તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૧૦ મિનિટ
૧૦ પૅન કેક
સામગ્રી :
મકાઇ નો લોટ ૧/૨ કપ
મસાલા ઓટ્સ પીસેલા ૧/૨ કપ
ચીયા સીડ્સ પલાળેલા ૧ ટેબલ સ્પૂન
મીઠુ સ્વાદ મુજબ
ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન
મકાઇ ના દાણા બાફેલા ૧/૨ કપ
ગ્રીસીંગ માટે તેલ
રીત :
બધી જ સામગ્રી એકીસાથે એક બાઉલમાં લઈ લો.
જરૂર મુજબ પાણી ઉમેરી, ઘાટું ખીરું તૈયાર કરી લો. ૧૦ મિનિટ માટે રાખી મુકો.
એક તવો ગરમ કરો.
ગરમ થયેલા તવા પર તેલ લગાવી દો.
આશરે ૨ ટેબલ સ્પૂન જેટલુ ખીરું તેલ લગાવેલા તવા પર રેડો અને તરત જ જાડા, ગોળ આકારમાં ફેલાવી દો.
નીચેની બાજુ સેકાય જાય એટલે એને તવા પર ઉલટાવો. બન્ને બાજુ જરા આકરી સેકી લો.
આ રીતે બધી પૅન કેક સેકી લો.
ઘરે બનાવેલી લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસો.
વજન વધવાથી ના ડરો, આ ડાયેટ કેક જ છે. મન ભરીને માણો, કૉર્ન ચીયા પૅન કેક.
Preparation time 10 minutes
Cooking time 10 minutes
Yield 10 Pan Cakes
Ingredients:
Maize Flour ½ cup
Spiced Oats crushed ½ cup
Chia Seeds soaked 1 tbsp
Salt to taste
Fresh Coriander Leaves 1 tbsp
Corn boiled ½ cup
Oil for greasing
Method:
Take all listed ingredients in a bowl. Add water as needed and prepare thick batter. Leave it to rest for 10 minutes
Preheat flat roasting pan. Grease heated pan with Oil. Pour approx 2 tbsp of prepared batter and spread in thick small round shape. When bottom side is roasted, flip it and roast another side. Roast both sided to dark brownish.
Repeat to prepare number of Pan Cake.
Serve Hot with homemade Green Chutney.
Keep in Control of Your Weight…Keep Eating Corn Chia Pan Cake…
No Comments