ફરાળી પકોડા / Farali Pakoda

ફરાળી પકોડા / Farali Pakoda

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી:

બટેટા ૧

શક્કરીયા ૧

સુરણ ૧૦૦ ગ્રામ

આદું-મરચાં જીણા સમારેલા ૩ ટેબલ સ્પૂન

મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન

રાજગરા નો લોટ ૧ કપ

લીંબુ નો રસ ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

તળવા માટે તેલ

 

સાથે પીરસવા માટે લીલી ચટણી

 

રીત:

બટેટા, શક્કરીયા અને સુરણ ખમણીને મીક્ષ કરી લો.

 

એમા, જીણા સમારેલા આદું-મરચાં, મરી પાઉડર, લીંબુ નો રસ અને મીઠું ઉમેરી, બરાબર મીક્ષ કરો.

 

એમા જરૂર મુજબ રાજગરા નો લોટ મીક્ષ કરી, કઠણ મીશ્રણ તૈયાર કરો.

 

હવે, તળવા માટે તેલ ગરમ કરો.

 

ગરમ થયેલા તેલમાં, તૈયાર કરેલા મીશ્રણના પકોડા ઉતારી લો. જરા આકરા તળી લો. બધી બાજુ બરાબર તળવા માટે બધા પકોડાને તેલમાં ફેરવવા.

 

લીલી ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

 

આ ફરાળી પકોડા બનાવો અને વ્રત-ઉપવાસ ના દિવસને ઉજવણી કરો.

Preparation time 5 minutes

Cooking  time 10 minutes

For 2 Persons

 

Ingredients:

Potato 1

Sweet Potato 1

Yam (Suran) 100g

Ginger-Chilli finely chopped 3 tbsp

Black Pepper Powder ½ ts

Amaranth Flour 1 cup

Lemon Juice ½ ts

Salt to taste

Oil to deep fry

 

Green Chutney for serving

 

Method:

Grate Potato, Sweet Potato and Yam and mix.

 

Add finely chopped Ginger-Chilli, Black Pepper Powder, Lemon Juice and Salt. Mix well.

 

Add and mix Amaranth Flour as needed to prepare thick mixture.

 

Heat Oil to deep fry.

 

Put number of small lumps of prepared mixture in heated oil to deep fry.

 

Flip when necessary to deep fry well all around.

 

Fry to dark brownish to make crispy.

 

Serve hot with Green Chutney.

 

Make Your Fasting Day a Feast Day with this Farali Pakoda.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!