ચીઝી મખનિયા / Cheesy Makhaniya / Cheesy Buttery

ચીઝી મખનિયા / Cheesy Makhaniya / Cheesy Buttery

તૈયારી માટે ૧૦ મિનિટ

બેકિંગ માટે ૨૦ મિનિટ

૧૦ સર્વિંગ

 

સામગ્રી:

માખણ ૫૦ ગ્રામ

મેંદો ૧૦૦ ગ્રામ

જીરું ૧ ટી સ્પૂન

મરી પાઉડર ૧/૪ ટી સ્પૂન

બેકિંગ પાઉડર ચપટી

ચીઝ ક્યૂબ ૮-૧૦

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

એક બાઉલમાં માખણ, જીરું, મરી પાઉડર, બેકિંગ પાઉડર અને મીઠું લો. બરાબર મીક્ષ કરી લો. થોડો થોડો મેંદો નાખતા જાવ ને જરા કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટમાંથી થોડો લોટ લો. નો નાનો બોલ બનાવો. હળવે હળવે દબાવી, થપથપાવીને નાનો ગોળ જાડી પુરી જેવો આકાર આપો. એની વચ્ચે એક ચીઝ ક્યૂબ મુકો. ચીઝ ક્યૂબ ને રેપ્ કરીને ગોળ આકાર આપો. આ રીતે બધા બોલ તૈયાર કરી લો.

 

બધા બોલ સેટ થવા માટે થોડી વાર ફ્રીજમાં રખી દો.

 

પનયરમ પૅન ને પ્રી-હીટ કરી લો. બધા બોલ પ્રી-હીટ કરેલા પૅન પર ગોઠવી દો. પૅન ઢાંકી દો. ૧૦ મિનિટ પછી ઢાંકણું ખોલી, બધા બોલ ઉલટાવી ને મુકો જેથી બોલ બધી બાજુથી બરાબર પકાવી શકાય. ફરી, પૅન ઢાંકી દો. ૮-૧૦ મિનિટ પછી ઢાંકણું ખોલીને ચકાસો. બોલ બ્રાઉન થઈ જાય એટલે પૅન ને તાપ પરથી હટાવી લો અને બધા બોલ એક પ્લેટ પર ગોઠવી દો.

 

જો તમારી પાસે પનયરમ પૅન ના હોય તો, પ્રી-હીટ કરેલા ઓવનમાં ૧૮૦° પર ૨૦ મિનિટ માટે બધા બોલ બેક કરી શકાય.

 

ચા અથવા કોફી સાથે પીરસો.

 

નરમ.. સુંવાળા.. ચીઝી.. મખની.. રસીલા..

 

ચીઝી મખનિયા..

Preparation time: 10 minutes

Baking time: 20 minutes

Servings: 10

Ingredients:

Butter 50 gm

Refined White Wheat Flour 100 gm

Cumin Seeds 1 ts

Black Pepper Powder ¼ ts

Baking Powder Pinch

Cheese cubes 8-10

Salt to taste

 

Method:

In a bowl, take Butter, Cumin Seeds, Black Pepper Powder, Baking Powder and Salt. Mix very well. Keep adding little Refined White Wheat Flour gradually, knead semi stiff dough.

 

Take little dough, make a ball. Press and pamper to expand it. Put one cube of Cheese in the middle of it. Wrap the Cheese cube and give ball shape. Prepare number of balls of dough.

 

Put all balls in refrigerator to set.

 

Pre-heat a paniyaram pan. Put all balls on pre-heated pan. Cover the pan with a lid. After 10 minutes, open the lid and turn over the balls. Cover the pan with a lid again. Check after 8-10 minutes. When balls get brownish, remove the pan from the flame and remove balls in a plate.

 

Alternatively, bake for 20 minutes @180º in pre-heated oven.

 

Serve with Tea or Coffee.

 

Enjoy…Softy…Smoothie…Cheesy…Buttery…Yummy…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!