલમાં લો.

 

થોડી ધાણાભાજી અને દાડમ ના દાણા છાંટી સુશોભિત કરો.

 

દરેક સામગ્રીના તાજા સ્વાદ ની મોજ માણવા મીક્ષ કરીને તરત જ પીરસો.

 

શું..??? તમે ભેળના જબરા શોખીન છો..???

 

શું..??? તમે તમતમતા સ્વાદના જબરા શોખીન છો..???

 

તો.. આ રહી.. ફક્ત ને ફક્ત.. તમારા જ માટે.. ચીઝ-લિંગ ભેળ..

 

Prep.10 min.

Qty. 1 Plate

Ingredients:

Spring Onion copped              1

(include some leaves)Continue Reading

પોમગ્રેનેડ પીયુશ / Pomegranade Piyush

 

તૈયારી માટે ૫ મિનિટ

૩ સર્વિંગ

 

સામગ્રી :

શ્રીખંડ ૨ કપ

(પ્લેન શ્રીખંડ હોય તો એ જ લેવું)

છાસ ૩ કપ

ગ્રેનાડાઈન સીરપ ૨ ટેબલ સ્પૂન

દાડમ ના દાણા ૩ ટેબલ સ્પૂન

 

રીત :

એક બાઉલમાં શ્રીખંડ અને છાસ એકીસાથે લો. એને એકદમ ફીણી લો. પછી એને મીક્ષરની જારમાં લઈ લો.

 

એમાં ગ્રેનાડાઈન સીરપ ઉમેરો.

 

૩૦ થી ૪૦ સેકંડ માટે હાઇ સ્પીડ પર મીક્ષર ચલાવી, બરાબર મિક્સ કરી લો. જરૂર લાગે તો થોડી વધારે વાર માટે મીક્ષર ચલાવવું. બધુ બરાબર મિક્સ થઈ જવું જોઈએ.

 

આ મિશ્રણ સર્વિંગ ગ્લાસ માં ભરી લો.

 

ઉપર દાડમ ના દાણા છાંટી સજાવો.

 

૪૫ થી ૬૦ મિનિટ માટે ફ્રીજમાં રાખી દો.

 

ઠંડુ ઠંડુ પીઓ.

 

ઉનાળાની ધોમધખતી ગરમી નો સામનો કરો, ફાઇબર અને કેલ્સિયમ ની ભરપૂર, મુલાયમ અને સ્વાદિષ્ટ પીણું પીઓ.

 

Prep.5 min.

Servings 3

Ingredients:

Shreekhand 2 cups

(Preferably Plain Shreekhand)

Buttermilk 3 cupsContinue Reading

error: Content is protected !!