બેંગન ભજીયા / રીંગણાં ના ભજીયા Bengan Bhajiya / Ringna na Bhajiya / Eggplants Fritters

બેંગન ભજીયા / રીંગણાં ના ભજીયા Bengan Bhajiya / Ringna na Bhajiya / Eggplants Fritters
 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ભજીયા માટે :

રીંગણાં ગોળ સ્લાઇસ ૧ રીંગણાં ની

બેસન ૧ કપ

રવો / સૂજી ૨ ટેબલ સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧/૨ ટી સ્પૂન

સોડા-બાય-કાર્બ ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ તળવા માટે

 

પીરસવા માટે :

આમલી નું પાણી ૧ કપ

ખજુર-આમલી ની ચટણી ૧ કપ

લીલી ચટણી ૧/૨ કપ

લસણ ની ચટણી ૧/૪ કપ

 

સજાવટ માટે :

મસાલેદાર સીંગદાણા ૨ ટેબલ સ્પૂન

સેવ ૧/૪ કપ

 

રીત :

ભજીયા માટે :

બેસન અને રવો એક વાટકામાં લો. એમાં હળદર, લાલ મરચું પાઉડર, સોડા-બાય-કાર્બ, મીઠું મીક્ષ કરો. જરૂર મુજબ પાણી ઉમેરો. જાડુ ખીરું બનાવવા માટે એકદમ હલાવો.

 

તળવા માટે તેલ ગરમ કરો. એક પછી એક, રીંગણાની દરેક સ્લાઇસ બનાવેલ ખીરામાં જબોળી, ગરમ થયેલા તેલમાં નાખો. ધીમા-મધ્યમ તાપે તળો. રીંગણાં ની સ્લાઇસ બંને બાજુ બરાબર તળાય એ માટે થોડી વારે ઉલટાવો.

 

એક પછી એક, દરેક ભજીયાને આમલીના પાણીમાં જબોળીને પ્લેટ માં મૂકો. દરેક ભજીયાને પ્લેટમાં એકબીજાથી અલગ રાખો. આશરે ૫ મિનિટ માટે રાખી મૂકો.

 

એક પછી એક, દરેક ભજીયાને ૨ હથેળી વચ્ચે હળવેથી દબાવી વધારાનું પાણી કાઢી નાખો અને પ્લેટ પર ગોઠવો.

 

ખજુર-આમલી ની ચટણી, લીલી ચટણી, લસણ ની ચટણી દરેક ભજીયા ઉપર છાંટો.

 

મસાલેદાર સીંગદાણા અને સેવ છાંટીને સજાવો.

 

તાજા ને ગરમ પીરસો.

 

ગરમ ભજીયા અને તીખી ચટણી થી સુસ્તી ઉડાડો.

 

Prep.20 min.

Cooking time 20 min.

for 4 Persons

Ingredients:

For Fritters:

            Eggplant round slices                          of 1 eggplant

            Gram Flour                                         1 cup

            Semolina                                             2 tbsp

            Turmeric Powder                                ½ ts

            Red Chilli Powder                               ½ ts

            Soda-bi-Carb                                      ½ ts

            Salt to taste

            Oil to deep fry

For Serving:

            Tamarind water                                   1 cup

            Date-Tamarind Chutney                     1 cup

            Green Chutney                                   ½ cup

            Garlic Chutney                                    ¼ cup

For Garnishing:

            Spiced Peanuts                                   2 tbsp

            Thin Yellow Vermicelli            (sev)               ¼ cup

Method:

Take Gram Flour and Semolina in a bowl. Add Turmeric Powder, Red Chilli Powder, Soda-bi-Carb and Salt. Mix well. Add water as needed  and whisk well to prepare thick batter.

Heat Oil to deep fry. One by one, dip each slice of Eggplant in prepared batter and put in heated Oil to deep fry on low-medium flame. Turn over when needed to fry both the sides. Fry to light dark brownish.

Dip each fritter in Tamarind water and keep in a plate. Take care of keeping each fritter separate on  plate. Leave for approx 5 minutes.

Squeeze each fritter slowly between two palms to remove excess water and arrange on a serving plate.

Spread Date-Tamarind Chutney, Green Chutney and Garlic Chutney on all fritters on a serving plate.

Garnish with Spiced Peanuts and Vermicelli.

Serve Fresh and Hot.

Heat up with…the Hot Eggplant & Hot Chutney…

3 Comments

  • Vipul motecha

    February 18, 2019 at 3:32 PM Reply

    Lovely when should we try it ,look delicious ,mouth watering.

  • Nita Asvin koumar

    February 9, 2019 at 6:43 PM Reply

    Very testy recipe

  • Nita Asvin koumar

    February 9, 2019 at 6:41 PM Reply

    Very testy snacks!!

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!